Get The App

તુર્કીની સેનાએ આખરે શા માટે મેક્સિકોને ગિફ્ટ કર્યો એક ડોગ? જાણો કારણ

Updated: May 4th, 2023


Google NewsGoogle News
તુર્કીની સેનાએ આખરે શા માટે મેક્સિકોને ગિફ્ટ કર્યો એક ડોગ? જાણો કારણ 1 - image


નવી દિલ્હી,તા. 4 મે 2023, ગુરુવાર 

તુર્કીની સેનાએ બુધવારે મેક્સિકન આર્મીને ત્રણ મહિનાનો જર્મન શેફર્ડ શ્વાન ગિફ્ટમાં આપ્યો છે. મેક્સિકન સેનાએ તુર્કી સેના દ્વારા ભેટમાં આપેલા જર્મન શેફર્ડ કૂતરાને પણ આવકાર્યો હતો. 

આ કારણે ગિફ્ટમાં આપ્યો ડોગ?

આ વર્ષે ફેબ્રુઆરીના શરૂઆતના સપ્તાહમાં તુર્કીમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેમાં બચાવમાં શ્વાનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

તુર્કી સેના દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલ ડોગને મેક્સીકન સેનાના પ્રખ્યાત કેનાઈન યુનિટમાં સામેલ કરવામાં આવશે. મેક્સિકોમાં કેનાઇન યુનિટ ભૂકંપ અને અન્ય કુદરતી આફતોથી પ્રભાવિત દેશોને બચાવવા માટે જાય છે. તુર્કીની સેનાએ મેક્સિકોને ભૂકંપમાં બચાવવાના બદલામાં એક ડોગ ગિફ્ટમાં આપ્યો છે. 

જર્મન શેફર્ડ ડોગનું નામ અર્કદાસ 

મેક્સિકન આર્મીએ એક ઓનલાઈન વોટીંગ દ્વારા જર્મન શેફર્ડ ડોગને આર્કાડાસ નામ આપ્યુ છે. અર્કદાસ તુર્કીશ શબ્દ છે, જેનો અર્થ મિત્ર થાય છે. 

જર્મન શેફર્ડ કૂતરાના વાળ મોટા હોય છે અને કાન અને પંજા પણ મોટા હોય છે. મેક્સિકન આર્મીએ કહ્યું કે, આર્કાડાસ ડોગને તે જ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે જેણે પ્રોટીઓની સંભાળ લીધી હતી. તુર્કીમાં ભૂકંપમાં બચાવ કામગીરી દરમિયાન પ્રોટીઓ નામના શ્વાનનું મોત થયું હતું. મેક્સિકોએ આ વર્ષની શરૂઆતમાં એક સૈન્ય લશ્કરી અંતિમ સંસ્કારમાં જર્મન શેફર્ડ પ્રોટીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

આર્કાડાસ મેક્સીકનને બુધવારે મેક્સિકો સિટીના લશ્કરી મથક પર એક ઔપચારિક સમારંભમાં ફોર્સમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યાં બીજા નવા શ્વાન અને અન્ય લોકોએ હાજરી આપી હતી. તે જ સમયે, મેક્સિકોનું રાષ્ટ્રીય ગીત શરૂ થતાંની સાથે જ કૂતરો ભસવા લાગ્યો હતો. આ પ્રસંગે મેક્સીકન સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું હતુ.

તુર્કીની સેનાએ આખરે શા માટે મેક્સિકોને ગિફ્ટ કર્યો એક ડોગ? જાણો કારણ 2 - image

ફેબ્રુઆરી મહિનામાં તુર્કીમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં બચાવ કામગીરી દરમિયાન મેક્સિકોએ કૂતરાઓ પણ તૈનાત કર્યા હતા. આ વિનાશક ભૂકંપથી તુર્કીની દક્ષિણી સરહદ નજીકનો વિશાળ વિસ્તાર હચમચી ગયો હતો. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં ઓછામાં ઓછા 54 હજાર લોકોના મોત થયા છે. તે જ સમયે લાખો લોકો પણ ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.


Google NewsGoogle News