Get The App

હમાસના ખાત્મા બાદ જ જંગ અટકશે, દુનિયાની યુધ્ધ વિરામની અપીલને નેતાન્યાહૂએ ફગાવી દીધી

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
હમાસના ખાત્મા બાદ જ જંગ અટકશે, દુનિયાની યુધ્ધ વિરામની અપીલને નેતાન્યાહૂએ ફગાવી દીધી 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 12 નવેમ્બર 2023

ગાઝામાં યુધ્ધ વિરામ માટેની દુનિયાના ઘણા દેશોની અપીલને ઈઝરાયેલે ફરી ફગાવી દીધી છે.

વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ગાઝામાં હુમલા રોકવાની ઘસીને ના પાડી દીધી છે અને કહ્યુ છે કે, હમાસને ખતમ કર્યા વગર ઈઝરાયેલ આ જંગ નહીં રોકે અને જરુર પડી તો દુનિયા સામે પણ અમે લડવા માટે તૈયાર છે.

ઈઝરાયેલે પશ્ચિમના દેશોના નેતાઓે કહ્યુ છે કે, તમારે અમને સમર્થન આપવુ જોઈએ. કારણકે અમારી જીતનો અર્થ તમારી જીત છે. વડાપ્રધાન નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, અમેરિકાના લોકોએ પણ હમાસના ખાત્માની માંગને સમર્થન આપવુ જોઈએ. કારણકે આ સંગઠન તેમના માટે પણ ખતરો છે. મોટાભાગના અમેરિકનો પણ આ વાતને સમજે છે. કેટલાક દેશોમાં એવા લોકો પણ છે જેઓ યુધ્ધ વિરામની માંગ કરી રહ્યા છે પણ દુનિયાએ હમાસના ખતરાને સમજવાની જરુર છે.

ઉલ્લેખનીય છે કે, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને પણ ઈઝરાયેલને બોમ્બમારો રોકવા માટે અપીલ કરી હતી અને કહ્યુ હતુ કે, બાળકો તેમજ મહિલાઓ પર ઈઝરાયેલ બોમ્બ વર્ષાવી રહ્યુ છે તેનુ કોઈ મહત્વ નથી.

જોકે નેતાન્યાહૂએ તો મેક્રોનના નિવેદનની પણ આકરી ટીકા કરી છે અને યુધ્ધ વિરામ જાહેર નહીં થાય તેવુ સ્પષ્ટપણે કહ્યુ છે.


Google NewsGoogle News