ચીનમાં સાડા આઠ લાખ લોકો ઘટી ગયા, વસ્તી ગણતરીના સર્વે બાદ પાડોશી દેશમાં હડકંપ, સરકારી નીતિઓ જવાબદાર!
હાલમાં જ ચીનમાં વસ્તી ગણતરીનો સર્વે જાહેર કરવામાં આવ્યો છે
જે અનુસાર વર્ષ 2022માં ચીનની વસ્તીમાં 2021 કરતા 8,50,000નો ઘટાડો જોવા મળ્યો છે
Decline in China's Population: વસ્તી બાબતે ચીન સૌથી વાળું જનસંખ્યા ધરવતો દેશ હતો. આથી વધતી વસ્તીને ઓછી કરવા માટે ચીને 1980માં એક દંપતી દ્વારા માત્ર એક જ બાળક કરવાની નીતિ લાગુ કરી હતી. જેને વન ચાઈલ્ડ પોલીસી તરીકે ઓળખવામાં આવતી હતી. આ નીતિ 2016 એટલે કે 36 વર્ષ સુધી ચાલુ રાખી હતી. હાલ આ નીતિના પરિણામ સ્વરૂપે વસ્તી ગણતરી રિપોર્ટ મુજબ 2022માં 2021ની તુલનામાં 8,50,000નો ઘટાડો થયો છે. વસ્તીમાં આટલો બધો ઘટાડો 1961માં ચીનમાં પડેલા ગંભીર દુકાળ બાદ પહેલી વખત અનુભવવામાં આવ્યો હતો.
વસ્તી ઘટવા બાબતે એક્સપર્ટએ શું કહ્યું?
ગ્લોબલ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ એકેડમી ઓફ સોશિયલ સાયન્સના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર કેઈ ફેંગે કહ્યું કે તેમનું માનવું છે કે ઘટતી જતી વસ્તી અને કોવિડ-19એ ચીનને ખૂબ અસર કરી છે. જનસંખ્યામાં ઘટાડાથી થતા નુકસાનથી દેશને બચાવવા માટે, તેમણે સૂચન કર્યું કે સૌપ્રથમ લેબર ફોર્સને વધુ ન્યાયી અને વધુ અસરકારક રીતે બનાવવું જોઈએ, ઓછા પગારવાળા લોકોની આવકમાં વધારો થવો જોઈએ અને મૂળભૂત જાહેર ચીજવસ્તુઓ જનતામાં યોગ્ય વિતરણ થવું જોઈએ.
વસ્તી સંબંધિત ચીનની સરકારી નીતિઓ
વન ચાઈલ્ડ પોલિસી
1980માં ચીનની સરકાર દ્વારા વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરવામાં આવી હતી. ચીનના અધિકારીઓએ 36 વર્ષની લાંબી નીતિને સફળ ગણાવી છે અને દાવો કર્યો છે કે આ નીતિના કારણે દેશની વસ્તીમાં 40 કરોડનો ઘટાડો થયો છે, જેના કારણે અન્ય લોકો માટે ખોરાક અને પાણીની તીવ્ર અછતને દૂર કરવામાં મદદ મળી છે. જો કે, આ નીતિની ટીકા પણ કરવામાં આવી હતી કારણ કે આ સમય દરમિયાન ચીને બળજબરીથી ગર્ભપાત અને નસબંધી જેવી ક્રૂર રણનીતિ અપનાવી હતી.
ટુ ચાઇલ્ડ પોલિસી
વર્ષ 2016માં ચીનની સરકારે એક માતા-પિતાને બે બાળકોને 'ટુ ચાઇલ્ડ પોલિસી' નામ આપવામાં આવ્યું હતું. જોકે, આ નીતિ પછી પણ વસ્તી વૃદ્ધિમાં બહુ ફરક જોવા મળ્યો નથી.
થ્રી ચાઈલ્ડ પોલિસી
આ પોલિસીની જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે ચીનની 2020ની વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે 2016માં બે બાળકની નીતિ લાગુ થયા પછી પણ દેશની વસ્તી વૃદ્ધિ દર ઝડપથી ઘટી રહ્યો છે. યુએન હજુ પણ અપેક્ષા રાખે છે કે આ નીતિ પછી પણ વર્ષ 2030 પછી ચીનની વસ્તી વધુ ઘટશે.
