૩૦૦ કિલો વજન ધરાવતી રોજ ૧૦ કિલો ખોરાક ખાતી 24 વર્ષની ચાઇનિઝ મહિલાનું મોત, લાઇવ સ્ટ્રીમિંગનો શોખ ભારે પડયો
મહિલા પોતાના દર્શકોનો ખૂશ કરવા માટે જ આમ કરતી હતી
ચીન સહિતના એશિયાઇ દેશોમાં મુકબેંગ સ્ટ્રીમ ખૂબજ લોકપ્રિય છે.
બેઇજિંગ, 22જુલાઇ, 2024,સોમવાર
ચીનની મહિલા આજકાલ ખૂબજ ચર્ચામાં છે. દાવો કરવામાં આવે છે કે 24 વર્ષની મહિલાનું અતિ ખોરાક લેવાથી મોત થયું છે. ખોરાક લેવાનું લાઇવ સ્ટ્રીમિંગ ચાલતું હતું ત્યારે જ મોત થવાથી સનસનાટી મચી ગઇ હતી. તે પ્રોફેશનલી મુકબેંગર હતી જે એક વારમાં સૌથી વધારે ખોરાક ખાવાની ક્ષમતા ધરાવતી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કરતી હતી.
તેની અતિ ખાવાની આદત જ મોતનું કારણ બની હતી. કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ ખોરાક લેવાની ક્ષમતા ધરાવતા હોય છે તેમને જમી લીધું હોયતો પણ ખોરાક મળે ત્યારે પાછી પાની કરતા નથી. આવો જ શોખ ધરાવતી ચીનની મહિલાનું નામ પૈન શિયાઓટિંગ છે. આમ જોવા જઇએ તો મુકબેંગ પોતાના દર્શકોનો ખૂશ કરવા માટે જ આમ કરતી હતી. તે લાઇવ સ્ટ્રીમિંગ કરતી હતી ત્યારે જ તે ફાની દુનિયા છોડીને ચાલી ગઇ હતી.
ઓડિટી સેન્ટ્રલ નામની વેબસાઇટના અહેવાલમાં જણાવ્યા મુજબ સ્ટ્રીમ અને વીડિયો પર કડક પ્રતિબંધ મુકયો હતો. આવું કરવાવાળા પર 10 હજાર યુનાન એટલે કે એટલે કે 1.17 લાખ રુપિયાનો દંડ કરવામાં આવતો હતો. હજારો લોકો પોતાના જીવને જોખમમાં મુકીને આ પ્રકારના કારનામા કરતા હોય છે તેના પર નિયંત્રણ લાવવાનો હેતું હતો. તેમ છતાં ચીન સહિતના એશિયાઇ દેશોમાં મુકબેંગ સ્ટ્રીમ ખૂબજ લોકપ્રિય છે.
શિયાઓટિંગ પહેલા વેટ્રેસ તરીકે કામ કરતી હતી. ત્યાર પછી તે વ્યવસાયિક મુકબેંગર બની ગઇ હતી. વધુ ખોરાક લેવાનો અખતરો તેનું શરીર સહન કરી શકયું ન હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાયું હતું કે પેટમાં વગર પચેલો ખોરાક ભરેલો હતો. તેનું પેટ ખૂબજ અનશેપ થઇ ગયું હતું. તેનું વજન ખોરાકના લાઇવ સ્ટ્રીમિંગ કરીને 300 કિલો જેટલું થઇ ગયું હતું. ઘણી વાર તેને હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડતી હતી. દરેક સ્ટ્રીમિંગ દરમિયાન પેટમાં 10 કિલો જેટલો ખોરાક પધરાવતી હતી.