પાકિસ્તાનનો આ ભારેખમ એશિયાઇ હાથી કેમ ચર્ચામાં આવ્યો છે ?
ઇસ્લામાબાદના ઝુમાંથી છોડાવીને હાથીને કંબોડિયા મોકલવામાં આવશે
1990માં શ્રીલંકાએ ભેટ આપેલા 28 વર્ષથી બાંધી રાખવામાં આવ્યો હતો.
ન્યૂયોર્ક,5, સપ્ટેમ્બર,2020,શનિવાર
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ આમ તો હાઇટેક અને આધૂનિક હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તેના પ્રાણી સંગ્રહાલયની એવી દુર્દશા છે કે પ્રાણીઓને બહાર કાઢીને વિદેશ મોકલવામાં આવી રહયા છે. તેમાં 35 વર્ષનો કાવન નામનો એશિયન હાથી પણ છે. આ હાથી હવે ઇસ્લામાબાદનું પ્રાણી સંગ્રહાલય છોડીને કંબોડિયા નિવાસ કરે તેની તૈયારીઓ શરુ થઇ ગઇ છે.
આ હાથી રોજ 200 કિલો શેરડી ખાય છે તેના મગજને કોઇ કસરત કરાવવામાં આવી ન હોવાથી કલાકો સુધી પોતાના માથા અને સુંઢને આમ તેમ હલાવ્યા સિવાય કશું જ કરતો નથી. આ હાથી દેખરેખ અને કાળજી વગર બોર થઇ ગયો છે તેનામાં શકિત ઘણી છે પરંતુ કેળવ્યો ન હોવાથી માણસ નજીક આવે તે ગમતું નથી. આથી ડોકટરોને તેની સારવાર અને તપાસમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. થોડાક વર્ષ પહેલા જ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન કેલિફોર્નિયાના મહિલા વેટરનરી ડોકટરે ઇસ્લામાબાદના ઝુની પોલ ખોલી હતી. આ પ્રાણીઓની જોઇએ તેટલી સારી દેખભાળ કરવામાં આવતી નથી. બે સિહ અને બે ઓસ્ટ્રિચ પુન સ્થાપિત કરવાના પ્રયાસના થોડાક દિવસ પહેલા જ મરી ગયા હતા.
આ કાવન હાથીને ઇસ 1985માં શ્રીલંકાએ પાકિસ્તાનને ભેટમાં આપ્યો હતો પરંતુ પાકિસ્તાન ભેટમાં મળેલા હાથીને પણ સાચવી શકયુ નહી. 28 વર્ષથી હાથીને સાંકળથી બાંધી રાખવામાં આવતો હતો તેને ખોરાક આપવાને બાદ કરતા બીજી કશીક કાળજી રખાતી ન હતી. વેટરનરી મહિલા ડોકટરે ઇન્ટરનેટ પર એક પહેલ કરી જેના પર અમેરિકી પોપ આઇકોન નું ધ્યાન પડયું હતું.
છેવટે સ્થાનિક સ્તરે પણ ઝુના પ્રાણીઓની ભૂંડી દશાનો વિરોધ થવા લાગ્યો હતો. વાત કોર્ટ સુધી પહોચતા પ્રાણી સંગ્રહાલયના જાનવરોની સ્થિતિ એટલી ખરાબ હતી કે કોર્ટના એક જજે તમામ પ્રાણીઓને બીજા કોઇ સ્થળે લઇ જવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ પછી ઓસ્ટ્રિયાના પશુ કલ્યાણ ગ્રુપ પ પોઝ ઇન્ટરનેશનલે બે રીંછ અને ત્રણ વરુ મોકલવા માટે પસંદ કરવામાં આવ્યું હતું.
હાથી કાવનને હવે કંબોડિયાના એક વન્ય જીવ અભ્યારણ સુધી મોકલવા માટે એક મોટી સી ક્રેટ તૈયાર કરવી પડશે અને હાથીને તેમાં રહેવાની જ ટેવ પડે તે પણ જરુરી છે. આ વિશાળ કદના હાથીને એંટોનોવ એએન225 કાર્ગો વિમાન દ્વારા પણ લઇ જવામાં આવે એ પણ શકય છે પરંતુ કાવનને પાકિસ્તાનથી છોડાવ્યા પહેલા નિષ્ણાતો તેની તપાસ કરીને આરોગ્ય અંગે જાણવા માંગે છે.
1990માં કાવનની શ્રીલંકાથી જ તેની પાર્ટનર લાવવામાં આવી હતી જેનું 2012માં ગ્રેગરિન થવાથી મુત્યુ થયું હતું. કાવનને કબોડિયા પહોંચાડ્યા પછી કોઇ નવો પાર્ટનર મળે તેવી શકયતા છે. કોર્ટના આદેશ મુજબ તો માત્ર 30 દિવસમાં કાવનને બહાર કાઢવાનો હતો પરંતુ તૈયારીઓ જોતા વાર લાગે તેમ છે આથી તેની સમય મર્યાદા વધારવામાં આવી છે.