Get The App

લોસ એન્જલસમાં 12000 ઈમારતો રાખ, મૃત્યુઆંક 16, હવામાન વિભાગની ડરામણી આગાહીથી ટેન્શન!

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
Los Angeles Wild Fire


Los Angeles Wild Fire: લોસ એન્જલ્સના જંગલમાં ગત સપ્તાહે લાગેલી આગ સતત ભયાવહ બની રહી છે. તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી. જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા છે, જ્યારે 12000થી વધુ ઈમારતો બળીને ખાખ થઈ છે. તદુપરાંત 120Kmphની ગતિએ પવન ફૂંકાવાની આગાહીના કારણે આગનો ફેલાવો વધવાની ભીતિ પણ વર્તાઈ રહી છે.

પેલિસેડ્સમાં રહેતાં 100000 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

લોસ એન્જલ્સના ચાર વિસ્તારોમાં આગ ફેલાઈ છે. જેમાં પેસિફિક પેલિસેડ્સ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થઈ છે. અહીં 1000 એકર સુધીનો વિસ્તાર આગની ઝપેટમાં છે. સેકડોં ઘરને નુકસાન થયું છે. ઈટન અને અન્ય વિસ્તાર પણ જંગલના દાવાનળનો ભોગ બન્યા છે. અહીં રહેતાં 1 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.



પેલિસેડ્સના 13 લોકો ગુમ

કેલિફોર્નિયાની ફાયર ઓફિસર ટોડ હોપકિંસ અનુસાર, પેલિસેડ્સની આગ 2200 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. જેમાં 426 ઘર અને 5000થી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થયા છે.પેલિસેડ્સમાં 11 ટકા વિસ્તારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પરંતુ પહાડી વિસ્તાર અને અનિયમિત હવાઓના કારણે ફાયરફાટર્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હજી 13 લોકો ગુમ છે. ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સાંપ્રદાયિક નહીં રાજકીય હતી : યુનુસ સરકાર



166000 લોકોને એલર્ટ રહેવા આદેશ

જંગલની આગ મેંડેવિલે કેનિયન સુધી પહોંચી છે. સેન ફર્નાડો વેલી અને બ્રેટવુડ ટાઉનમાં પણ આગનું જોખમ વધ્યું છે. લોસ એન્જલ્સમાં 1.53 લાખથી વધુ રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવા અને સુરક્ષિત સ્થળે પહોંચવા આદેશ આપયો હતો. આશરે 57 હજાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોખમ તોળાઈ રહ્યું છે. 166000 લોકોને વિસ્તાર ખાલી કરવા માટે એલર્ટ રહેવા પણ નિર્દેશ આપ્યો છે. 7 જાન્યુઆરીએ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલા દાવાનળ હજી સુધી બુઝાયો નથી. આશરે 39000 એકર વિસ્તાર આગની ઝપેટમાં છે. આશરે 135થી 150 અબજ ડોલરનું નુકસાન થયું છે.



પાડોશી રાજ્યો પણ બચાવ કામગીરીમાં જોડાયા

રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડેને ફેમા (ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી)ના માધ્યમથી આગથી પ્રભાવિત પીડિતો માટે સહાયતા જાહેર કરી છે. લોસ એન્જલ્સ સહિત અન્ય પ્રભાવિત વિસ્તારોને પણ આ સ્થિતિથી અવગત કરાયા છે. પાડોશી રાજ્યો સાથે કેનેડા અને મેક્સિકોએ કેલિફોર્નિયાની સહાયતા માટે ફાયર ફાઈટર્સ સહિતની સહાયતા મોકલી છે. ફાયર ડિપાર્ટમેન્ટની એરિયલ ટીમે જંગલોમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા હેલિકોપ્ટર અને એર ફાયરટેન્ડર્સ દ્વારા પણ પાણીનો છંટકાવ થઈ રહ્યો છે. તેમજ અન્ય અગ્નિશામક કેમિકલ પણ છાંટી રહ્યા છે.

લોસ એન્જલસમાં 12000 ઈમારતો રાખ, મૃત્યુઆંક 16, હવામાન વિભાગની ડરામણી આગાહીથી ટેન્શન! 2 - image


Google NewsGoogle News