Get The App

ભારતને પણ રાહત નહીં આપે અમેરિકા? ટ્રમ્પે કહ્યું- તમામ દેશો પર બીજી એપ્રિલથી ટેરિફ લાગુ

Updated: Mar 31st, 2025


Google News
Google News
ભારતને પણ રાહત નહીં આપે અમેરિકા? ટ્રમ્પે કહ્યું- તમામ દેશો પર બીજી એપ્રિલથી ટેરિફ લાગુ 1 - image


Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવાનું છે. આ પહેલા તેમણે રવિવારે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કરી દીધું છે કે આ ટેરિફ અમુક દેશો સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ તમામ દેશો પર લાગુ થશે. ટ્રમ્પે આ માટે 2 એપ્રિલ 2025ની તારીખ નક્કી કરી છે અને આને લાગુ કર્યાને 'મુક્તિ દિવસ' ગણાવ્યો છે. પહેલા જ એલ્યુમિનિયમ, સ્ટીલ અને ઓટો મોબાઈલ પર ટેરિફ લગાવી દીધું છે. આ સાથે જ ચીનથી આયાતિત તમામ વસ્તુઓ પર ટેરિફ વધારાયો છે.

જેના વિશે વાત કરી તે તમામ પર ટેરિફ

રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનના વિમાનમાં પત્રકારો સાથે વાત કરતાં રવિવારે કહ્યું કે 'રેસિપ્રોકલ ટેરિફની તમામ દેશોથી શરૂઆત કરીશું. તે તમામ દેશોથી જેના વિશે આપણે સતત વાત કરી રહ્યાં છીએ. ટ્રમ્પે તે દેશો પર પારસ્પરિક ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે જે અમેરિકન નિકાસ પર ચાર્જ લગાવે છે, જેનો હેતુ તે ટેરિફને તે અનુસાર બરાબર કરવાનો છે. ના ઓછો અને ના વધુ.

ફેબ્રુઆરીમાં ટ્રમ્પે આપ્યા હતાં લિસ્ટ તૈયાર કરવાના આદેશ

ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન વેપાર અધિકારીઓને દરેક દેશનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરીને ટેરિફને લઈને એક લિસ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, તાજેતરમાં જ ટ્રમ્પે એવા સંકેત પણ આપ્યા હતા કે તે પોતાની રેસિપ્રોકલ ટેરિફની લિમિટ પર પુનર્વિચાર પણ કરી શકે છે. તેમણે અમુક કન્ડીશન્સમાં અમેરિકા પર અન્ય દેશો દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની તુલનામાં ઓછા દર પર ટેરિફ લાગુ કરવાની શક્યતાના સૂચન પણ આપ્યા છે.

આ પણ વાંચો: ત્રીજી વખત પ્રમુખ બનવા ટ્રમ્પના અભરખા, બંધારણ બદલવા મુદ્દે કહ્યું- હું ગંભીર છું

'10-15 દેશ ટેરિફ લિસ્ટમાં સૌથી આગળ...'

વ્હાઈટ હાઉસના ઈકોનોમિક એડવાઈઝર કેવિન હેસેટે કહ્યું છે કે 'અમેરિકન વહીવટીતંત્રની ટેરિફ સ્ટ્રેટેજી સૌથી મહત્ત્વપૂર્ણ વેપાર અસંતુલન વાળા 10થી 15 દેશોને ટાર્ગેટ કરશે. જોકે, તેમણે એ જણાવ્યું નથી કે ટ્રમ્પ ટેરિફથી કયા દેશને સૌથી વધુ અસર થશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફને ઘરેલુ અર્થ વ્યવસ્થાને બચાવવા અને દેશ માટે વધુ અનુકૂળ વેપાર શરતો પર વાતચીત કરવા માટે એક સાધન તરીકે જોવે છે.

રેસિપ્રોકલ ટેરિફ શું છે?

ગ્લોબલ ટ્રેડ વોરની વચ્ચે એ જાણવું જરૂરી છે કે જે રેસિપ્રોકલ ટેરિફ કે પારસ્પરિક ટેરિફ પર ટ્રમ્પ આટલું જોર આપી રહ્યાં છે. આખરે તે શું છે? ટેરિફ તે ટેક્સને કહેવામાં આવે છે, જે કોઈ દેશ દ્વારા બીજા દેશથી આયાતિત વસ્તુઓ પર લગાવવામાં આવે છે એટલે કે જે દેશ અમેરિકન સામાન પર જેટલું ટેરિફ લગાવશે. અમેરિકા પણ તે દેશના સામાન પર એટલો જ ટેરિફ લગાવશે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચાર દરમિયાન રેસિપ્રોકલ ટેરિફને લઈને કહ્યું હતું, જેવા ને તેવું, એક ટેરિફના બદલે બીજું ટેરિફ, ચોક્કસ એમાઉન્ટ.' 

રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જ્યારે એક દેશ કોઈ અન્ય દેશથી આયાતિત વસ્તુઓ પર ટેરિફ (આયાત શુલ્ક) લગાવે છે, તો બીજો દેશ પણ તે ગુણોત્તરમાં તે દેશના ઉત્પાદનો પર ટેરિફ લગાવી દે છે. તેને સરળ ભાષામાં જેવા ને તેવું નીતિ કહેવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ દેશ અમેરિકન ઉત્પાદનો પર 10 ટકા આયાત શુલ્ક લગાવે છે તો અમેરિકા પણ તે દેશથી આવતા સામાન પર 10 ટકા જ ટેરિફ લગાવશે.

ટેરિફ દ્વારા જ સરકારોની આવકમાં વધારો થાય છે અને આ દ્વારા ડોમેસ્ટિક પ્રોડક્શનને પણ પ્રોત્સાહન આપે છે. રેસિપ્રોકલ ટેરિફ એટલે કે પારસ્પરિક ટેરિફ, વેપારમાં સમાનતાના હેતુથી લાગુ કરવામાં આવે છે પરંતુ તેના નુકસાન પણ થાય છે, જે સીધું ઈકોનોમીને ટાર્ગેટ કરી શકે છે. રેસિપ્રોકલ ટેરિફની અસર આયાતિત સામાનો પર મોંઘવારી તરીકે દેખાય છે અને તેના દાયરામાં આગામી દેશોના આંતરિક વ્યાપારિક સંબંધો પર પણ નજર આવે છે.

Tags :