Get The App

પાકિસ્તાનમાં વિપક્ષ ખત્મ કરાશે ? ઈમરાનની પાર્ટી PTI પર પ્રતિબંધ મુકવાની તૈયારી થઈ રહી છે

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં વિપક્ષ ખત્મ કરાશે ? ઈમરાનની પાર્ટી PTI પર પ્રતિબંધ મુકવાની તૈયારી થઈ રહી છે 1 - image


- ઈમરાન ખાન ભારત સાથે સુમેળ રાખવા કહે છે : જે ખટકે છે

- ઈમરાન ખાન ઉપર રમખાણો કરાવવાના, રૂશ્વત લેવાના અને રાષ્ટ્રના વડા તરીકે વિદેશમાંથી મળેલી ભેટો વેચવાના આરોપો મુકવામાં આવ્યા છે

ઇસ્લામાબાદ : અસામાન્ય આર્થિક કટોકટીમાં મુકાઈ ગયેલા પાકિસ્તાનની સરકાર દુ:ખે છે પેટમાં અને કૂટે છે માથું તેવી સ્થિતિમાં છે. તેણે વિપક્ષને ખતમ કરવાનો જ નિર્ણય લીધો છે. તેના મુખ્ય વિપક્ષ ૅઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-તહેરિકે- ઇન્સાફ - પી.ટી.આઈ. ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી શરૂ કરી છે. દેશમાં સૌથી મોટો અને સૌથી બળવાન વિપક્ષ પીટીઆઈ છે. તે ખતમ થાય પછી નાના નાના વિપક્ષો તો પત્તાના મહેલની જેમ તૂટી પડે તેમ છે તે શહબાઝ શરીફ સરકાર બરોબર જાણે છે.

શહબાઝ સરકારે ઈમરાન ખાનને અત્યારે તો જેલમાં પૂરી દીધા છે. તેઓની ઉપર રમખાણો કરાવવાના, રૂશ્વત લેવાના અને રાષ્ટ્રધ્યક્ષ તરીકે વિદેશોની મુલાકાતે ગયા હતા ત્યારે ભેટમાં મળેલી મોંઘી ભેટો, વેચી નાખી તેમાંથી મોટી રકમ ઊભી કરવાના આરોપો છે. હવે તેની પાર્ટીને પ્રતિબંધિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તે પાર્ટી ઉપર જ સૌથી ગંભીર આક્ષેપો તે મુકાયા છે કે, તે પાર્ટી દેશ-વિરોધી ગતિ-વિધિમાં સંડોવાયેલી હોઈ તેની ઉપર આવા પગલા લેવા અનિવાર્ય છે.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતા ઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે, સરકારે તો નિર્ણય લઈ જ લીધો છે કે પાકિસ્તાન-તહેરિક -એ-ઇન્સાફ (પી.ટી.આઈ.) ઉપર પ્રતિબંધ મુકવો જ પડે.

ઈમરાન ખાને ૧૯૯૬માં આ પી.ટી.આઈ.ની રચના કરી હતી. તે પછી ૨૨ વર્ષે એટલે કે ૨૦૧૮માં પાર્ટી સત્તા પર આવી અને ઈમરાન વડાપ્રધાન બન્યા. પરંતુ તેમની વિરૂધ્ધ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ લીગ (એમ) અને આસિફ-અતિ- ઝરદારી પાર્ટી સાથે ગઠબંધન કરી બેનઝીર ભૂટ્ટોની પાર્ટી પીપીપી સાથે ગઠબંધન કરી શહવાઝ શરીફે સત્તા તો પ્રાપ્ત કરી, ઈમરાન ખાનની પાર્ટીને પરાસ્ત પણ કરી તે પછી તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરાઇ હતી. ૯ મે, ૨૦૨૨ - આ સામે ઈમરાન ખાનની પાર્ટીના સભ્યો તેમજ જનસામાન્યએ પણ જબરજસ્ત તોફાનો કર્યાં હતાં. તેમાં ભૂમિદળના રાવલપિંડી સ્થિત મુખ્યાલય ઉપર પણ રમખાણકારો તૂટી પડયા હતા. આ ઘટનાને દેશ-વિરોધની કાર્યવાહી માનવામાં આવી. હવે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે અને પી.ટી.આઈ.ને પ્રતિબંધિત કરવાની માગણી કરશે.

નિરીક્ષકો તેમ પણ કહે છે કે, ઈમરાન ખાન ભારત સાથે સુમેળ કરવા અને વ્યાપાર વધારવા આગ્રહ કરી રહ્યા છે. જે શહબાઝ સરકારને પસંદ નથી. તેથી ઈમરાન પર ગિન્નાઈ છે.

તોશાખાના કેસ પણ ખોટો છે. ઈમરાન ખાને તોશાખાનાની વસ્તુઓ નિયમાનુસાર જ પહેલા પોતે ખરીદી (તોશાખાનામંથી) પછી જરૂર ન લાગે તેવી ચીજો વેચી પણ નાખી હોય તો તેમાં દેશદ્રોહ ક્યાં થયો ? તેમાં દેશ વિરોધી તો કોઇ પ્રવૃત્તિ થઇ જ નથી છતા મારીમચડીને આરોપો ઉભા રહ્યા છે.

કોઈ પણ પાર્ટીના સભ્યો કે ટેકેદારો તેમના નેતાને ખોટા આરોપસર જલ ભેગા કરાય તો રમખાણો થાય જ. તે દેશદ્રોહ કેમ કહેવાય. ભલે લશ્કરી મથક પર હુમલો થયો હોય છતાં તે દેશદ્રોહ નહીં પરંતુ સરકાર સામેનો વિરોધ છે. દુનિયા પાકિસ્તાનનો ખેલ જોઈ રહી છે.


Google NewsGoogle News