Get The App

કુવૈતમાં યોગને લઇને મહિલાઓ અને મૌલવીઓ આમને સામને

Updated: Feb 21st, 2022


Google News
Google News
કુવૈતમાં યોગને લઇને મહિલાઓ અને મૌલવીઓ આમને સામને 1 - image


મૌલવીઓએ યોગના બે આસનોને ઇસ્લામ વિરૂદ્ધ ગણાવતા વિવાદ

મૌલવીઓ યોગનો વિરોધ કરીને કુવૈતને પાછળ ધકેલી રહ્યા છે : મહિલાઓએ રેલીઓ કાઢીને વિરોધ કર્યો

કુવૈત : કુવૈતમાં યોગને લઇને વિવાદ ચાલી રહ્યો છે. દેશની મહિલાઓ યોગના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવી છે. જ્યારે બીજી તરફ મૌલવિઓ અને કટ્ટરવાદીઓ યોગનો વિરોધ કરી રહ્યા છે. તેથી હાલ કુવૈતમાં કટ્ટરવાદીઓ અને મહિલાઓ બન્ને યોગને લઇને આમને સામને આવી ગયા છે. અને મામલો દેશવ્યાપી બની ગયો છે. 

કુવૈતમાં યોગનો મામલો એક મહિલાથી શરૂ થયો હતો, અહીંની એક યોગ શિબિરમાં યોગ શીખવનારી મહિલાએ રણમાં વેલનેસ યોગા રિટ્રીટની જાહેરાત આપી હતી. આ જાહેરાત આ જ મહિને આપવામાં આવી હતી. જે બાદ મહિલાની સામે અહીંના કટ્ટરવાદીઓએ વિરોધ કરવાનું શરૂ કરી દીધુ હતું. વિવાદ ઉગ્ર બનતા મૌલવીઓની સાથે નેતાઓ પણ આ મહિલાના વિરૂદ્ધમાં આવી ગયા હતા. 

મૌલવીઓની એવી દલીલ હતી કે જાહેરમાં પદ્માસન અને શ્નાનાસન નામના બે આસન ઇસ્લામની વિરૂદ્ધમાં છે. અને તેને ધર્મ માટે ખતરનાક ગણાવ્યા હતા. વિવાદ વચ્ચે યોગ શિબિરોને હાલ પુરતા પ્રતિબંિધત કરી દેવામાં આવી હતી.

બીજી તરફ આ પ્રતિબંધ અને યોગ સામે સવાલો કરનારા મૌલવીઓના વિરૂદ્ધમાં મહિલાઓ હવે રસ્તા પર ઉતરવા લાગી છે. મહિલાઓની એવી દલીલ છે કે યોગ જેવી સારી બાબતોનો વિરોધ કરીને કટ્ટરવાદીઓ કુવૈતને પાછળ ધકેલી રહ્યા છે. કુવૈત એ દેશોમાં સામેલ છે કે જ્યાં મહિલાઓને બહુ જ ઓછા અિધકારો આપવામાં આવે છે.

Tags :