જયશંકર ફરીવાર વિદેશ મંત્રી થતાં ચીન શા માટે ગભરાય છે ? : તેને ભારતનાં વલણની ભારે ચિંતા છે

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
જયશંકર ફરીવાર વિદેશ મંત્રી થતાં ચીન શા માટે ગભરાય છે ? : તેને ભારતનાં વલણની ભારે ચિંતા છે 1 - image


- ઇંડીયન ફોરેન સર્વિસની પરીક્ષામાં ટોચનાં સ્થાને રહી તેમાં  Ph.D. ડીગ્રી પ્રાપ્ત કરેલા મેઘાવીએ સરકારમાં અનેકવિધ જવાબદારી સંભાળી છે

બૈજિંગ : નરેન્દ્ર મોદીએ તેઓના ત્રીજા કાર્યકાળના પ્રારંભે જ સુબ્રમણ્યમ જયશંકરને બીજી વાર વિદેશમંત્રી પદે નિયુક્ત કર્યા છે. ચીન તેથી ગભરાયું છે. ચીનના ઘણા એક્સપર્ટસ કહે છે કે હવે ચીન પ્રત્યે ભારતનું વલણ નહીં બદલાય. ૬૯ વર્ષના જયશંકર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતાઓ પૈકીના એક મનાય છે. તે અલગ વાત છે. પરંતુ ધ્યાન આપવા જેવી બાબતો તે છે કે પહેલેથી જ અભ્યાસમાં તેજસ્વી તેવા જયશંકર યુ.પી.એસ.સી. (યુનિયન પબ્લિક સર્વિસ કમીશન)ની કઠોરતમ મનાલી પરીક્ષામાં ખૂબ ઊંચા ગુણો પાસ થયા હતા. તેઓએ અંતર રાષ્ટ્રીય સંબંધોના વિષયમાં ડૉક્ટરેટ (પીએચડી)ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. તેઓએ વિદેશ મંત્રી પદ સંભાળ્યું તે પૂર્વે ૨૦૦૦થી ૨૦૦૪ ચેકરીપબ્લિકમાં રાજદૂત તરીકે હતા. ૨૦૦૭થી ૨૦૦૯ સિંગાપુરમાં હાઈકમિશનર પદે હતા. ચીનમાં, ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી રાજદૂત તરીકે હતા. ૨૦૧૩-૨૦૧૫ અમેરિકામાં રાજદૂત પદે હતા. ૨૦૧૫થી ૨૦૧૮ ભારતના વિદેશ સચિવ (ફોરેન સેક્રેટરી) પદે હતા. તેઓએ મોસ્કો, કોલંબો, બુડાપેસ્ટ અને ટોક્યોનાં દૂતાવાસોમાં પણ ફર્સ્ટ ઓફીસર અને ઉપરાજદૂત (કોન્સલ-જનરલ) તરીકે પણ સેવાઓ આપી છે. આમ જયશંકર બહુવિધ અનુભવો ધરાવે છે. અનેક પરિસ્થિતિમાં પણ વિદેશોમાં ભારતીય નીતિઓનું રક્ષણ કર્યું છે.

ચીનનાં સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ચીનની પ્રસંશા કરતાં લખ્યું છે કે ભારતથી તદ્દન વિરૂધ્ધ ચીને કેટલીયે વાર ભારતને સકારાત્મક સંદેશાઓ મોકલ્યા છે. એક્સપર્ટસ કહે છે કે ભારત-સાથે દ્વિપક્ષીય સંબંધો વિકસાવવામાં ભારત ચીન સાથે મળીને કામ કરે અને તાલમેલ રાખે. પરંતુ જો વિદેશ મંત્રી તરીકે જયશંકર તેમનું વલણ નહીં બદલે તો ચીન-પણ જવાબી પગલાં ઉઠાવશે જ.

ચીનનાં આ વલણ અંગે સાયગેલોજિસ્ટ (ચીન જ્ઞાાતાઓ) કહે છે કે ચીન તેના તમામ પાડોશી દેશો સાથે સંબંધો બગાડયા છે. જેનો લાભ ભારતને મળે છે. ભારતે દક્ષિણ પૂર્વે એશિયાન ફિલિપાઇન્સ સુધીના દેશો સામે મજબૂત સંબંધો બાંધ્યા છે. જેમાં જયશંકરનો ફાળો છે.

જકાર્તામાં મળેલી જી-૨૦ દેશોની પરિષદમાં સર્વ સંમત સંયુક્ત નિવેદન અંગે જે ગૂંચવણ ઊભી થઇ હતી તે દૂર કરવામાં એસ.જયશંકરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂરો સાથ આપ્યો હતો અને તે માટે ચીને ફેલાવેલી જાળ તોડવામાં તેમનું પ્રદાન હતું.

વસુધૈવ કુટુમ્બકમ્ અને વિશ્વ બંધુત્વના વડાપ્રધાને જગાવેલા નારાના પડઘા વૈશ્વિક સ્તરે પાડવામાં તેઓની મહત્ત્વની ભૂમિકા રહી હતી. યુક્રેન-યુદ્ધ અને ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ભારતની નૌકા હેમખેમ ચલાવવામાં તેમનો ફાળો છે. વિશેષતઃ યુક્રેન યુદ્ધ સાથે વિશ્વની અન્ય મહાસત્તાઓએ રશિયાની ઉપર લગાડેલા પ્રતિબંધો છતાં રશિયામાંથી તેલ ખરીદવા અંગે તેઓએ પશ્ચિમની સત્તાઓને આપેલો જવાબ તેમની હિંમત અને તેમને મળેલાં નરેન્દ્ર મોદીનાં પીઠબળ દર્શાવે છે. તા. ૧૫-૧૬ જૂનના દિવસોમાં સ્વિત્ઝર્લેન્ડમાં યુક્રેન યુદ્ધ અંગે મળનારી શાંતિ-પરિષદમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેમ માનવામાં આવે છે.


Google NewsGoogle News