અફઘાનિસ્તાનમાં આરોગ્ય સ્થિતિ તદ્દન તળિએ પહોંચી છતાં મહિલાઓને મેડિકલ ટ્રેનિંગથી દૂર રખાય છે
- તાલિબાનો ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવાનું ચાલુ રાખે છે
- મિડવાઈફ (દાયણ) અને નર્સિંગનું પણ શિક્ષણ બંધ કરાયું, શિક્ષણની અન્ય શાળાઓ તો બંધ જ છે, આ છેલ્લી બે પણ બંધ કરાઈ
કાબુલ : તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં બાલિકાઓના શિક્ષણ ઉપર તો પ્રતિબંધ મુકી જ દીધો છે. ૨૦૨૧ માં તા. ૧૫મી ઓગસ્ટે તાલિબાનો સત્તા પર આવ્યા તે પછી બાલિકાઓના શિક્ષણ ઉપર પ્રતિબંધ મુકતા તેમણે કહ્યું હતું કે ''ઈસ્લામિક'' ''અભ્યાસ' જ્યાં સુધી નવા પાઠયક્રમમાં સમાવિષ્ટ ન થાય ત્યાં સુધી તે પ્રતિબંધ ચાલુ રહેશે. તે વિધાનોને ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં તમો અભ્યાસક્રમ તે બાલિકાઓ માટે રચાયો નથી.
આ પૂર્વે જે બાલિકાઓ ભણી શકી નથી. તેઓને નર્સિંગ કે મિડવાઈફની તાલિમ જ બંધ કરી દેવાઈ છે.
હવે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે અત્યારે જ અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછી ૧૮૦૦૦ વધુ મિડવાઈવ્ઝની જરૂર છે. હવે તે જરૂર પુરી કેમ થઈ શકશે ? તેમાં યુએનના આરોગ્ય વિષયક અહેવાલમાં પુછવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનમાં તરૂણીઓ અને યુવતીઓ માટે થોડું પણ શિક્ષણ મેળવવાની યા એકમાત્ર શાળા હતી તે પણ બંધ થઈ ગઈ છે.
વાસ્તવમાં આ મિડવાઈવ્ઝ ડોકટરનું પણ કામ કરે છે કારણ કે પુરૂષ ડૉકટરોને મહિલાઓને તપાસવાનો કોઈ અધિકાર નથી, સિવાય કે તે સમયે કોઈ પુરૂષ જે મહિલા દર્દીઓનો નિકટવર્તી સગો હોય કે તેનો પતિ તે તબીબી તપાસ સમયે હાજર હોય.
હવે તાલિબાનોએ નર્સિંગ કે મિડવાઈ ફરી સેવા પણ મહિલાઓ માટે બંધ કરી છે. મહિલાઓમાં કુટુમ્બોની આવકમાં ખેંચ ઊભી થાય તેમ છે તે નિશ્ચિત છે.