અમેરિકા યુક્રેનને તેના પરમાણુ શસ્ત્રો પરત આપશે ? જે યુક્રેને 1994માં તેને સોંપી દીધા હતા
- 1994 સુધી યુક્રેન દુનિયાની ત્રીજી પરમાણુ સત્તા હતું તેને સમજાવી તેના એ બોમ્બ અમેરિકાએ પોતાની પાસે રાખ્યા: હવે શું થશે ?
વોશિંગ્ટન : હજી સુધી કોઈનું ધ્યાન જ નહીં ગયું હોય તેવી વાત બહાર આવી છે. સોવિયેત સંઘનું વિઘટન થયા પછી 'અલગ રાષ્ટ્ર' તરીકે બહાર આવેલા યુક્રેને એક સમજૂતી પ્રમાણે પોતાનાં પરમાણુ શસ્ત્રો અમેરિકાને સુપ્રત કર્યાં હતાં જે સાથે તેને ખાતરી અપાઈ હતી કે અમેરિકા, ઈંગ્લેન્ડ અને રશિયા તેનું રક્ષણ કરવા આવી ઉભા રહેશે. આ કરારોના એક ભાગરૂપ રશિયા સામે જ યુક્રેનને યુદ્ધ છેડાઈ રહ્યું છે. યુદ્ધ તીવ્ર અને તીવ્ર થતું જાય છે, તે સંયોગોમાં અમેરિકા યુક્રેનને 'થાપણ' તરીકે તેના રાખેલાં પરમાણુ શસ્ત્રો પાછાં આપશે ? તે પ્રશ્ન ગંભીરતાથી ચર્ચાઈ રહ્યો હોવાથી અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીયાને તો તે વિષે પત્રકાર પરિષદમાં પત્રકારોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે આવી કોઈ યોજના વિચારાઈ રહી નથી.
૧૯૯૧માં સોવિયેત સંઘનું વિઘટન થયા પછી અસ્તિત્વમાં આવેલું અલગ યુક્રેન રાષ્ટ્ર તે સમયે દુનિયાની ત્રીજી પરમાણુ સત્તા માનવામાં આવતું હતું. તેને તેના પરમાણુ અમેરિકાને અનામત તરીકે સોંપી દેવા સમજાવવામાં આવ્યું. તેના બદલામાં તેના સંરક્ષણની જવાબદારી અમેરિકા, ઈંગ્લેન્ડ અને રશિયાએ સંયુક્ત રીતે લીધી હતી.
હવે કોકડું વધુ ત્યાં ગૂંચવાયું છે કે, એક સમયે યુક્રેનની સલામતી અને સંરક્ષણની ખાતરી આપનારા રશિયા સાથે જ યુક્રેનને યુદ્ધ જામી પડયું છે, તેમાં અમેરિકા અને તેના 'નાટો'ના સાથી દેશો યુક્રેનને પૂરી મદદ પણ કરી રહ્યા છે તેવામાં છેલ્લા કેટલાક સમયથી તેવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, અમેરિકા તેને પરમાણુ શસ્ત્રો પાછા પણ આપે, આ અંગે અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિયાને તે પ્રશ્નને પહેલેથી જ ઉડાડી દેતાં કહ્યું હતું કે, આવી કોઈ વાત છે જ નહીં.
નિરીક્ષકો કહે છે કે, જો તેમ થાય તો યુક્રેન યુદ્ધમાં મૂળભૂત પરિવર્તન આવી જાય તેથી એ વધુ વિશ્વ સમક્ષ પરમાણુ યુદ્ધનો ખતરો ઉપસ્થિત થઈ જાય.