ટ્રમ્પની જીત બાદ અમેરિકામાં ગર્ભનિરોધક દવા માટે પડાપડી: વેચાણમાં 1000 ટકાનો વધારો, સ્ટોક ખતમ
Donald Trump Victory Effect In USA: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી મહિલાઓ તેનો વિરોધ કરી રહી છે. ઘણી મહિલાઓએ ટ્રમ્પને વોટ આપનારા લોકો સાથે સંબંધ બાંધવાની ના પાડી રહી છે. જ્યારે બીજી તરફ ગર્ભનિરોધક દવાઓ ખરીદવા મહિલાઓમાં ભીડ ઉમટી રહી છે. આ દવાઓનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં આ દવાઓના વેચાણમાં લગભગ એક હજાર ટકાનો વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ગર્ભપાતની વિરોધમાં અવારનવાર નિવેદનો આપી ચૂક્યા છે. અને રાષ્ટ્રપતિ બનતાં જ આ ક્ષેત્રે વધુ પ્રતિબંધો લાદે તે પહેલાં મહિલાઓ ગર્ભપાતની દવાઓનો સ્ટોક કરતી જોવા મળી છે.
મહિલાઓ આઈયુડી પણ બદલાવશે
મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પની જીત બાદ કેટલીક મહિલાઓએ તેમના IUD બદલવા અંગે ડોક્ટર્સનો સંપર્ક કર્યો છે. આ સિવાય ત્રણ મહિલાઓએ ગર્ભનિરોધકનું ઓપરેશન કરાવવાની પણ કવાયત હાથ ધરી છે. આ મહિલાઓએ કહ્યું હતું કે, તેઓ ચૂંટણીના કારણે આવું કરી રહ્યા છે. સમગ્ર અમેરિકામાં ગર્ભનિરોધક અને કાયમી નસબંધી માટેના પગલાં વધી રહ્યા છે. આ દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓનું કહેવું છે કે ચૂંટણી પૂરી થયાના થોડા કલાકોમાં જ આ ગર્ભનિરોધક દવાઓના સપ્લાયમાં 966 ટકાનો વધારો જોવા મળ્યો છે.
અમેરિકામાં ગર્ભનિરોધક અંગે શું છે કાયદો?
બે વર્ષ પહેલા સુધી અમેરિકામાં ગર્ભપાતને લઈને આવા જ કાયદા હતા. અહીં ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો હતો. 1973માં, યુએસ સુપ્રીમ કોર્ટે રો વિરુદ્ધ વેડ કેસમાં મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપ્યો હતો. જો કે, મહિલાઓ 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે. જૂન 2022માં, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે કહ્યું કે રાજ્યો પોતાની સમજણ અને જરૂરિયાત મુજબ ગર્ભપાત પર કાયદો બનાવી શકે છે.
આ પણ વાંચોઃ VIDEO: ચૂંટણી સભા કરી રહ્યા હતા ઓવૈસી, પોલીસે સ્ટેજ પર જ ફટકારી ભડકાઉ ભાષણની નોટિસ
જુદા-જુદા રાજ્યોમાં જુદા-જુદા કાયદા
અમેરિકાના વિવિધ રાજ્યોમાં ગર્ભપાતને લગતાં અલગ અલગ કાયદા છે. કેટલાક રાજ્યોમાં, ગર્ભપાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે, જ્યારે અન્યમાં તે કાયદેસર માનવામાં આવે છે. અમેરિકામાં કુલ 50 રાજ્યો છે. તેમાંના કેટલાક રાજ્યો એવા છે જ્યાં ગર્ભપાતની મંજૂરી નથી. યુએસમાં, અલાબામા, અરકાનસાસ, લ્યુઇસિયાના, મિસિસિપી, નોર્થ ડાકોટા, સાઉથ ડાકોટા, ઓક્લાહોમા, ટેનેસી, ઇડાહો, ઇન્ડિયાના, કેન્ટુકી, મિઝોરી, ટેક્સાસ અને વેસ્ટ વર્જિનિયા એવા રાજ્યોમાં કોઈ પણ સંજોગોમાં ગર્ભપાત થઈ શકતો નથી. બળાત્કાર પીડિતાઓને પણ ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં 22 રાજ્યો એવા છે જ્યાં ગર્ભપાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અથવા તો આંશિક રીતે પ્રતિબંધિત છે.
આ રાજ્યોમાં ગર્ભપાતને મંજૂરી
અમેરિકામાં આઠ રાજ્યોમાં ગર્ભપાતને મંજૂરી છે. જ્યોર્જિયા, આયોવા, સાઉથ કેરોલિના, અને ફ્લોરિજામાં 6 સપ્તાહ સુધી ગર્ભપાતની મંજૂરી છે. નેબ્રાસ્કા અને નોર્થ કેરોલિનામાં 12 સપ્તાહમાં ગર્ભપાત કરાવી શકો છો. જ્યારે એરિજોનામાં 15 સપ્તાહ સુધી ગર્ભપાત કરાવવા મંજૂરી આપવામાં આવી છે. યુટા રાજ્યની મહિલાઓ 18 સપ્તાહ સુધી ગર્ભપાત કરાવી શકે છે.