Get The App

VIDEO: બેંગકોકમાં ભૂકંપ દરમિયાન જ મહિલાએ બાળકને જન્મ આપ્યો, ડૉક્ટર્સે હૉસ્પિટલ બહાર કરાવી ડિલીવરી

Updated: Mar 29th, 2025


Google News
Google News
VIDEO: બેંગકોકમાં ભૂકંપ દરમિયાન જ મહિલાએ બાળકને જન્મ આપ્યો, ડૉક્ટર્સે હૉસ્પિટલ બહાર કરાવી ડિલીવરી 1 - image


Woman gives birth during Bangkok earthquake: થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં ભૂંકપના ઝટકા વચ્ચે એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. ભૂકંપ દરમિયાન હૉસ્પિટલમાં ડિલીવરી કરાવવી જોખમી હતું. જેથી મેડિકલ ટીમ મહિલાને હૉસ્પિટલમાંથી બહાર લાવી હતી. અને મહિલાની પ્રસુતિ હૉસ્પિટલની બહાર કરાવી હતી. આ ઘટના એવા સમયે થઈ જ્યારે મ્યાનમાર અને થાઇલૅન્ડમાં 7.7 અને 6.4ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. બેંગકોકમાં પણ ભૂંકપના ઝટકા અનુભવાયા હતા, જેથી આખા શહેરમાં અફરા-તફરી મચી ગઈ હતી. 

આ પણ વાંચો : મ્યાનમારમાં ફરી શક્તિશાળી ભૂકંપ: 5.1ની તીવ્રતાનો આંચકો, અત્યાર સુધી સેંકડો મોત

મેડિકલ ટીમે હૉસ્પિટલની બહાર જ પ્રસુતિ કરાવી

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, પોલીસ જનરલ હૉસ્પિટલનો સ્ટાફ એક સ્ટ્રેચર પર સૂતેલી મહિલાને ચારે બાજુથી ઘેરીને મદદ કરી રહ્યા છે. મેડિકલ ટીમે હૉસ્પિટલની બહાર જ બાળકને જન્મ આપવાની તૈયારી કરી લીધી હતી. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે, હૉસ્પિટલના કર્મચારીઓ કેવી રીતે મહિલા અને નવજાત શિશુની મદદ કરી રહ્યા હતા. હૉસ્પિટલના પ્રવક્તા કર્નલ સિરિકુલ શ્રીસંગાએ પુષ્ટિ કરી હતી કે, હૉસ્પિટલની મેડિકલ ટીમે મહિલા અને બાળકની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા માટે પગલાં ભર્યા હતા. ભૂંકપના કારણે પરિસ્થિતિ એટલી ખરાબ હતી, પરંતુ હૉસ્પિટલના કર્મચારીઓએ ખૂબ સાવધાની પૂર્વક પરિસ્થિતિને સંભાળી હતી. 

આ પણ વાંચો : મ્યાનમાર અને થાઇલૅન્ડમાં ભૂકંપ બાદ કરુણ દ્રશ્યો, અમેરિકન એજન્સીનો 10 હજાર મોતનો દાવો

વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી 

મ્યાનમારમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપથી પાંચથી વધુ દેશોમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. જોકે, આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઇલૅન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. ભૂકંપનો આંચકો એટલો ભારે હતો કે લોકો ગભરાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મ્યાનમાર-થાઇલૅન્ડમાં જે રીતની તબાહી મચી છે તેને જોતાં મોતનો આંકડો 1000ને પાર નીકળી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 2376 થઈ ગઈ છે.


Tags :