આખા વીકમાં 6 કલાકની નોકરી, વર્ષે 50 લાખની આવક, વગર ડિગ્રીએ કમાય છે આ મહિલા

40 વર્ષની યુકેની એક મહિલા Roma Norriss પૈસા કમાવવા માટે અલગ જ નુસ્કો અજમાવ્યો છે

વગર ડિગ્રીએ આ રીતે કામ કરી ઈજ્જતથી કમાય છે લાખો રુપિયા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
આખા વીકમાં 6 કલાકની નોકરી, વર્ષે 50 લાખની આવક, વગર ડિગ્રીએ કમાય છે આ મહિલા 1 - image
Image  instagram

તા. 27 ઓક્ટોબર 2023, શુક્રવાર 

દેશમાં લાખો લોકો નોકરી કરે છે, અને મોટાભાગે દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે એવી કોઈ નોકરી મળી જાય કે કામ ઓછુ હોય અને પગાર વધારે હોય. લોકો એક સારી નોકરી મેળવવા માટે લાખો રુપિયા ખર્ચીને વિવિધ ડિગ્રી કોર્ષ કરતાં હોય છે. તે પછી ઈન્ટર્નશિપ અને પછી ક્યાંક જઈ નોકરી શોધી લેતા હોય છે. ત્યાર બાદ પણ પૈસા કમાવવા માટે પણ ખાસો સમય આપવો પડતો હોય છે. તેમા ખાસ કરીને મહિલાઓ માટે આમ કરવું વધારે અઘરુ છે. પરંતુ એક મહિલા કોઈ પણ જાતની ડિગ્રી વગર વર્ષે લાખો રુપિયાની કમાણી કરી રહી છે. 

અઠવાડિયામાં 6 કલાક કામ, વર્ષે 50 લાખ 

40 વર્ષની યુકેની એક મહિલા Roma Norriss પૈસા કમાવવા માટે અલગ જ નુસ્કો અજમાવ્યો છે, તે નથી તો તેના ફોટો વેચતી, અને નથી તો કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે તેમજ નથી તો તે કાંઈ ખોટુ કામ પણ કરતી. તે અઠવાડિયામાં માત્ર 6 કલાક કામ કરીને 50 લાખ રુપિયા આરામથી કમાઈ લે છે. આમ તે મહિનામાં સારી એવી કમાણી કરી તેના પરિવારને પણ આરામથી પુરતો સમય આપી શકે છે. 

વગર ડિગ્રીએ આ રીતે કામ કરી ઈજ્જતથી કમાય છે લાખો રુપિયા

હકીકતમાં, રોમા 17 વર્ષથી એક પેરેંટિંગ કન્સલ્ટન્ટ છે, તે નવા પેરેન્ટસને કોચિંગ આપવાનું કામ કરે છે અને એક કલાકમાં 290 યુરો (29000 રુપિયા) સુધીની કમાણી કરી લે છે. આ પેરેંટિંગ કન્સલ્ટન્ટ તે નવા પેરેન્ટસના બાળકોને સુવડાવવા માટેની ટ્રેનિંગ, પોટી સાફ કરવા ટ્રેનિંગ  અને પોષકયુક્ત ખોરાક ખવડાવવાથી લઈને તેની સાથે સારી રીતે કમ્યુનિકેટ કરવાનું પણ શિખવે છે. તે સિવાય તે બ્રેસ્ટ ફીડિંગ માટે માતાઓેને ટ્રેનિંગ આપે છે. નવા માતા- પિતા મોટાભાગે તેમની વિવિધ સમસ્યાઓ પરેશાનીઓ લઈને આવે છે.  લોકો તેની પાસેથી ઓનલાઈન કન્સલ્ટેશન પણ લેતા હોય છે.


Google NewsGoogle News