Get The App

દુબઈ એક્સ્પો 2020: આગામી 6 મહિના સુધી વિશ્વના 192 દેશ કરશે શક્તિ પ્રદર્શન, રજૂ થશે તકનીક અને સંસ્કૃતિનો દમ

Updated: Oct 1st, 2021

GS TEAM


Google News
Google News
દુબઈ એક્સ્પો 2020: આગામી 6 મહિના સુધી વિશ્વના 192 દેશ કરશે શક્તિ પ્રદર્શન, રજૂ થશે તકનીક અને સંસ્કૃતિનો દમ 1 - image


- પેવેલિયન બનાવવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. એક્સ્પોમાં ભારતીય પેવેલિયન 11 અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે.

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર

દુબઈમાં આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી વર્લ્ડ એક્સ્પોની શરૂઆત થઈ ગઈ છે. હવે આગામી 6 મહિના સુધી વિશ્વના 192 દેશ પોતાની શક્તિ, તકનીક અને કલા સંસ્કૃતિને આ એક્સ્પો દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી શકશે. એટલું જ નહીં, આ વખતે દુબઈ એક્સ્પોમાં ભારતનો દમ આખું વિશ્વ જોઈ રહ્યું છે. એક્સ્પોમાં આ વખતે સૌથી મોટું આકર્ષણ ભારતનું પેવેલિયન છે. ભારત તરફથી ટાટા ગ્રુપ, રિલાયન્સ, અદાણી, વેદાંતા, HSBC જેવી અનેક દિગ્ગજ કંપનીઓની સાથે સાથે સેંકડો બિઝનેસ ગ્રુપ પણ હિસ્સો લઈ રહ્યા છે. 

આ વખતે એક્સ્પોમાં સમગ્ર વિશ્વની તમામ દિગ્ગજ કંપનીઓના ઉત્પાદનો ઉપરાંત નવી તકનીક અને ઈનોવેશનનો અદભૂત સંગમ થશે. એક્સ્પોમાં 192 કરતા પણ વધારે દેશ એકઠા થયા છે અને બધાના અલગ પેવેલિયન બનાવવામાં આવ્યા છે. બધા જ દેશોના પેવેલિયન તેમની વધી રહેલી શક્તિ અને ક્ષમતાથી વિશ્વને માહિતગાર કરશે. આ પેવેલિયન 438 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલું છે. તેમાં કુલ 600 બ્લોક બનાવવામાં આવ્યા છે. આ બ્લોક હંમેશા ફરતા રહેશે. આ બ્લોક સતત ફરતાં રહેશે તે એ વાતનો સંકેત છે કે, ભારત નિરંતર આગળ વધી રહ્યું છે. 

પેવેલિયન બનાવવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. એક્સ્પોમાં ભારતીય પેવેલિયન 11 અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેના દ્વારા સ્પેસ ટેક્નોલોજી, રોબોટિક્સ, સાઈબર સિક્યોરિટી, હેલ્થકેર, સ્ટાર્ટઅપ્સ, મેક ઈન ઈન્ડિયામાં રોકાણની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. 

Tags :