દુનિયાનું પ્રથમ સ્પેસ લોન્ચિંગ સેન્ટર ધૂળ ખાઇ રહ્યું છે, આ કારણે ટપોટપ મૃત્યુ થતાં બંધ કરવામાં આવ્યું

વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક અહીં તૈયાર થયો હતો

સોવિયત સંઘ- રશિયાની આન બાન અને શાન ગણાતું હતું

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
દુનિયાનું પ્રથમ સ્પેસ લોન્ચિંગ સેન્ટર ધૂળ ખાઇ રહ્યું છે, આ કારણે ટપોટપ મૃત્યુ થતાં બંધ કરવામાં આવ્યું 1 - image


World's first space launching center :  અમેરિકા અને સોવિયત સંઘ (રશિયા) વચ્ચેના શીતયુધ્ધ દરમિયાન સ્પેસ સંશોધનોનો પણ પાયો નખાયો હતો. બંને મહાસત્તાઓ સ્પેસ સંશોધનમાં ગળાકાપ હરિફાઇ હતી ત્યારે અમેરિકાના ૩ અવકાશયાત્રીઓ ૧૯૬૯માં ચંદ્રની સફરે પહોંચ્યા હતા. એક સમયે સ્પેસ સંશોધનોમાં સોવિયત સંઘે સ્પેસ કઝાકિસ્તાનની ભૂમી પર પ્રથમ સ્પેસ લોન્ચિંગ સેન્ટર સ્થાપ્યું હતું. આ એ જ સ્પેસ સેન્ટર હતું જયાં પૃથ્વી પરનો પ્રથમ ઉપગ્રહ લોંચ કરવામાં આવ્યો હતો. જે સ્પેસ સેન્ટર પર મીટ દુનિયા આખીની નજર મંડાયેલી રહેતી તેનું નામ બેકોનૂર કૉસ્મોડ્રોમ સ્પેસપોર્ટ છે. કઝાકિસ્તાન સોવિયત યુનિયનનો ભાગ હતું આજે સ્વતંત્ર દેશ છે.

દુનિયાનું પ્રથમ સ્પેસ લોન્ચિંગ સેન્ટર ધૂળ ખાઇ રહ્યું છે, આ કારણે ટપોટપ મૃત્યુ થતાં બંધ કરવામાં આવ્યું 2 - image

ભવ્ય ભૂતકાળ ધરાવતા સ્પેસ સેન્ટરની આસપાસ ભયંકર ગરમી પડે છે.  ૧૧ જૂનના રોજ ૨૫ વર્ષનો યુવાન સ્પેસ સેન્ટરની મુુલાકાતે આવ્યો ત્યારે ગરમીથી મોત થયું હતું. આ મોતની ઘટનાના કારણે સ્પેસ સેન્ટર ફરી ચર્ચામાં આવ્યું છે. મૃતક સાથે સ્પેસ લોન્ચિગ સેન્ટરની મુલાકાત લેનારા ૨૭ વર્ષના અન્ય એક યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. રશિયાની આરઆઇએ સમાચાર સેવાના જણાવ્યા અનુસાર ફ્રાંસ મૂળના બે યુવાનો કોસ્મોડ્રોમ પાસેથી પસાર થઇ રહયા હતા તે દરમિયાન ગરમીથી બીમાર પડયા હતા. તેઓએ બેકોનૂરના ગાર્ડ પાસે મદદ માટે ગયા હતા. રશિયન અધિકારીઓ યુવાનોની હિલચાલ અંગે તપાસ કરી રહયા છે. 

કોસ્મોડ્રોમ કઝાકિસ્તાનના રણ વિસ્તારમાં હોવા છતાં તેનું નિયમન રશિયા કરે છે. આ જગ્યાએ મુલાકાત માટે રશિયાની પરવાનગી લેવી પડે છે. આ એજ લોન્ચિંગ સ્થળ છે જયાંથી સ્પુતનિક નામનો માનવ નિર્મિત ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો. વોસ્તોક -૧ ઉપગ્રહ પણ અહીં બન્યો હતો. ૧૯૬૧માં રશિયાના અવકાશયાત્રી યૂરિ ગાગારિન પૃથ્વીથી અંતરિક્ષમાં ગયા હતા. હાલમાં અંતરિક્ષ કાર્યક્રમના બે શટલ ધૂળખાઇ રહયા છે. જેમાંનું એક પરિક્ષણ શટલ છે જયારે બીજા શટલનો ઉપયોગ ૧૯૯૩માં થયો હતો. 


Google NewsGoogle News