ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ ઉન જોંગની બહેન પણ છે ખતરનાક, શાસન સંભાળવામાં પણ સક્ષમ

હાલમાં જ ધ સિસ્ટર નામક એક બુક આવી છે. જે મુજબ કેવી રીતે ઉતર કોરિયાના શાસક કિમ ઉન જોંગની નાની બહેન દુનિયાની સૌથી ખતરનાક મહિલા બની

બુકમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તે એટલી નિષ્ઠુર અને ચપળ છે કે ઇતિહાસની સૌથી ખતરનાક મહિલા કહેવામાં આવે તો પણ ખોટું નથી

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ ઉન જોંગની બહેન પણ છે ખતરનાક, શાસન સંભાળવામાં પણ સક્ષમ 1 - image


Dengerious women in the world: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની પુત્રીની પ્રથમ તસવીર 90ના દાયકાની શરૂઆતમાં જોવા મળી હતી. ત્યારે તે પોતાની નાની પુત્રી કિમ યો જોંગ સાથે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલના પ્રક્ષેપણ સમયે હાજર હતા, ત્યારે તે 10 વર્ષની દેખાતી હતી. હવે ઉત્તર કોરિયામાં રહેતી અને અમેરિકામાં રહેતી લેખિકા સુંગ યુન લીએ એક બુકમાં જણાવ્યું છે કે કેવી રીતે તે હાલમાં વિશ્વની સૌથી ખતરનાક મહિલા બની ગઈ છે.

કિમ યો જોંગને માનવામાં આવે છે ખુબ શક્તિશાળી 

આ બુકનું નામ છે સિસ્ટર નોર્થ કોરિયાઝ કિમ યો જોંગ, ધ મોસ્ટ ડેન્જરસ વુમન. એવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે કે જે રીતે ઉત્તર કોરિયાના શાસક કિમ ઉન જોંગનો મોટાપો વધતો જાય છે અને તેમના સ્વાસ્થ્ય પર અસર પડે છે એવામાં શાસનની જવાબદારી તેમની બહેન કિમ યો જોંગ  માથે આવી શકે છે. તે કિમ ઉન જોંગની એકમાત્ર નાની બહેન છે અને જે ઉત્તર કોરિયાઈ શાસનમાં ખુબ શક્તિશાળી માનવામાં આવે છે. 

ઉત્તર કોરિયાનું શાસન સંભાળવા સક્ષમ 

તે સતત કિમ ઉન જોંગ સાથે રહે છે. તાજેતરમાં જ તે ભાઈ કિમ જોંગ સાથે રશિયા પણ ગઈ હતી, જ્યાં તેણે રશિયા સાથે કરાર કરવામાં તેના ભાઈને મદદ કરી હતી. પુસ્તકના લેખક અને વુડ્રો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્કોલર્સના સાથી સુંગ-યુન લીએ બુકમાં લખ્યું છે કે જો કોઈ કારણસર ઉત્તર કોરિયાના શાસકની ગાદી ખાલી થઈ જાય તો તે એટલી મજબૂત બની ગઈ છે કે તેઓ તરત જ આ પદ સંભાળશે.

જાણે છે કિમ ઉન જોંગના દરેક રાઝ 

બુક અનુસાર તેણી તેના ભાઈના દરેક રહસ્યો જાણે છે અને તેના સગાની હત્યામાં તેના ભાઈની સાથે નિર્દયતાથી ઉભી છે. બીજી સૌથી મોટી બાબત એ છે કે હાલમાં તે ભાઈની સહયોગી, વિશ્વાસુ, મુખ્ય વિદેશ નીતિ સલાહકાર અને સિસ્ટમ પર મજબૂત પકડ ધરાવતી મહિલા છે.

ત્રણ પેઢીઓથી ઉત્તર કોરિયા પર કિમ વંશનું શાસન 

ઉત્તર કોરિયામાં વિશ્વસનીય માહિતી મેળવવી લગભગ અશક્ય છે, પરંતુ આ પુસ્તક શાસક ભાઈ અને બહેન વિશે ઘણી સારી રીતે રીસર્ચ કરીને માહિતી આપી છે. કિમ વંશ પર જેની ત્રણ પેઢીઓ બીજા વિશ્વયુદ્ધ અને કોરિયાના વિભાજન બાદ ઉત્તર કોરિયા પર સરમુખત્યારની જેમ શાસન કરી રહી છે. વર્ષ 2020માં સમાચાર આવ્યા કે કિમ જોંગ ઉને તેની બહેનને મોટી જવાબદારીઓ સોંપી છે અને હવે તે 'રાષ્ટ્રની તમામ બાબતોનું ધ્યાન રાખી રહી છે.

તેણીએ ઓલિમ્પિકમાં પણ લીધો છે ભાગ 

કિમ યો જોંગએ દક્ષિણ કોરિયાના વુમન્સ આઇસ હોકીમાં ગંગનેંગમાં 2018 વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ત્યારપછી જ્યારે દક્ષિણ કોરિયા સાથે તેણે મૈત્રીપૂર્ણ વર્તનનું કર્યું ત્યારે લોકોને તેના પર ગર્વ થયો હતો. પછી તેણીની પ્રશંસા કરવામાં આવી જાણે તે કોઈ શાહી રાજકુમારી હોય. પરંતુ જ્યારથી તેમના ભાઈએ સત્તા સંભાળી છે ત્યારથી તેમની શક્તિમાં ધીમે ધીમે વધારો થયો છે.

પરિવાર તરફથી વારસામાં જ મળી છે ક્રુરતા 

આ બુક કિમ કેટલી હદ સુધી ક્રૂર છે અને કોઈપણ ક્રૂર નિર્ણય લેવામાં બિલકુલ પણ સમય બગડતી નથી તેનો ઉલ્લેખ છે. તેની પર્સનલ લાઈફ બાબતે કંઈપણ ક્યાંય જોવા મળતું નથી. તે કેટલી હત્યાઓમાં સામેલ છે તે પણ જાણી શકાયું નથી. 

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ ઉન જોંગની બહેન પણ છે ખતરનાક, શાસન સંભાળવામાં પણ સક્ષમ 2 - image


Google NewsGoogle News