ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું તેડું, શું બેન્જામિન નેતન્યાહુએ હાજર થવું જ પડશે ?
નેતન્યાહુએ ઝાટકણી કાઢીને નિર્ણયને યહૂદી વિરોધી ગણાવ્યો છે.
ન્યાયાલય પાસે વોરન્ટનો અમલ કરાવવા માટે પોલીસ જ નથી
હેગ,૨૨ નવેમ્બર,૨૦૨૪,શુક્રવાર
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી)એ ઇઝરાયેલે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ પર યુધ્ધ અને માનવતાની વિરુધ અપરાધના આરોપો હેઠળ ધરપકડ વૉરન્ટ જાહેર કર્યુ છે. પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલને કોઇ પણ સીનિયર અધિકારી વિરુધ કાર્યવાહી કરી છે. પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટીમાં યુદ્ધ દરમિયાન હિંસા અને નિદોર્ષ લોકોના મુત્યુની કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશની ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ઝાટકણી કાઢીને નિર્ણયને યહૂદી વિરોધી ગણાવ્યો છે.
આ અંગેનો એક વીડિયો સંદેશ બહાર પાડીને 'બીબી' ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના આદેશને આધૂનિક ડ્રેફસ ટ્રાયલ જેવો ગણાવ્યો હતો. જો કે આનો પણ જરુર અંત આવશે. ડ્રેફસ ટ્રાયલ ૧૮૯૪ની એક ફ્રેચ મિલિટરીના યહૂદી સૈન્ય અધિકારી વિરુધ ચલાવવામાં આવ્યોે હતો. એવું માનવામાં આવે છે કે રાજકિય ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હોવાથી તેમને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. યહૂદી સૈન્ય અધિકારી પર ફેંચ મિલિટરીના ગૂપ્ત દસ્તાવેજોને તેમના દ્વારા લીક કરવામાં આવ્યા હતા. ત્યાર પછી નિદોર્ષ જણાતા ફ્રાંસની સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને પણ ફરિયાદીની ટીકા કરીને હમાસ વિરુધની કાર્યવાહીને ઇઝરાયેલનો અધિકાર ગણાવીને સમર્થન કર્યુ હતું.
ત્રણ ન્યાયાધિશોની પીઠે સર્વ સંમતિથી નેતન્યાહુ અને પૂર્વ રક્ષા મંત્રી યોઆવ ગેલેન્ટ પર વિરુધ વોરંટ બહાર પાડવાનો નિર્ણય કરતા વિશ્વ સમુદાયમાં હલચલ મચી ગઇ છે. નિર્ણયમાં સ્પષ્ટ જણાવાયું હતું કે અદાલત માને છે કે બંને વ્યકિતઓએ ઇરાદપૂર્વક ગાજામાં સામાન્ય લોકોને તેમના અસ્તિત્વ અને જીવન જરુરી વસ્તુઓથી વંચિત કર્યા હતા.
જેમાં ભોજન,વીજળી,પાણી,દવા અને સારવારનો સમાવેશ થતો હતો. અદાલતે નેતન્યાહુ જ નહી હમાસના નેતાઓમાંના એક મોહમ્મદ દીફનું પણ એરેસ્ટ વોરન્ટ કાઢયું છે. આઇસીસીમાં દાખલ ફરિયાદમાં હમાસના વરિષ્ઠ નેતાઓ યાહ્વયા સિનવાર અને ઇસ્માઇલ હાનિયા વિરુધ પણ વોરન્ટ જારી કર્યુ હતું પરંતુ ઇઝરાયેલ સાથેના સંઘર્ષમાં બંને માર્યા ગયા છે.
ખરેખર નેતન્યાહુની ધરપકડ થઇ શકે છે ?
નિષ્ણાતોનું માનવું છે કે હેગની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં નેતન્યાહુ હાજર થાય તેવી સંભવના ઓછી છે. જો કે આંતરરાષ્ટ્રીય કોર્ટનું ધરપકડ વોરન્ટ હોવાથી વિદેશ પ્રવાસમાં ડર રહે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટનો સભ્ય દેશ વોરન્ટનો અમલ કરી શકે છે.
ન્યાયાલય પાસે વોરન્ટનો અમલ કરવા માટે પોલીસ ન હોવાથી કાર્યવાહી માટે સદસ્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે. યુક્રેનમાં યુધ્ધ અપરાધો વિરુધ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુધ પણ ગિરફતારી વોરન્ટ છે, પુતિન મોગોલિયા પ્રવાસ ગયા ત્યારે મોગોલિયા આંતરરાષ્ટ્રીય કોર્ટનો સભ્ય દેશ હોવા છતાં એરેસ્ટ કરવાથી દૂર રહયો હતો.