Get The App

અમેરિકામાં ટ્રમ્પનું રાજ દુનિયાની દિશા અને દશા બદલશે, ઈમિગ્રેશન-ટેરિફ અંગે મોટા નિર્ણયની તૈયારી

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
અમેરિકામાં ટ્રમ્પનું રાજ દુનિયાની દિશા અને દશા બદલશે, ઈમિગ્રેશન-ટેરિફ અંગે મોટા નિર્ણયની તૈયારી 1 - image


- ઇન્ડોર સમારંભમાં ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખપદે શપથ લીધા, જે ડી વાન્સે ઉપપ્રમુખપદે શપથ લીધા

- અમેરિકાનો સુવર્ણયુગ લાવવાનુ ટ્રમ્પે તેમના સમર્થકોને વચન આપ્યું

- ટ્રમ્પ પહેલા જ દિવસે 100થી વધુ એક્ઝિ. ઓર્ડર પર સહી કરી શકે

- ટ્રમ્પનું મોંઘવારીમાં ઘટાડો કરવાનું અને ફુગાવો અંકુશમાં રાખવાનું વચન

- ટ્રમ્પના આવતા જ  જન્મ થવાથી નાગરિકત્વનો અધિકાર જ ખતમ 

અમેરિકાના ૪૭માં પ્રમુખ પદે રિપબ્લિકન ડોનાલ્ડ જે ટ્રમ્પે શપથ લીધા છે. અમેરિકાની ચૂંટણીમાં પ્રથમ કાર્યકાળ બાદ ચૂંટણી હાર્યા પછી તેઓએ જબરદસ્ત પુનરાગમન કરીને પ્રમુખ બન્યા છે. તેઓ ચાર વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ બન્યા છે. આ તેમની અતિમ ટર્મ હશે. તે અમેરિકાના પ્રભુત્વ, ઇમિગ્રેશન, ટેરિફ અને ઊર્જા જેવા મુદ્દાઓ ઉઠાવીને સત્તા પર પરત ફર્યા છે. 

ટ્રમ્પે ડેમોક્રેટિક કમલા હેરિસને પાંચમી નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં હરાવીને વિજય મેળવ્યો હતો. આ દરમિયાન તેમના પર બે હુમલા પણ થયા હતા. અત્યંત કડવાશપૂર્વક લડાયેલી ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય અમેરિકન રાજકીય ઇતિહાસમાં જબરદસ્ત પુનરાગમન માનવામાં આવે છે. ટ્રમ્પ પૂર્વે જેજી વાન્સે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા હતા. ભારત તરફથી વિદેશ પ્રધાન એસ જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ રાજદૂત તરીકે હાજર રહ્યા છે.

આ સમારંભમાં ટ્રમ્પની પત્ની મેલનિયા, પુત્રી ઇવાન્કા અને તેનો પતિ જેરેડ કુશનર અને અબજપતિ ઇલોન મસ્ક, જેફ બેઝોસ અને ટિમ કૂક હાજર હતા. સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસે ટ્રમ્પ શ્રેણીબદ્ધ ઓર્ડરો પર સહી કરે તેમ માનવામાં આવે છે. તેમા જન્મના આધારે નાગરિકત્વની પ્રક્રિયાનો અંત લાવવાનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પ સત્તા સંભાળ્યાના પહેલા જ દિવસે ૧૦૦થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડરો પર સહી કરી શકે છે. 

ટ્રમ્પ અમેરિકાના સુવર્ણયુગનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની સ્થિતિ હાલમાં છે તેનાથી વધારે ખરાબ નહીં થાય. ટ્રમ્પે બાઇડેન અર્થતંત્રને સંભાળવામાં કેટલી હદ નિષ્ફળ ગયા તે અંગે જણાવ્યું હતું કે હું ગયો ત્યારે ફુગાવો ૦.૧ ટકા હતો અને બાઇડેનના શાસનના બે વર્ષમાં જ તે ૯.૧ ટકાએ પહોંચી ગયો હતો, જો કે પછી તે ઘટીને તે હાલમાં ૨.૯ ટકા એટલે કે ત્રણ ટકાની આસપાસ છે. ભૂતપૂર્વ સરકાર કેલિફોર્નિયાની આગ જેવી સ્થાનિક ઘટનાઓ પર ઝડપથી અંકુશ મેળવી શકતી નથી તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે છાપ છોડી શકે તેવું તેમણે બાઇડેનની હાજરીમાં જણાવ્યું હતું.

