અબજોપતિ બિઝનેસ ટાઇફૂન્ડને પેરિસમાં કેમ અરેસ્ટ કરાયા છે ? 100 બાળકોનો જૈવિક પિતા હોવાની કરી કબૂલાત
લકઝરી લાઇફ સ્ટાઇલ અને મૌજમસ્તીનો શોખ ધરાવે છે.
ચાઇલ્ડ પોર્ન સહિત ક્રિમિનલ કન્ટેટ ફેલાવવાનો આરોપ છે.
પેરિસ, 29 ઓગસ્ટ, 2024,ગુરુવાર
15 બિલિયન ડોલરની સંપતિ સાથે દુનિયાના 120 ઘનાઢયોમાં સ્થાન ધરાવતો એક શખ્સ એક કે બે નહી 100 બાળકોનો પિતા છે. જે પોતાની લકઝરી લાઇફ સ્ટાઇલ અને મૌજમસ્તીનો શોખ ધરાવે છે. આ શખ્સનું નામ ટેલીગ્રામના સીઇઓ પાવેલ ડુરોવ છે. રશિયન મૂળના અબજોપતિનીની ફ્રાંસની રાજધાની પેરિસમાં ધરપકડ કરવામાં આવી હતી.બે દિવસ પહેલા તેને ફ્રાંસની કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસની વધુ ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પાવેલ ડૂરોવ પર ટેલિગ્રામ દ્વારા ચાઇલ્ડ પોર્ન સહિત ક્રિમિનલ કન્ટેટ ફેલાવવાનો આરોપ છે.
આ દરમિયાન 39 વર્ષના ખુદ પાવેલે ખુલાસો કર્યો છે કે પોતે લગ્ન કર્યા વિના 100 બાળકોનો પિતા છે. ટેલિગ્રામના સંસ્થાપકની સેંકડો ગર્લફેન્ડ પણ છે. જેલના સળિયા પાછળ ધકેલાયેલા પાવેલે દાવો કર્યો હતો કે સ્પર્મ ડોનર તરીકે પોતે 100 કરતા વધુ બાળકોના જૈવિક પિતા છે. પોતાના એક મિત્રની વિનંતીથી 15 વર્ષ પહેલા જ સ્પર્મ ડોનેશન આપવાની શરુઆત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સ્પર્મની ગુણવત્તા સારી હોવાથી ડિમાંડ પણ રહેતી હતી. રશિયન મૂળના ઉધોગપતિની ધરપકડનો રશિયન સરકારે વિરોધ કર્યો છે.