શબગૃહમાં લાશો વચ્ચે નોકરી કરે છે આ યુવતી, સુંદરતા જોઇને લોકોને નથી આવતો ભરોસો
Image:freepik
નવી દિલ્હી,તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર
લોકો પોતાની રોજી રોટી માટે નોકરી કરે છે,ઘણા બિઝનેસ કરતાં હોય છે. ત્યારે આ દુનિયામાં ઘણી એવી નોકરીઓ પણ છે જે જાણીને કે કરતા લોકોને જોઇને નવાઇ લાગે. એક એવી જ વિચિત્ર નોકરી ઓછે શબગૃહમા કામ કરાવની જોબ. જેમાં અલગ અલગ કામો આપવામાં આવે છે. ત્યારે ઈસાબેલ વાલ્ટન (Isabel Walton) માત્ર 24 વર્ષની ઉંમરે શબગૃહમાં કામ કરે છે. આ યુવતીનો દાવો છેકે, લોકો તેન સુંદરતાને કારણે તેની કાબિલિયતને ઓછી આંકે છે.
શું કામ કરે છે?
ઈસાબેલ જણાવે છે કે, તેણે માત્ર 19 વર્ષની ઉંમરે 'ફ્યુનરલ ઈન્ડસ્ટ્રી'માં કામ કરવાનું શરૂ કર્યું હતું અને હવે તેને આ કામ કરતા 5 વર્ષ થઈ ગયા છે. તે 21 વર્ષની ઉંમરે મૃતદેહોની સારસંભાળ રાખે છે. તેણીનું કામ એવું છે કે મૃતદેહોને સાચવવાની સાથે, તે મૃતદેહોને સાફ કરે છે અને તેમના પરિવારના સભ્યોને આપે છે, જેથી તેઓ મૃતદેહના અંતિમ દર્શન કરી શકે.
એક અહેવાલ મુજબ, જ્યારે ઈસાબેલ શબઘરમાં મૃતદેહને વિદાય આપવા માટે પરિવારો માટે મૃતદેહને તૈયાર કરે છે, ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તેમને આશા નથી કે, આટલી સુંદર છોકરી પણ આ કામ કરી શકે છે. હકીકતમાં, લોકો તેમની જગ્યાએ કોઈ ‘વૃદ્ધ માણસ’ને ત્યાં કામ કરતા જોવાની અપેક્ષા રાખે છે.
મિત્રો પણ આશ્ચર્યચકિત
નોટિંગહામ સિટી સેન્ટરમાં રહેતી ઈસાબેલ દાવો કરે છે કે, જ્યારે તે લોકોને પોતાની નોકરી વિશે જણાવે છે ત્યારે લોકો ક્યારેય તેના પર વિશ્વાસ કરતા નથી, તેના મિત્રો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે, એક યુવતી માટે આ ક્ષેત્રમાં કોઈ કારકિર્દી નથી.
ઇસાબેલનું કહેવુ છે કે,‘લોકો જ્યારે શબઘરમાં આવે છે અને મને જુએ છે ત્યારે પણ આશ્ચર્ય થાય છે. વાસ્તવમાં તે હજુ પણ પુરૂષ-પ્રભુત્વ ધરાવતો ઉદ્યોગ છે અને તેઓ કોઈ યુવતીને શબઘરમાં જોવાની અપેક્ષા રાખતા નથી.