Get The App

પાકિસ્તાન, અફઘાનિસ્તાન તો ઠીક પણ ટ્રમ્પની 'ટ્રાવેલ બેન' ની યાદીમાં ભૂટાન કેમ લપેટાયું

Updated: Mar 17th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન, અફઘાનિસ્તાન તો ઠીક પણ ટ્રમ્પની 'ટ્રાવેલ બેન' ની યાદીમાં ભૂટાન કેમ લપેટાયું 1 - image


Donald Trump Put Bhutan On Travel Ban Red List: અમેરિકાની સત્તા પર આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પ મોટા અને કઠિન નિર્ણયો લઈ રહ્યા છે. હવે ટ્રમ્પે 43 દેશોની એક યાદી તૈયાર કરી છે, જ્યાંના લોકો પર 'ટ્રાવેલ બેન' લગાવવાનો પ્લાન છે. આ આખી યાદી ત્રણ કેટેગરીમાં છે. પ્રથમ રેડ, બીજી ઓરેન્જ અને ત્રીજી યલો. રેડ લિસ્ટમાં એવા દેશોને રાખવામાં આવ્યા છે, જ્યાંથી કોઈ પણ વ્યક્તિને અમેરિકામાં એન્ટ્રી નહીં મળશે. આ યાદીમાં અફઘાનિસ્તાન, ઉત્તર કોરિયા, ઈરાન, યમન, સોમાલિયા, સુદાન અને સીરિયા જેવા દેશો સામેલ છે, જ્યાં અશાંતિ છે અથવા તો અમેરિકા સાથે સંબંધો ખરાબ છે. પરંતુ આ યાદીમાં એક દેશ ભૂટાન પણ છે. આ યાદીમાં ભૂટાનનું નામ ચોંકાવનારું છે. એનું કારણ એ છે કે, ભૂટાનને વિશ્વનો સૌથી ખુશહાલ દેશ માનવામાં આવે છે. તેમ છતાં ભૂટાનને રેડ લિસ્ટમાં કેમ રાખવામાં આવી રહ્યું છે?

'ટ્રાવેલ બેન' ની યાદીમાં ભૂટાન કેમ લપેટાયું

ટ્રમ્પ વહીવટીતંત્રના સૂત્રોનું કહેવું છે કે, 'આ યાદીમાં ભૂટાનને સામેલ કરવા પાછળ કેટલાક કારણો છે. એનું કારણ છે કે, ભૂટાનના લોકો અમેરિકા પહોંચીને ઘણીવાર વિઝા નિયમોનું ઉલ્લંઘન કરે છે. વિઝામાં નક્કી સમયગાળા પછી પણ તેઓ ઘણીવાર અમેરિકામાં જ રહે છે. આવી પરિસ્થિતિ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આ ઉપરાંત ગેરકાયદેસર માર્ગો દ્વારા અમેરિકા પહોંચતા ભૂટાનીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. તેનાથી પણ અમેરિકા ચિંતિત છે.' યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનું કહેવું છે કે, 'ગત વર્ષે 37 ટકા ભૂટાનીઓએ વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. હવે રેડ લિસ્ટમાં સામેલ થયા પછી ભૂટાનના દરેક વ્યક્તિને લાંબી તપાસમાંથી પસાર થવું પડશે. તે પછી જ તેમના વિઝા જારી કરવામાં આવશે અને ઘણા કિસ્સાઓમાં કોઈ પણ કારણ આપ્યા વિના તેમની અરજી નકારી શકાય છે.'

પાકિસ્તાન, અફઘાનિસ્તાન તો ઠીક પણ ટ્રમ્પની 'ટ્રાવેલ બેન' ની યાદીમાં ભૂટાન કેમ લપેટાયું 2 - image

અમેરિકા પોતાના નિર્ણયની સમીક્ષા કરે: ભૂટાનની માગ

એટલું જ નહીં હાલમાં અમેરિકામાં હાજર ભૂટાનીઓ પર પણ વધારાની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભૂટાનના તે લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરશે જેઓ અભ્યાસ વગેરે માટે અમેરિકા જાય છે. આ નિર્ણય અમેરિકા અને ભૂટાન વચ્ચેના સંબંધોને પણ અસર કરશે, જે સામાન્ય રીતે સારા જ રહ્યા છે. ભૂટાનના વિદેશ મંત્રાલયે ઔપચારિક માગ પણ કરી છે કે અમેરિકા પોતાના નિર્ણયની સમીક્ષા કરે.

અમેરિકાએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિત 11 દેશોને રેડ લિસ્ટમાં સામેલ કર્યા

વાસ્તવમાં અમેરિકાએ 11 દેશોને રેડ લિસ્ટમાં સામેલ કર્યા છે. તેમાં અફઘાનિસ્તાન, સોમાલિયા, સીરિયા, ઉત્તર કોરિયા, લિબિયા, યમન અને સુદાન જેવા દેશો સામેલ છે. આ દેશોમાં અશાંતિ છે. આતંકવાદનો પ્રકોપ અથવા તો ગૃહયુદ્ધની જ પરિસ્થિતિ બની છે. આવી સ્થિતિમાં આ દેશોને  'ટ્રાવેલ બેન' ની યાદીમાં રાખવું એ સમજાય છે પરંતુ ભૂટાન અંગે લેવાયેલો નિર્ણય ચોંકાવનારો છે. 

Tags :