સિનવારનાં મૃત્યુથી ગાઝામાં શાંતિ સ્થપાશે કે પછી યુદ્ધ વધુ તીવ્ર અને વ્યાપક બનશે
- વીરો તો આ રીતે જ શહીદ થાય છે, સિનવાર યુદ્ધ ક્ષેત્રે મૃત્યુ પામ્યો તે અંગે ગાઝા વાસીઓના પ્રબળ પ્રતિભાવો
ગાઝા શહેર : યાહ્યા સિનવાર જે મકાનમાં છુપાયો હતો તે મકાન ઉપરથી ડ્રોન વિમાન પસાર થતાં સિનવારે હાથમાં લાકડી લઇને વિમાનનો જાણે કે સામનો કરવા તૈયાર થયો હતો અને તે વખતે તે ડ્રોનમાંથી છૂટેલાં મિસાઇલે તેનો જીવ લીધો તે પરથી ગાઝા શહેરના વતની કહ્યું હતું કે વીરો તો આ રીતે જ શહીદ થાય છે. અન્યો માટે તેમ જ આગામી પેઢીઓ માટે તેઓ એક આદર્શરૂપ બની રહ્યા છે.
બીજી તરફ સિનવારે શરૂ કરાયેલાં આ યુદ્ધે વરેલી ખાના ખરાબી અને યુદ્ધની અસામાન્ય કિંમત અંગે કેટલાય પેલેસ્ટાઇનીઓ આક્રોશ ઠાલવી રહ્યા છે.
ઓક્ટો. ૭ ૨૦૨૩ના દિવસે હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાનો રચયિતા જ યાહ્યા સિનવાર હતો. તેમાં આશરે ૨૦૦૦ હજ્જાર જેટલા નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયાં હતાં, અને હમાસે ૨૫૦ જેટલાને અપહૃત કરી બંધક બનાવ્યા હતા, તેમાંથી તો આ પ્રચંડ યુદ્ધ ફાટી નીકળ્યું છે તે સર્વવિદિત છે.
યાહ્યા સિનવારનાં મૃત્યુ અંગે હમાસે પ્રસિદ્ધ કરેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે તે એક વીરની જેમ મૃત્યુ પામ્યો, ભાગી જવા નહીં. હાથમાં બંદૂક લઇને કબ્જો જમાવનાર સૈન્યની સામે પહેલી હરોળમાં રહી લડતા રહ્યા.
આ સાથે હમાસે સિનવારનાં મૃત્યુનો બદલો લેવાના સોગંદ લીધા છે તેનાં નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેઓના મૃત્યુથી આ આંદોલન તીવ્ર બનશે. ઇઝરાયલ સાથે શાંતિ સ્થાપવા અંગે પોતાની શરતોમાં હમાસ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. સિનવારનાં મૃત્યુ અંગે ૬૦ વર્ષના એક વૃદ્ધે કહ્યું હતું કે લશ્કરી પોષાકમાં બંદૂક સાથે અને ગ્રેનેડસ સાથે લડી રહ્યા હતા. તેઓ અત્યંત ઘાયલ થયા હતા, લોહી નિતરતા બની રહ્યા હતા. છેવટે એક લાકડી લઇ સામા થયા. મર્દો તો આ રીતે જ શહીદ થાય છે. આદેલ રજબે કહ્યું.
ગાઝા શહેરના એક ટેક્ષી ડ્રાયવર અલિએ કહ્યું તે વિડીયો મેં ૩૦ વખત જોયો છે. ગઇ રાતથી હું તે જોયા જ કરતો હતો. મૃત્યુ પામવાની આથી વધુ સારી રીત ન હોઈ શકે.
વિશ્લેષકો કહે છે : આ બધા ઉદ્ગારો સ્વીકારી લઇએ પરંતુ ૭ ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે ઉત્સવ મનાવી રહેલા યહૂદીઓ ઉપર અણચિંતાનો હુમલો કરી આશરે ૧૨૦૦ના જાન લેવા અંગે તેમ જ ૨૫૦ને અપહૃત કરવા વિષે કોઈ બચાવ થઇ શકે તેમજ નથી. આ હુમલાનો રચયિતા જ યાહ્યા સિનવાર હતો, તે કેમ ભૂલો છો ?