US Election Result: અમેરિકાની રસપ્રદ ચૂંટણી વચ્ચે મહિલાએ સગાઈ તોડી, આપ્યું ચોંકાવનારું કારણ
US Election Result: અમેરિકામાં હાલ ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીમાં કોને મત આપવો એ જેટલો વ્યક્તિગત નિર્ણય છે, એટલું જ ચૂંટણીમાં મત આપવો કે નહીં એ નિર્ણય રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત છે. દેશના નાગરિકની ફરજ છે કે ચૂંટણીમાં ભાગ લેવો. જો કે મતદાન ન કરવા પર કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, પરંતુ ક્યારેક સંબંધો જરૂર તૂટી જાય છે.
મતદાન ન કરતા સગાઈ તોડી
અમેરિકામાં તેના 47માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન થયું છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ આમને-સામને છે. એવામાં આ ચૂંટણીમાં એક વ્યક્તિનો મત ન આપવાનો નિર્ણય તેના લગ્નના નિર્ણય પર ભારે પડી ગયો. આ વ્યક્તિએ અમેરિકાની ચૂંટણીમાં મત આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે મહિલા સગાઈ તોડી નાખી હતી.
સગાઈ તોડવાનો નિર્ણય
ફ્લોરિડામાં રહેતી એક યુવતીની હાલ એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. જેમાં એક યુવતીએ જણાવ્યું છે કે મારી અને મારા મંગેતરની ઉંમર 26 વર્ષ છે. મારા મંગેતરનો મત આપવાનો કોઈ ઈરાદો નથી. આ બાબતે મારા મંગેતરનું કહેવું છે કે આ નિર્ણય લેવાએ મારા માટે નૈતિક સંકટ છે. કારણ કે મને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંને પસંદ નથી. આથી હું મતદાન નહિ કરું. તેમજ આ યુવતીનું માનવું છે કે મત ન આપવા વિશે કોઈ કેવી રીતે વિચારી શકે!