ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો ઘર આંગણે વિરોધ કેમ વધતો જાય છે ?

૧૧ મહિના દરમિયાન હમાસે બંધક બનાવેલા ૯૭ બંધકોને છોડાવી શકાયા નથી.

દક્ષિણી ગાજામાં વધુ ૬ ઇઝરાયેલી બંધકોની લાશ મળ્યા પછી સ્વજનો ગુસ્સામાં છે

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો ઘર આંગણે વિરોધ  કેમ વધતો જાય છે ? 1 - image


તેલ અવીવ,૪ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર 

ઓકટોબર ૨૦૨૩માં પેલેસ્ટાઇનાના આતંકી સંગઠન ઇઝરાયેલના હુમલા પછી મધ્યપૂર્વનું રાજકારણ બદલાયું છે એટલું જ નહી ઇઝરાયલનું આંતરિક રાજકારણ પણ પેચિંદુ બન્યું છે. બેન્જામિન નેતન્યાહુના નેતૃત્વમાં ઇઝરાયેલી સેનાએ હમાસને બરાબરનો પાઠ ભણાવ્યો છે.

ગાજાપટ્ટી વિસ્તારમાં માનવાધિકારના આરોપ સહન કરીને પણ મોટી સૈન્ય કાર્યવાહીઓને અંજામ આપ્યો છે.ઇરાનને તેની જ ભાષામાં પડકારવાનું હોય કે લેબનોનના હિઝબુલ્લાહના હુમલાને ખાળવાના હોય નેતન્યાહુ આક્રમક રહયા છે  જો કે એક મુ્દ્વે  ઇઝરાયેલમાં ઘર આંગણે તેમની વિરુધ પ્રદર્શન થવા લાગ્યા છે. છે લ્લા બે દાયકાથી ઇઝરાયેલના રાજકારણમાં શિર્ષ રહેલા નેતા વિરુધ અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવે છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો ઘર આંગણે વિરોધ  કેમ વધતો જાય છે ? 2 - image

વ્યાપક પ્રદર્શન દક્ષિણી ગાજામાં ૬ ઇઝરાયેલી બંધકોની લાશ મળ્યા પછી થયા છે.ઇઝરાયેલી સેનાએ લાશો દક્ષિણી ગાજામાં રફાહ શહેરમાં એક ભૂમિગત સુરંગમાંથી જપ્ત કરી હતી.જેમના નામ કારમેલ ગેત,ઇડેન જેરુશાલમી, હર્શ પોલિન, એલેકઝાન્ડર લોબાનોવ, અલ્મોગ સારુસૂ, માસ્ટર સાર્જેન્ટ ઓરી ડેનિનો છે.આ બંધકોને ૩ જુલાઇના રોજ યુદ્ધવિરામની પ્રથમ તબક્કાની વાતચીત દરમિયાન છોડવાના હતા.

ઇઝરાયેલ પર છેલ્લા ૧૧ મહિના દરમિયાન હમાસે બંધક બનાવેલા ૯૭ બંધકોને છોડાવી શકાયા નથી. એવું માનવામાં આવે છે કે ૩૩ થી ૫૦ જેટલા બંધકોના મોત થયા છે. વિરોધીઓનું કહેવું છે કે નેતન્યાહુ માત્ર પોતાનું રાજકિય પદ બચાવવા માટે યુધ્ધવિરામ અને બંધકોને હમાસના પંજામાંથી છોડાવવા માટેની સમજૂતી તરફ આગળ વધી રહયા નથી. ઓકટોબર ૨૦૨૩ પછી ઇઝરાયેલમાં સૌથી મોટું પ્રદર્શન છે. હડતાલ સુધીની નોબત માટે ઇઝરાયેલના પ્રમુખ ટ્રેડ યુનિયન હિસ્ટ્રાડ્રટની મુખ્ય ભૂમિકા રહી છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો ઘર આંગણે વિરોધ  કેમ વધતો જાય છે ? 3 - image

ઇઝરાયેલના વિપક્ષના નેતા અને પૂર્વ વડાપ્રધાન યેર લેપિડ પણ પ્રદર્શનકારીઓને સમર્થન કરી રહયા છે.બેન્જામિન નેતન્યાહુએ યુધ્ધવિરામની સમજૂતી અટકાવવા પ્રયાસ કર્યો હોવાનો આરોપ ફગાવી દઇને હમાસને દોષિત ગણાવ્યું છે. બંધકોના મૃત્યુ માટે જવાબદારને પકડવામાં ના આવે ત્યાં સુધી ઇઝરાયેલ શાંતિથી બેસશે નહી.

જો કે અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકોના સ્વજનના પ્રદર્શનો એ કોઇ નવી વાત નથી. અગાઉ પણ બંધકોની લાશો મળી ત્યારે નેતન્યાહુ સરકારની રણનીતિ પર ગુસ્સો પ્રગટ થયો હતો પરંતુ જાહેર સેવાઓ પર અસર કરતું વ્યાપક વિરોધ પ્રદર્શન પહેલીવાર જ યોજાયું હતું. 


Google NewsGoogle News