કેનેડાના રાજકારણમાં ભૂકંપ: શું PM પદથી રાજીનામું આપશે ટ્રુડો? જાણો હવે શું છે શક્યતા
Canadian Politics And Justin Trudeau : કેનેડાના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેવામાં લિબરલ પાર્ટી ઓફ કેનેડાના સાંસદોએ આજના (28 ઑક્ટોબર) દિવસ સુધી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પદ છોડવાની સમયમર્યાદા નક્કી કરી હતી. સાંસદોએ કહ્યું હતું કે, ઑક્ટોબર 2025માં થવા જઈ રહેલી ચૂંટણીમાં ટ્રુડોને દૂર રહેવું જોઈએ. જેના કારણે પાર્ટીની કામગીરીમાં સુધારાનો અવકાશ હતો. ગત બુધવારે એટલે કે 23 ઑક્ટોબરે લિબરલ સાંસદો સાથે બંધ રૂટમાં થયેલી બેઠકમાં ટ્રુડોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન લગભગ 20 સાંસદોએ ટ્રુડોને પદ છોડવા અને ચોથો કાર્યકાળ ન લેવાનું આહ્વાન કરવાને લઈને જરૂરી દસ્તાવેજ પર સહી કરી હતી, ત્યારે શું પીએમ પદથી ટ્રુડો રાજીનામું આપશે કે નહીં તેને લઈને અટકળો ચાલી રહી છે.
ટ્રુડો પર પદ છોડવાનું દબાણ શા માટે છે?
ટ્રુડોને રાજીનામું આપવાની તેમની દલીલમાં સાંસદે લખ્યું કે, યુ.એસ.માં ડેમોક્રેટ્સને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બાઈડનને દૂર કરવાથી ફાયદો થયો છે. તેવી જ રીતે, જો ટ્રુડો કેનેડાના વડાપ્રધાનની રેસમાંથી ખસી જાય તો લિબરલ્સને ફાયદો થઈ શકે છે. સંસદસભ્યો દ્વારા હસ્તાક્ષર કરાયેલ પત્ર કૉકસ મીટિંગ દરમિયાન વાંચવામાં આવ્યો હતો, જેમાં ટ્રુડોએ આગામી ચૂંટણીમાં રેસમાંથી અલગ થવા માટે ઘણી દલીલો કરી હતી. અસંતુષ્ટ સાંસદોએ ટ્રુડોને તેમનું ભવિષ્ય નક્કી કરવા માટે આજે એટલે 28 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો.
આ પણ વાંચો : કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ત્રીજા ક્રમે, જાણો પહેલા અને બીજા ક્રમે કઈ?
આ બેઠક દરમિયાન એક સાંસદે ભાવુક થઈને કહ્યું કે, 'તેમના રાજકીય કરિયરમાં ત્રણ બાળકો પર ભાવનાત્મક અસર પડી છે. કેનેડાના લોકો ટ્રુડો વિશે અપશબ્દો કહી રહ્યા છે, જેની અસર તેમના બાળકો પર પડી રહી છે.' ઓંટારિયોના સાંસદ નાથનિયલ એર્સ્કિન-સ્મિતને કહ્યું કે, 'આ એક સ્વસ્થ વાતચીત હતી, પરંતુ તેમણે તર્ક આપ્યું કે, ટ્રુડોને અસંતુષ્ટ સાંસદોના સંદેશને ગંભીરતાથી લેવાની જરૂર છે.' કૉકસ મીટિંગથી બહાર નીકળતી વખતે તેમણે કહ્યું કે, વડાપ્રધાનને તેમના કૉકસ સહયોગીયોની નિરાશાઓ, કેટલાક કિસ્સાઓમાં જેને સાંભળવાની અને આગળ જતા ફેરફારોમાં સમાવિષ્ટ કરવાની જરૂર છે.
ટ્રુડોનું ભવિષ્ય અનિશ્ચિત!
જનતામાં ભારે વિરોદ અને પોતાની પાર્ટીમાં અલગ હોવા છતાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, તેઓ ક્યાંય જતા નથી. બુધવારે બેઠકમાંથી બહાર આવતા તેમણે કહ્યું કે, તેઓ આ પક્ષને આગામી ચૂંટણીમાં લઈ જવા માટે મક્કમ છે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે કેટલાક ફેરફારો જરૂરી છે. ટ્રુડોએ કહ્યું, મારો દ્રષ્ટિકોણ એ છે કે આવનારા મહિનાઓમાં આપણે કેનેડિયનો સાથે જે રીતે જોડાઈશું તેમાં નોંધપાત્ર ફેરફારો કરવાની જરૂર છે. પરંતુ તે ચૂંટણી પ્રચારનો અભિન્ન ભાગ છે.
આ પણ વાંચો : ઈઝરાયલ-અમેરિકાને હચમચાવી દેવાની તૈયારી, ઈરાનનો ખતરનાક પ્લાન, બ્રિટનની એજન્સીઓનો ધડાકો
ટ્રુડો પાસે ક્યો વિકલ્પ રહેશે?
ટ્રુડો પોતાની પદ નહીં છોડે તેવી સંભાવના વર્તાઈ રહી છે. તેવામાં ટ્રુડો પાસે બે વિકલ્પો છે. જેમાં તેઓ જ્યાં સુધી કોઈ નવા નેતા ચૂંટાય આવતા નથી ત્યાં સુધી પદ પર રહી શકે કે અથવા તો તાત્કાલિક રાજીનામું આપી શકે છે. જો ટ્રુડો ચૂંટણી પહેલા પદ છોડી દે છે તો લિબરલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પોતાના આગળના નેતા નક્કી કરવા માટે બોર્ડની બેઠક બોલાવવા માટે 27 દિવસનો સમય રહેશે.
ટ્રુડોના અનુગામી કોણ હોઈ શકે?
સંભવિત ઉમેદવારોમાં નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, ઉદ્યોગ મંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેઈન, વિદેશ મંત્રી મેલાની જોલી, હાઉસિંગ મંત્રી સીન ફ્રેઝર, જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેન્ક અને ટ્રેઝરી બોર્ડના પ્રમુખ અનિતા આનંદનો સમાવેશ થાય છે. બેંક ઓફ કેનેડાના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ને અને ભૂતપૂર્વ બ્રિટિશ કોલમ્બિયા પ્રીમિયર ક્રિસ્ટી ક્લાર્ક બંનેએ પણ સંભવિત રનનો સંકેત આપ્યો છે.