શું હવે યુદ્ધનો અંત આવશે? ઈઝરાયલ-હિઝબુલ્લાહની વચ્ચે સહમતિ સધાઈ, PM નેતન્યાહૂ આજે કેબિનેટની બેઠકમાં લેશે નિર્ણય
Image: Facebook
Israel Hezbollah War: ઈઝરાયલી સેનાએ લેબેનોનમાં 'નોર્ધન એરો' ઓપરેશન 1 ઓક્ટોબરે શરૂ કર્યું. આ ઓપરેશન મર્યાદિત લક્ષ્યો પર આધારિત હતું. જેમાં હિઝબુલ્લાહના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું. તેના લગભગ 2 મહિના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સીઝફાયરનો પ્રસ્તાવ મૂક્યો છે. જેની પર ઈઝરાયલ અને હિઝબુલ્લાહ બંનેએ સંમતિ વ્યક્ત કરી છે. ઈઝરાયલી મીડિયાના જણાવ્યા અનુસાર સીઝફાયર એગ્રીમેન્ટને સોમવારે જ તૈયાર કરી દેવાયું છે. તે બાદ આજે થનારી ઈઝરાયલી નેશનલ સિક્યોરિટી કેબિનેટની બેઠકમાં આની પર મોહર લાગી શકે છે. જોકે, ઈઝરાયલી સેનાએ સીઝફાયરથી પહેલા હિઝબુલ્લાહના તમામ મુખ્ય ઠેકાણાને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો.
આ પહેલા ઈઝરાયલી વાયુસેના દ્વારા કરવામાં આવેલી સતત એર સ્ટ્રાઈકે હિઝબુલ્લાહના હથિયારોના ભંડાર અને અન્ય મહત્વપૂર્ણ ઠેકાણાને તબાહ કરી દીધા. ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ આ ઓપરેશનમાં પોતાની તકનીકી ક્ષમતાઓનો ઉપયોગ કર્યો, જેમાં પેજર એટેકે 3,000 થી વધુ હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવ્યા. આ તકનીકે ઈઝરાયલની રણનીતિને ભવિષ્યની સૈન્ય તકનીકનું ઉદાહરણ બનાવી દીધું.
આ પણ વાંચો: ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: સત્તા સંભાળતા જ ભારતના બે દુશ્મન દેશોને સબક શિખવાડવાની જાહેરાત
હિઝબુલ્લાહની પ્રતિક્રિયા
સીઝફાયરની ચર્ચા શરૂ થયા બાદથી હિઝબુલ્લાહે ઈઝરાયલ પર રોકેટ હુમલાની તીવ્રતા ઘટાડી દીધી. સોમવારે માત્ર ડબલ ડિજિટમાં રોકેટ દાગવામાં આવ્યા, જે આ શાંતિ કરારની દિશામાં એક સંકેત માનવામાં આવ્યો.
સીઝફાયર શું હોય છે?
સીઝફાયર જેને હિંદીમાં યુદ્ધવિરામ કહે છે, સશસ્ત્ર સંઘર્ષોને રોકવાનો એક અસ્થાયી કે સ્થાયી કરાર છે. આ તે બે કે વધુ પક્ષોની વચ્ચે હોય છે જે યુદ્ધ કે સૈન્ય સંઘર્ષમાં સામેલ છે.
સીઝફાયરનો મુખ્ય હેતુ
માનવીય રાહત આપવી
સંઘર્ષ વિસ્તારમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને રાહત અને બચાવની તક આપવી.
ચર્ચાનો રસ્તો ખોલવો
શાંતિ કરારની શક્યતાઓ પર વાતચીત કરવી.
આંતરરાષ્ટ્રીય દબાણને સંતુલિત કરવું
સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય શક્તિઓના દબાણમાં સંઘર્ષને રોકવો.