Get The App

ટ્રમ્પની જીત બાદ ખાલિસ્તાન સમર્થક નેતાઓની હવા નીકળી, લોકોને અપીલ કરી રહ્યા છે કેનેડાના સાંસદ

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પની જીત બાદ ખાલિસ્તાન સમર્થક નેતાઓની હવા નીકળી, લોકોને અપીલ કરી રહ્યા છે કેનેડાના સાંસદ 1 - image


Khalistan Supporters Worried after Trump's victory :  અમેરિકા પ્રમુખપદની ચૂંટણી 2024 માં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર કેનેડામાં વિવિધ નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. ખાલિસ્તાન સમર્થક ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીતે આ પ્રસંગે એકતાની અપીલ કરતાં કહ્યું કે "દેશ સર્વોપરી છે." જગમીત સિંહના નિવેદન પરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી કેનેડામાં ખાલિસ્તાન સમર્થક જૂથ ચિંતિત જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : સુપરપાવરની લિસ્ટમાં હોવું જોઈએ ભારતનું નામ: પુતિને કર્યા વખાણ, હથિયારો મુદ્દે પણ આપ્યું મોટું નિવેદન

હવે આપણે સૌએ એકજૂટ થઈને રહેવાનો સમય છે : જગમીત સિંહ

જગમીત સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, અમેરિકાના ચૂંટણી પરિણામો ભલે ગમે તે આવ્યા હોય, અમને આશા, ભય અને વિભાજનથી સારુ લાગે છે. અમે આવનારા સમયમાં પણ કેનેડા માટે ઊભા રહેવા માટે તૈયાર રહીશું. આ અમારા દેશની અર્થવ્યવસ્થા, નોકરીઓ, સરહદ, પર્યાવરણ અને લોકો માટે મજબૂતીથી ઊભા રહેવાનો સમય છે. અમારે અમારા વેપારના અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે. હવે આપણે એકજૂટ બની રહેવાનો સમય છે. દેશ પહેલા આવે છે. ટ્રમ્પના પરત આવ્યા બાદ ખાલિસ્તાની મુદ્દે કેનેડા અને અમેરિકાના વલણમાં બદલાવ આવવાની આશા છે.

કેનેડા અને અમેરિકાની મિત્રતા વિશ્વ માટે એક મિસાલ : ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ આ અગાઉ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા અને બંને દેશો વચ્ચેના સંબંધોને ખાસ ગણાવ્યા હતા. ટ્રુડોએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, "ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન. કેનેડા અને અમેરિકાની મિત્રતા વિશ્વ માટે એક મિસાલ તરીકે રહ્યા છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને બંને દેશો માટે વધુ તકો, સમૃદ્ધિ અને સુરક્ષા પહોંચાડવા સાથે મળીને કામ કરીશું.

આ પણ વાંચો : 'આઠ વર્ષ બાદ પણ રોકડનું સર્ક્યુલેશન ઘટ્યુ નહીં...', રાહુલ ગાંધીએ નોટબંધી પર ફરી સરકારને બાનમાં લીધી

દુનિયાનું ધ્યાન અમેરિકા-કેનેડા સંબંધો પર 

ખાલિસ્તાની આંદોલન અને તાજેતરમાં કેનેડામાં હિંદુઓ પર થયેલા હુમલાને પગલે જગમીત સિંહની પ્રતિક્રિયા અને ટ્રુડોના અભિનંદન ચર્ચાનો વિષય બન્યો છે. હવે દુનિયાનું ધ્યાન અમેરિકા-કેનેડા સંબંધો પર છે. કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને આ ઘટનાક્રમ પર ટિપ્પણી કરતા કહ્યું, “જસ્ટિન ટ્રુડો અને જગમીત સિંહનું ભારત વિરુદ્ધ અભિયાન હવે સમાપ્ત થઈ ગયું છે. 20 જાન્યુઆરી સુધી કેટલીક વધુ બાલિશ ટિપ્પણીઓ જોવા મળી શકે છે, પરંતુ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી ખાલિસ્તાની મુદ્દો વેપાર માટે નુકસાનકારક સાબિત થશે અને તેનો અંત આવશે."


Google NewsGoogle News