Get The App

લેટિન અમેરિકામાં કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ડેન્ગ્યુ?, અનેક દેશોમાં ઈમર્જન્સી, છેવટે સેનાએ સંભાળ્યો મોરચો

Updated: May 5th, 2024


Google NewsGoogle News
લેટિન અમેરિકામાં કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ડેન્ગ્યુ?, અનેક દેશોમાં ઈમર્જન્સી, છેવટે સેનાએ સંભાળ્યો મોરચો 1 - image
Image Enavto 

Dengue fever ravages Latin America: લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે ડેન્ગ્યુના 60 લાખ કેસ નોંધાયા છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ સ્થિતિ ત્યારે છે, જ્યારે હજુ પીક સીઝન આવવાની બાકી છે. આવનારા મહિનાઓમાં હાલત હજુ પણ ખરાબ થઈ છે. બ્રાઝિલ એવો દેશ છે, જ્યાં સૌથી વધારે લોકો ડેન્ગ્યુની અસર હેઠળ છે. ત્યા સુધી કે માત્ર જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે અત્યાર સુધીમાં અહીં 42 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશની 1.8 ટકા વસ્તી ડેન્ગ્યુનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જે એક વર્ષમાં  ડેન્ગ્યુના કારણે થયેલા મૃત્યુની સંખ્યા થી વધુ છે.

બ્રાઝિલના મોટાભાગના રાજ્યોમાં ઈમરજન્સી જાહેર

એક અહેવાલ મુજબ, બ્રાઝિલના 26 રાજ્યોમાંથી મોટાભાગના રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને ત્યાં સેનાએ ચાર્જ સોપવામાં આવ્યો છે, તેમજ વિવિધ સ્થળોએ ફિલ્ડ હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે, કે જેથી કરીને દર્દીઓને સમયસર સારવાર આપી શકાય. હવે પરિસ્થિતિ એવી છે કે, મચ્છરોથી બચાવનારી દવા, મોસ્કિટો કોઇલ વગેરે વસ્તુઓનો સ્ટોક ખતમ થઈ ગયો છે. 

કયા દેશોમાં ડેન્ગ્યુની અસર છે?

લેટિન અમેરિકન દેશો પેરુ અને Puerto Ricoમાં પણ લોકો ડેન્ગ્યુ સામે લડી રહ્યા છે અને અહીં પણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. માત્ર પેરુમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1,35,000 કેસ નોંધાયા છે, જ્યારે 117 દર્દીઓના મોત થઈ ચુક્યા છે. આર્જેન્ટિનામાં પણ ડેન્ગ્યુના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મેક્સિકો, ઉરુગ્વે, ચિલી જેવા દેશો પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા છે. યુએનની સંસ્થા પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, બ્રાઝિલ, પેરાગ્વે, આર્જેન્ટિના અને ઉરુગ્વે એવા દેશો છે, જે ડેન્ગ્યુની ગંભીર ઝપેટમાં આવી ગયા છે. 

કેમ ડેન્ગ્યુ હાહાકાર મચાવી રહ્યો છે?

લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવવાનું મુખ્ય કારણ ત્યાના તાપમાનમાં વધારો છે. નિષ્ણાતો કહેવુ છે કે, છેલ્લા 30 વર્ષમાં લેટિન અમેરિકન વિસ્તારમાં તાપમાનમાં દર દાયકામાં 0.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તેના કારણે મચ્છરોના પ્રજનન માટે સાનુકૂળ વાતાવરણ બની ગયું હોવાથી તેમની સંખ્યામાં ઝડપથી વધારો થયો.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, મોટાભાગની મચ્છરની પ્રજાતિઓ ગરમ તાપમાનમાં પેદા થાય છે અને ગ્લોબલ વોર્મિંગને કારણે લેટિન અમેરિકા અને કેરેબિયન સહિતમાં ગરમ વિસ્તારોનો વધારો થયો છે. ઊંચા તાપમાનને કારણે ગરમ હવામાનનો સમયગાળો પણ વધ્યો છે, જેનાથી મચ્છરો વધારે એક્ટિવ થાય છે. અન્ય એક મીડિયાના રિપોર્ટ અનુસાર, લેટિન અમેરિકા અને કેરેબિયનમાં એવી ઘણી ઓછી જગ્યાઓ છે, જ્યાં શિયાળામાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. ત્યારે આ તાપમામાં મચ્છર આપોઆપ મરી જાય છે.

અલ નીનોની પણ અસર છે

લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં 2023માં અલ નીનોની શરૂઆત સાથે સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. અલ નીનો એ હવામાનની એવી પેટર્ન છે, જેના કારણે ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરમાં સપાટીના પાણીમાં અસામાન્ય વધારો થયો છે, જેના કારણે સમગ્ર પ્રદેશના તાપમાનમાં વધારો થાય છે. અને તેના કારણે મચ્છરોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે.


Google NewsGoogle News