મોટાપાના કારણે અમીર થઈ ગઈ મહિલા! દર વર્ષે કમાઈ છે કરોડો રૂપિયા, જાણો શું અપનાવ્યો રસ્તો
Image Source: Twitter
ઓટાવા, તા. 09 ઓક્ટોબર 2023 સોમવાર
મેદસ્વીપણુ કોઈના પણ માટે યોગ્ય નથી કેમ કે આ ઘણી બીમારીઓને જન્મ આપે છે. તેથી ડોક્ટર દરેકને વજન ઘટાડવા માટે કહે છે પરંતુ કેનેડાની રહેવાસી જેલિન ચૈને પોતાના મોટાપાને જ કમાણીનું સાધન બનાવી દીધુ છે. તે આના દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે.
જેલિનનું વજન એટલુ છે કે વિમાનની એક સીટમાં સમાઈ શકતી નથી. ગત દિવસોમાં જેલિનને વિમાન કંપનીઓ પાસે એવી માંગણી કરી નાખી કે સ્થૂળ લોકો માટે ફ્રી સીટની વ્યવસ્થા હોવી જોઈએ જેથી તેઓ આરામથી મુસાફરી કરી શકે. હવે તેણે એ ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે કે મોટાપાને કારણે તે દર મહિને 6 આંકડાવાળી કમાણી કરી રહી છે. તેણે તેની રીત પણ જણાવી છે.
રિપોર્ટ અનુસાર કેનેડાના વેનકુવરમાં રહેતી જેલિન ચૈને એક ઈન્ફ્લૂએન્સર છે અને ટ્રાવેલ-લાઈફસ્ટાઈલ જેવા મુદ્દા પર લોકોને જાણકારી આપે છે. સોશિયલ મીડિયા સાઈટ ટિકટોક પર તેમના 134,000 ફોલોઅર્સ છે. તાજેતરમાં જ તેણે ખુલાસો કર્યો કે મોટાપાના કારણે તેમને ગૂગલ, McDonald's, આફ્ટરપે, પોશમાર્ક અને હિલ્ટન હોટલ્સ સાથે ઘણી ડીલ મળી છે.
જેલિન ચૈને અનુસાર આ બ્રાન્ડ્સ દ્વારા તેમને ખૂબ પૈસા મળી રહ્યા છે. એટલુ જ નહીં, ટિકટોક પર પોતાના વીડિયો દ્વારા તે હજારો ડોલર દર મહિને કમાઈ રહી છે. હવે તેમની પાસે એટલા રૂપિયા છે કે તે વિમાનની ઘણી સીટો ખરીદી શકે છે.
ચૈને કહ્યુ, હવે હુ ઘણા લોકોને ટિપ્સ આપી રહી છુ કે સ્થૂળ હોવા છતા રૂપિયા કેવી રીતે કમાઈ શકાય છે. જો તમને ખબર હોય કે તમારુ વજન ઓછુ થઈ રહ્યુ નથી તો આ આપત્તિને અવસરમાં બદલી શકાય છે, જેવુ મે કર્યુ. જ્યારે મે પહેલો વીડિયો મૂક્યો હતો તો ખબર નહોતી કે એક દિવસ વાયરલ થઈ જઈશ અને અબજો વ્યૂઝ મળશે પરંતુ એવુ થયુ. આ જોઈને હુ આશ્ચર્યચકિત છુ.
જેલિન ચૈને લોકોને જણાવે છે કે તેને સ્થૂળ હોવાના કારણે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે કહ્યુ, હું ઈચ્છુ છુ કે હોટલ પોતાની ટોયલેટ સીટ ઊંચી કરે અને દરેક રૂમમાં હેન્ડહેલ્ડ શોવર હેડ લગાવે જેથી સ્થૂળ શરીરવાળા લોકો સરળતાથી સુવિધાઓનો ઉપયોગ કરી શકે. વિમાનોમાં મજબૂત ખુરશીઓ હોય. પુલમાં રેલિંગ લગાવે જેથી લોકો શાંતિથી આરામ કરી શકે. લિફ્ટનો આકાર પણ વધુ હોવો જોઈએ.