Get The App

VIDEO: PM મોદીના ખભા પર હાથ મૂકી બાઈડેને આપ્યો એવો જવાબ કે બધા હસી પડ્યાં

Updated: Sep 22nd, 2024

GS TEAM


Google News
Google News
QUAD Summit


QUAD Summit in USA: વડાપ્રધાન મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે છે. શનિવારે અમેરિકામાં ક્વાડ સમિટ પણ યોજાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ સમિટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન એક પત્રકારે તેમને પૂછ્યું કે શું નવેમ્બરમાં અમેરિકાની ચૂંટણી પછી પણ ક્વાડ રહેશે? ત્યારે પીએમ મોદીના ખભા પર હાથ મૂકીને બાઈડેને જવાબ આપ્યો કે, 'નવેમ્બર પછી લાંબા સમય સુધી ટકશે.' બસ આટલું સાંભળતાં જ બધા ખડખડાટ હસી પડ્યા હતા. 

પીએમ મોદીના ખભા પર હાથ મૂકી જવાબ આપ્યો 

ક્વાડ સમિટ દરમિયાન ચાર સભ્ય દેશોના નેતાઓ પીએમ મોદી, જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બાનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા એક ગ્રુપ ફોટો માટે પોઝ આપી રહ્યા હતા તે સમયે જ આ ઘટના બની હતી. એક પત્રકારે ત્યારે બાઈડેનને આ સવાલ કર્યો હતો. પત્રકાર સીધી રીતે બાઈડેનને પૂછવા માગતા હતા કે શું અમેરિકામાં તેમની પાર્ટી ચૂંટણી જીતવા જઈ રહી છે કે નહીં? 

આ પણ વાંચો: ગમે તેવો આતંકવાદ ટીકાને પાત્ર, આ દેશ બન્યો ખતરો... ક્વાડ દેશોએ જાહેર કર્યું સંયુક્ત નિવેદન


અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી... 

બાઈડેને ત્યારે વડાપ્રધાન મોદીના ખભા પર હાથ મૂકી કહ્યું હતું કે નવેમ્બર પછી પણ જારી જ રહેશે (Way beyond November). તેમનો જવાબ સાંભળી બધા નેતા હસી પડ્યા હતા. ખરેખર અમેરિકામાં 5 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બાઈડેન આ રેસથી ખસી ગયા બાદથી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ હવે ડેમોક્રેટિક તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મજબૂત ટક્કર પણ આપી રહ્યા છે.

VIDEO: PM મોદીના ખભા પર હાથ મૂકી બાઈડેને આપ્યો એવો જવાબ કે બધા હસી પડ્યાં 2 - image

Tags :