ટ્રમ્પની જીત પછી હવે નાગરિકતાના નિયમો બદલાશે ? અમેરિકાના 48 લાખ ભારતીયોમાં ચર્ચાનો વિષય
નવી સરકાર પ્રથમ દિવસે જ એ પ્રસ્તાવ સાઇન કરશે એવો દાવો
૪૮ લાખમાંથી ભારતીય મૂળના ૩૪ ટકા લોકો યુએસમાં જન્મ્યા છે.
US Citizenship Rule : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીત પછી સૌથી સૌથી વધુ ચર્ચા અમેરિકામાં નાગરિકતાને લઇને થવા લાગી છે. શાસન સંભાળ્યા પછી ટ્રમ્પ સરકાર નાગરિકતાને લઇને નિયમોમાં ફેરફાર કરી શકે છે. ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ટ્રમ્પે અમેરિકાની નાગરિકતાને લઇને નિયમો બદલવાની વાત કરી હતી.
ટ્રમ્પ વિનસ અભિયાનની ઓફિશિયલ વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે નવી સરકાર પ્રથમ દિવસે જ એ પ્રસ્તાવ સાઇન કરશે, આ પ્રસ્તાવ પાસ થવાની સાથે જ બાળકોને આપમેળે નાગરિકતા મળશે નહીં. અત્યાર સુધી અમેરિકામાં એવો નિયમ છે કે બાળકનો જન્મ અમેરિકામાં થાય તેને નાગરિકતા મળી જાય છે. મા બાપ કોઇ પણ દેશના હોય તે મહત્વનું નથી.
ટ્રમ્પ સરકાર આ કાયદાને બદલવા ઇચ્છે છે. આ નિયમની અસર ભારતવંશી જે અમેરિકામાં રહે છે તેમના પર પણ પડી શકે છે. ભારતીય મૂળના કુલ 48 લાખ લોકો રહે છે. તેમના બાળકોને સરળતાથી અમેરિકી નાગરિકત્વ મળી જશે એવું માનતા હતા પરંતુ જો ટ્રમ્પ પ્રસ્તાવ પાસ કરશે કે નિયમમાં ફેરફાર કરશે તો બાળકોને નાગરિકતા મળવી મુશ્કેલ બની શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર 2022માં અમેરિકાની વસ્તી ગણતરી થઇ ત્યારે ભારતીય મૂળના 48 લાખ લોકો અમેરિકામાં રહેતા હતા જેમાંથી 34 ટકા અમેરિકામાં જ જન્મ્યા છે એટલે કે 16 લાખ લોકો ભારતીય મૂળના છે જેમાંથી ઘણા ખરા એવા પણ છે જેના માતા પિતા અમેરિકી નાગરિક નથી અને ગ્રીનકાર્ડ પણ ધરાવતા નથી.
જો ટ્રમ્પ દ્વારા નવો નિયમ કે નાગરિકતા નિયમમાં કોઇ બદલાવ લાવવામાં આવશે તો લાખો લોકો અમેરિકાની નાગરિકતા માટે પડકારોનો સામનો કરવો પડશે. આ ઉપરાંત એ1 બી વીઝાને લઇને પણ નિયમ બદલાઇ શકે છે. એ1 બી વીઝા બીજા દેશમાંથી નોકરી કરવા માટે આવતા લોકો માટે હોય છે. અમેરિકામાં વ્યવસાયિક લોકો માટે એ1 વિઝા 3 વર્ષ માટે બહાર પાડવામાં આવે છે ત્યાર પછી તેમાં ફેરફાર કરવામાં આવે છે.