વસ્તી ઘટતા દેશ પર શું અસર પડશે?
વધુ વૃદ્ધ લોકો એટલે કે દેશમાં આરોગ્ય સંભાળ અને પેન્શન માટેની તેમની માંગ વધશે. આવી સ્થિતિમાં જ્યારે કામ કરતા લોકો ઓછા હશે અને પેન્શન લેતા લોકો વધુ હશે તો દેશની સામાજિક ખર્ચ વ્યવસ્થા પર વધુ બોજ પડશે.
શ્રમિકોની અછતની સ્થિતિ
કોઈપણ દેશમાં વસ્તીનો અભાવ સૌ પ્રથમ યુવાનોને અસર કરે છે. જો દેશમાં યુવાનોની સંખ્યા ઘટશે તો શ્રમિકોની અછતની સ્થિતિ સર્જાશે અને દેશની અર્થવ્યવસ્થાને અસર થશે.
મધ્યમ આવક ધરાવતા દેશો માટે પડકાર
ચીનની વસ્તીમાં ઘટાડો આ દેશના અર્થતંત્રને પણ અસર કરી શકે છે, કારણ કે આ દેશના મોટાભાગના લોકો મધ્યમ આવક ધરાવે છે. જે શ્રમ કેન્દ્રિત વિસ્તારો પર આધાર રાખે છે.
ચીનની વસ્તી ઘટવાથી વિશ્વની કુલ વસ્તી પર શું અસર થશે?
1950માં વિશ્વની વસ્તી 2.5 અબજ હોવાનો અંદાજ હતો જે વર્ષ 2022માં વધીને 8 અબજ જેટલી થઇ હશે. 2022ના યુએનના રિપોર્ટ મુજબ 2023માં ચીનની વસ્તીમાં ભારે ઘટાડો થવાનો અંદાજ છે. આ સિવાય અન્ય દેશોમાં વસ્તી વધશે જેથી 2030 સુધીમાં તે 8.5 અબજ સુધી પહોંચી જશે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2086 સુધીમાં વિશ્વની સરેરાશ વસ્તી 10.4 અબજ થઈ શકે છે. જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ પ્રજનન દર ધરાવતા દેશોનો જન્મ દર ઘટશે, જ્યારે નીચા પ્રજનન દર ધરાવતા દેશોનો જન્મ દર નજીવો વધશે.
અન્ય દેશોની તુલનામાં ચીનનો પ્રજનન દર કેટલો?
1990થી ચીનનો પ્રજનન દર સતત ઘટી રહ્યો છે, પરંતુ વર્ષ 2020માં તે 1.28ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો. જો ચીનની તુલના ભારત સાથે કરવામાં આવે તો તે જ વર્ષે એટલે કે 2020માં ભારતમાં પ્રજનન દર 2 બાળકોનો જયારે અમેરિકા અને જાપાનમાં પ્રજનન દર 1 બાળકનો હતો.
જન્મ દર ઘટવાના કારણો
છોકરાઓ અને છોકરીઓના સંખ્યામાં અસંતુલન
આ દેશમાં વન ચાઈલ્ડ પોલીસીના કારણે છોકરાઓ અને છોકરીઓના ગુણોત્તરમાં ઘણો તફાવત છે. અહીં વન ચાઈલ્ડ પોલીસીના કારણે, મોટાભાગના લોકો પરંપરાગત રીતે છોકરાઓ રાખવાનું પસંદ કરતા હતા. જેના કારણે મોટાભાગની છોકરીઓનો ગર્ભપાત થયો હતો.
મોટી ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય
આ દેશમાં જીવનનિર્વાહનો ખર્ચ એટલો વધારે છે કે લોકો મોટી ઉંમરે લગ્ન કરવાનું નક્કી કરે છે અને આ પણ વસ્તીમાં ઘટાડાનું એક મોટું કારણ માનવામાં આવે છે.
એક કે બે બાળકો ધરાવતા પરિવારને આદર્શ માને છે
ચીનમાં થયેલા અનેક સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે અહીંની મહિલાઓ હવે એક કે બે બાળકો ધરાવતા પરિવારને આદર્શ માને છે. કેટલીક સ્ત્રીઓ પણ સંતાન ઈચ્છતી નથી.