Get The App

મુઇઝ્ઝુ પર કાળો જાદુ કરવાના આરોપમાં મહિલા મંત્રીની ધરપકડ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
મુઇઝ્ઝુ પર કાળો જાદુ કરવાના આરોપમાં મહિલા મંત્રીની ધરપકડ 1 - image


- શમનાઝ સહિત ત્રણને સાત દિવસના રિમાન્ડ

નવી દિલ્હી : માલદિવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ પર કાલો જાદુ કરવાના આરોપમાં કેબિનેટ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. કાળો જાદુ કરવાના આરોપમાં જે મહિલા કેબિનેટ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ ફાતિમા શમનાઝ અલી સલીમ છે. 

ફાતિમા શમનાઝ મુઇઝ્ઝુ સરકારમાં પર્યાવરણ પ્રધાન છે. તેની સાથે બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમા એક તેનો ભાઈ છે. આ લોકોની ધરપકડ પછી તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમને સાત દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

આ પહેલા પોલીસે ફાતિમાના મકાન પર દરોડો પાડીને વાંધાજનક ચીજો જપ્ત કરી છે. તેનો ઉપયોગ તે જાદુ માટે કરતી હોવાનું કહેવાય છે. મુઇઝ્ઝુ પર કાળા જાદુને લઈને અનેક થિયરી સામે આવી રહી છે. કેટલાક રિપોર્ટ મુજબ શમનાઝ મુઇઝ્ઝુ પર કાળો જાદુ કરી તેની ગૂડ બૂક્સમાં આવવા માંગતી હતી. મુઇઝ્ઝુ સરકારમાં મહત્ત્વનો હોદ્દો હાંસલ કરવા માંગતી હતી. તેના માટે તેણે જાદુની મદદ લીધી હતી.

આ અંગે અલગ થિયરી એવી આવી છે કે મુઇઝ્ઝુની પત્ની અને ફર્સ્ટ લેડીએ બદલાની ભાવનાથી શમનાઝને ફસાવી છે. શમનાઝે મુઇઝ્ઝુની પત્નીનો વિડીયો લીક કર્યો હોવાનો આરોપ છે. તેમા તે પબમાં ગીતો ગાતી અને નાચતી નજરે આવે છે. 


Google NewsGoogle News