નવ જ મહિનામાં એવું તો શું થયું કે 'ઈન્ડિયા આઉટ'થી 'વેલકમ ઈન્ડિયા' કહેવા લાગ્યું માલદીવ્સ
India Maldives Relation : વિદેશ મંત્રી એસ જયશંકર 9 થી 11 ઓગસ્ટ સુધી પાડોશી ટાપુ દેશ માલદીવની સત્તાવાર મુલાકાતે હતા. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ પદ સંભાળ્યા બાદ નવી દિલ્હીની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત હતી. મુઇઝુને ચીન સમર્થક નેતા માનવામાં આવે છે. તેમણે પદ સંભાળ્યા બાદ ભારત વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 'વિદેશ મંત્રી એસ. જયશંકરની માલે યાત્રા દ્વિપક્ષીય સંબંધો 'માઇલસ્ટોન' જેવા છે. માલેનું આ બદલાયેલું વલણ મોટા પાયે તેના કટ્ટરપંથી "ઈન્ડિયા આઉટ" અભિયાનથી તદ્દન વિપરીત છે. આમ ગત વર્ષે ઈન્ડિયા આઉટનો નારો આપનાર માલદીવે હવે આ વલણ સામે યુ-ટર્ન લીધું છે. બીજી તરફ, હવે ભારત સાથેની મિત્રતા અને મજબૂત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની ઈચ્છા વ્યક્ત રાખે છે.
માલદીવ હિંદ મહાસાગરની શાંતિ અને સ્થિરતા જાળવી રાખશે
મુઇઝુએ પણ જયશંકરની યાત્રા દરમિયાન એક સમારોહમાં કહ્યું હતું કે, 'ભારત હંમેશા અમારા નજીકના સહયોગી અને અમૂલ્ય મિત્રમાંથી એક છે. જ્યારે પણ અમને જરૂર પડે છે ત્યારે ભારત અમને મદદરૂપ થાય છે. આગામી વર્ષોમાં બંને દેશ પોતાના ઐતિહાસિક સંબંધો ઊંચાઈઓ પર પહોંચશે. માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોને હટાવવા એ મતદારો દ્વારા સમર્થિત અભિયાન એ જાહેરાતનો એક ભાગ હતો.' આ સાથે તેમને આશ્વાસન આપ્યું હતું કે, 'માલદીવ હિંદ મહાસાગરની શાંતિ અને સ્થિરતા જાળવી રાખશે.'
આ પણ વાંચો : PM મોદીએ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા
નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતાં રાજકિય વિવાદ વિકર્યો
મળતી માહિતી પ્રમાણે, 'ચીન પ્રત્યે ઝુકાવ રાખનાર મુઇઝુનું આ બદલતું રૂપ સામે આવ્યું છે, ત્યારે લેવામાં આવેલા યુ-ટર્ન પાછળ 9 મહિનાનો ઘટનાક્રમ અને પરિસ્થિતિઓ જવાબદાર છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના ત્રણ ઉપમંત્રીઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પછી રાજકિય વિવાદ વિકરતા ભારતીય પ્રવાસીઓએ માલદીવનો બહિષ્કાર કર્યો હતો. જાન્યુઆરીમાં થયેલી આ ઘટના પછી પ્રખ્યાત હસ્તિઓ સહિત બોલીવૂડ એક્ટરઓએ પણ માલદીવ વિરુદ્ધમાં બોયકોટનું અભિયાન ચલાવ્યું હતું.'
માલદીવમાં ભારતીયો પ્રવાસે ન જતાં આશરે 1258 કરોડનું નુકસાન
જેના કારણે ગત વર્ષે 128756 પ્રવાસીઓની તુલનાએ આ વર્ષે 12 ઓગસ્ટ સુધી ભારતમાંથી માત્ર 74985 પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા. એટલે કે 53771 ઓછા પ્રવાસીઓ આવ્યા હતા અને મોટાભાગના પ્રવાસીઓ જાન્યુઆરી 2024 પહેલા જ ગયા છે. ભારતમાંથી પ્રવાસીઓમાં ભારે ઘટાડાથી માલદીવને આશરે રૂ. 1258 કરોડનું ($150 મિલિયન) નુકસાન પહોંચ્યું હતું.
આ પણ વાંચો : જાણો, થાઇલેન્ડમાં ૩૮ વર્ષની ઉંમરે વડાપ્રધાન બનનારી મહિલા કોણ છે ?
'વેલકમ ઈન્ડિયા' નામના રોડ શૉનું આયોજન કરાયેલું
જેના કારણે ગત વર્ષે માલદીવમાં 'ઈન્ડિયા આઉટ'ના નારા લગાવવામાં આવ્યાં હતા, ત્યારે હવે નવ મહિના પછી 'વેલકમ ઈન્ડિયા'ના નારા લાગવવામાં આવ્યાં છે. આ મહિનાની શરૂઆતમાં માલદીવના પયર્ટક મંત્રીએ નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં 'વેલકમ ઈન્ડિયા' નામના રોડ શૉના આયોજન દરમિયાન એક પ્રતિનિધિમંડળનું નેતૃત્ત્વ કરવામાં આવ્યું હતું. આ રોડ શૉનો મુખ્ય ઉદ્દેશ વેકેશન દરમિયાન ભારતીયોને માલદીવના દરિયા કિનારા પર ફરવા માટે પાછા લાવવાનો હતો.