શેખ હસીનાના પિતાએ જેમને રાજદૂત બનાવ્યા, તેમણે જ આશરો આપવાનો કર્યો હતો ઈન્કાર, જાણો આખી ઘટના
ડિફેન્સ કોલોનીમાં એક ઘર રહેવા માટે આપવામાં આવ્યું હતું
શેખ હસીના ૧૯૮૧ સુધી ભારતમાં રહીને જીવન વિતાવ્યું હતું
નવી દિલ્હી,5 જુલાઇ,2024,સોમવાર
બાંગ્લાદેશમાં અનામત આંદોલન પછી ફાટી નિકળેલી હિંસા બે કાબુ બનતા વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામુ આપીને દેશ છોડવાની ફરજ પડી છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટની આવી જ ઘટના 1975માં પોતાના પિતા મુજીબૂર રહેમાન સાથે બની હતી . એ સમયે થયેલા સૈન્ય વિદ્બોહમાં શેખ હસીનાના પિતા, મા અને ત્રણ ભાઇઓ માર્યા ગયા હતા.
શેખ હસીના ભાઈ-બહેનોમાં સૌથી નાના
શેખ હસીના ભાઇ બહેનોમાં સૌથી નાની ઉંમરના હતા. 15 ઓગસ્ટ 1975ના રોજ શેખ મુજીબૂર રહેમાન સહિત પરિવારના તમામની હત્યા થઇ ત્યારે બેગમ હસીના જર્મની હોવાથી બચી ગયા હતા. એ સમયે તેમની ઉંમર 28 વર્ષની હતી. ડૉકટર પતિ વાજેદ અને રેહાના બ્રેસેલ્સમાં બાંગ્લાદેશના રાજદૂત સનાઉલ હક્કના ત્યાં રોકાયેલા હતા. બ્રેસેલ્સથી પેરિસ જવાનો પ્લાન કરી રહયા હતા ત્યારે પિતા મુજીબૂરની હત્યાના સમાચાર મળ્યા હતા.
શેખ હસીનાના પિતાએ જેમને રાજદૂત બનાવ્યા, તેમણે જ આશરો આપવાનો કર્યો હતો ઈન્કાર
બાંગ્લાદેશમાં વિદ્રોહ થવાથી રાજદૂત સનાઉલ હક્ક ડરી ગયા હતા. તેમણે પણ બદલાયેલી રાજકિય સ્થિતિમાં હસીનાને ઘરમાં આશરો આપવાની ના પાડી દીધી. નવાઇની વાત તો એ હતી કે હસીનાના પિતા શેખ મુજીબૂર રહેમાને જ સનાઉલને રાજદૂત પદે નિયૂકત કર્યા હતા. બાંગ્લાદેશના વિદેશમંત્રી રશીદ ચૌધરીએ ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ફોન કર્યો હતો. ઇન્દિરા ગાંધી શેખ હસીના અને પરિવારને રાજકિય શરણ આપવા તૈયાર થયા હતા.
14 ઓગસ્ટ 1975માં એર ઇન્ડિયાના વિમાનમાં શેખ હસીના દિલ્હીના પાલમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને રો ના એક સેફ હાઉસમાં લઇ જવામાં આવ્યા હતા. ડિફેન્સ કોલોનીમાં એક ઘર રહેવા માટે આપવામાં આવ્યું હતું. શેખ હસીના 1981 સુધી ભારતમાં રહીને જીવન વિતાવ્યું હતું. ત્યાર બાદ પિતાની રાજકિય વિરાસત સંભાળવા માટે બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યો હતો. વિધિની વક્રતાએ છે કે શેખ હસીનાએ 50 વર્ષ પછી ફરી બાંગ્લાદેશ છોડીને વિદેશમાં શરણ લેવાની ફરજ પડી છે.