ટ્રમ્પ, જે.ડી. વાન્સને બદલે નિક્કી હેલીને તેમનાં 'રનિંગ મેઈટ' તરીકે પસંદ કરશે ?

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ, જે.ડી. વાન્સને બદલે નિક્કી હેલીને તેમનાં 'રનિંગ મેઈટ' તરીકે પસંદ કરશે ? 1 - image


- અમેરિકામાં ભારત વંશીયનો વધતો પ્રભાવ

- બિલક્લિન્ટનના ચીફ સ્ટ્રેટેજિસ્ટ પદે રહેલા પૌલ બીગ્લાના મતે બાયડેને કમલા હેરીસને ''સ્પર્ધા'' ઉમેદવાર તરીકે જાહેર કરતાં આ નિર્ણય લેવાયો હશે

વૉશિંગ્ટન : ૨૦૨૪ની અમેરિકા પ્રમુખપદની સ્પર્ધામાં પૂર્વ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ તેઓના રનિંગ-મેઈટ તરીકે અત્યારે જે.ડી. વાન્સને પસંદ કર્યા છે. પરંતુ, હવે તેઓના બદલે ટ્રમ્પ અમેરિકાનાં યુ.એન. ખાતે રાજદૂત પદે રહેલાં નિક્કી હેલીને પસંદ કરશે તેવું અનુમાન થઈ રહ્યું છે.

બિલ ક્લિન્ટનના ચીફ કેમ્પેઈન સ્ટ્રેટેજિસ્ટ પદે રહેલા પૌલ બીગ્લાના મતે પ્રમુખ બાયડેને સ્પર્ધામાંથી ખસી જઈ, તેઓને બદલે કમલા હેરીસને ઉમેદવાર તરીકે જાહેર કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય લીધો હોવાની પણ સંભાવના નકારી શકાય નહીં.

ઓહાયોના સેનેટર જે.ડી. વાન્સ અંગે ઘણો વિવાદ પણ છે. તેમ કહેતાં બીગ્લાએ જણાવ્યું હતું કે એવું પણ લાગે છે કે સ્ટમ્પ ઉપર વાન્સ બહુ સારો દેખાવ કરી શકે તેમ નથી. તેઓ ધજીય્ધ (ઓછી બુદ્ધિના) છે. આ સામે પૌલે તેમ પણ કહ્યું હતું કે હેલી સાથેની મુલાકાત પછી મને લાગ્યું કે તેઓ ટીકેટ મેળવવા (ઉપપ્રમુખપદ માટે ટ્રમ્પની સાથે રહેવા) સખત પ્રયત્નો કરી રહ્યાં છે. હવે જુઓ આ વર્ષના અંત પહેલાં શું થાય છે તે.

આ સાથે તે પણ સત્ય છે કે નિકી હેલીએ પહેલાં તો ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા ઉપાલંબો આપ્યા હતા. તેઓને ઝેરી અને નૈતિક શુદ્ધતા વિનાના પણ કહ્યા હતા. પરંતુ હવે કદાચ તે બધું એક તરફ મુકી દેવાય તો આશ્ચર્ય નથી.

અમેરિકાના રાજકીય પ્રવાહો ઉપર સતત નજર રાખી રહેલાઓ જણાવે છે કે જેને જે કહેવું હોય તે કહે. ચૂંટણી પરિણામો પણ જે આવે પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે અમેરિકામાં મૂળ ભારત વંશીયોનો પ્રભાવ ઘણો જ છે. નહીં તો કમલા હેરીસને બાયડેને પ્રમુખ પદનાં ઉમેદવાર તરીકે સૂચવ્યાં ન હોય કે ટ્રમ્પ નિક્કી હેલીને તેમના રનિંગ-મેઈટ તરીકે જાહેર કરે તેવી હવા પણ ચાલી ન હોય.


Google NewsGoogle News