ટ્રમ્પ તેમના શાસનના પ્રથમ દિવસે જ ઇમિગ્રેશનને લઈને આકરું વલણ અપનાવશે. દક્ષિણ સરહદે ઇમરજન્સીની જાહેરાત કરીને ત્યાં હોમલેન્ડ સાથે કામ કરવા સુરક્ષા દળોને મોકલી આપશે. ફુગાવો ઘટાડવા અને ભાવ ઘટાડવા વ્યાપક પાયા પરના પગલા લેશે. આ ઉપરાંત નેશનલ એનર્જી ઇમરજન્સીની જાહેરાત કરશે અને ઉર્જા ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટ્રમ્પે આ ઉપરાંત માર્ટિન લ્યુથર કિંગના નિમિત્તના ફેડરલ હોલિડેએ પ્રમુખપદ સંભાળનારા ત્રીજા પ્રમુખ બન્યા છે. આ પહેલા બિલ ક્લિન્ટન અને બરાક ઓબામાએ આ દિવસે શપથ લીધા હતા.  ટ્રમ્પ અમેરિકાના દોષિત ઠરેલા, સજા પામેલા સૌપ્રથમ ક્રિમિનલ પ્રેસિડેન્ટ છે.

કાલે સૂરજ ડૂબે તે પહેલા દેશ પર થતું 'આક્રમણ' થંભી જશે

'ગેરકાયદે આક્રમણો' અને ત્રીજું વિશ્વ-યુદ્ધ નિવારવા પ્રતિબદ્ધ છું : ટ્રમ્પની સ્પષ્ટ વાત

કેપિટોલ-વન એરીયા ઉપરથી ટ્રમ્પે ફરી એકવાર 'મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન'નો નારો જગાવ્યો : જનતાએ ઝીલી લીધો

કેપિટોલ-વન એરીયા ઉપરથી શપથ ગ્રહણ પૂર્વે અમેરિકાના ભાવિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પડકાર સાથે કહી દીધું હતું કે, કાલે સૂરજ ડૂબે તે પહેલા દેશ પર થઈ રહેલું ગેરકાયદે આક્રમણ થંભી જશે.

આ સાથે તેઓએ ટિકટોક તેમજ યુક્રેન યુદ્ધ પણ તેઓના વક્તવ્યમાં આવરી લીધા હતા. ૬ જાન્યુ. ૨૦૨૧ના દિને ગુસ્સે ભરાયેલા જૂથે ધી કેપિટલ હીલ પર કરેલા આક્રમણની યાદ તાજી કરતાં જણાવ્યું હતું કે, તે રમખાણો અંગે જેઓની ઉપર આરોપો મુકાયા છે, તેવા ૧૫૦૦ને તેઓ માફી આપશે. આ વક્તવ્યમાં જયારે તેઓએ ફરી એકવાર મેઇડ અમેરિકા ગ્રેટ અગેઇન (સ્છય્છ)નો નારો જગાવ્યો ત્યારે ઉપસ્થિત સર્વેએ તેઓને હર્ષનાદોથી વધાવી લીધા.

તેઓએ મેક્ષિકો સરહદે થતી ઘૂસણખોરી રોકવા ફરી એકવાર પડકાર સાથે કહ્યું હતું તેમજ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલાઓને સામુહિક રીતે સ્વદેશ પાછા મોકલવા પણ કહ્યું ત્યારે ફરી તેઓને હર્ષનાદોથી વધાવી લેવાયા. કારણ કે આવા ગેરકાયદે ઘૂસણખોરો અમેરિકાના યુવાનોની રોજી છીનવી લે છે.

આ સાથે તેઓએ યુક્રેન યુદ્ધ બંધ કરાવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમજ ટિકટોક વિવાદ ઉકેલવા તથા ઇઝરાયેલ જેમ હવાઈ હુમલા સામે સંપૂર્ણ યોજના ઘડી આયર્ન-ડોમ રચ્યો હતો. તેવો જ આયર્ન-ડોમ રચવાનું પણ આ વક્તવ્યમાં કહ્યું હતું.


Google NewsGoogle News