કારમી મજૂરી અને રહેવા માટે બદતર જગ્યા, છતાં કુવૈતમાં કેમ રહે છે 10 લાખ ભારતીયો?

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
કારમી મજૂરી અને રહેવા માટે બદતર જગ્યા, છતાં કુવૈતમાં કેમ રહે છે 10 લાખ ભારતીયો? 1 - image


Kuwait fire Tragedy:  કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે સવારે એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 49 ભારતીયો સહિત 50ના મોત થયા છે. મૃતકોમાં મોટા ભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તર ભારતીય રાજ્યોના ભારતીય નાગરિક સામેલ છે જેમની ઉમર 20થી 50 વર્ષ વચ્ચે હતી. 

કુવૈતમાં 10 લાખ ભારતીયો રહે છે

કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે. એટલે કે કુલ વસ્તીના 21% અને કુલ શ્રમશક્તિના 30% ભારતીયો છે. તેમાંથી મોટાભાગના મજૂરી કામ કરે છે. કુવૈત સુથાર, મેસન્સ, ઘરેલુ કામદારો, ફેબ્રિકેટર્સ, ડ્રાઈવરો અને કુરિયર ડિલિવરી બોય માટે ભારતીય મજૂર પર વધુ નિર્ભર છે.

કુવૈતના PACI દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે ડિસેમ્બર 2023 સુધી કુવૈતની જનસંખ્યા લગભગ 48 લાખ હતી. તેમાંથી માત્ર 15 લાખ લોકો જ સ્થાનિક છે. અહેવાલ પ્રમાણે કુવૈતમાં કુલ 33 લાખથી વધુ પ્રવાસી લોકો છે. તેમાંથી 61% મજૂર અને શ્રમિક છે. ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો પ્રવાસી સમુદાય બનેલો છે. 

કારમી મજૂરી અને રહેવા માટે બદતર જગ્યા

એક અહેલા પ્રમાણે ભારતીય મજૂર ખૂબ જ બદતર પરિસ્થિતિમાં ત્યાં રહે છે. મજૂરોને રહેવા માટે જે જગ્યા આપવામાં આવે છે કેટલીક વખત તો સંપૂર્ણ રીતે બનેલી પણ નથી હોતી. તણાવ વિસ્તારમાં રૂમ હોય છે અને ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં રાખવામાં આવે છે. તેમ છતાં ભારતીય મજૂર ખાડી દેશોને પસંદ કરે છે કારણ કે, ત્યાં ન માત્ર અકુશળ ભારતીય મજૂરોની માગ વધુ હોય છે પરંતુ એટલા માટે પણ પસંદ કરે છે કારણ કે, ત્યાં ભારતની તુલનામાં કમાણી પણ ખૂબ જ વધુ છે.

ઘણા અહેવાલો પ્રમાણે ત્યાં ઓછા કુશળ ભારતીય મજૂરો પાસે પણ જો થોડો પણ અનુભવ છે તો તેઓને ત્યાં બમ્પર પગાર મળે છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના નિયમો પ્રમાણે વિદેશમાં કામ કરતા ભારતીય મજૂરો માટે ન્યૂનતમ રેફરલ વેજ (MRW) નક્કી કરવામાં આવ્યું છે. તે કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને બહેરીનમાં લાગુ પડે છે.

કુવૈત જનારા ભારતીય મજૂરો માટે 2016માં ભારત સરકારે કામની 64 શ્રેણીઓ માટે વેતન સીમા 300-1,050ની નક્કી કરી હતી. 

એશિયાઈ દેશોની તુલનામાં કુવૈતમાં વધુ વેતન

ખાડી દેશોમાં પણ ઓમાન અને કતારમાં MRW કુવૈતમાં આપવામાં આવી રહેલી ઓફરથી થોડી સારી છે. બીજી તરફ ઈન્ડોનેશિયા, મલેશિયા અને ઈરાક જેવા અન્ય એશિયાઈ દેશોની તુલનામાં કુવૈતમાં વેતન ઘણું વધારે મળે છે

જો કે, MRWનો લાભ ઉઠાવવા માટે ભારતીય મજૂરોને વિદેશ મંત્રાલયના ઈ-માઈગ્રેટ પોર્ટલ પર નોંધણી કરાવવી પડે છે અને વિવિધ દેશોના સંબંધિત લેબર મોબિલિટી એગ્રીમેન્ટના નિયમો અને શરતો હેઠળ યાત્રા કરવી પડે છે. ઉદાહરણ તરીકે, કુવૈતમાં સુથાર, મેસન્સ, ડ્રાઈવરો અને પાઈપફિટર માટે મહિના દીઠ 300 ડોલર જ્યારે ભારી વાહન ડ્રાઈવર અને ઘરેલું કામગારોનું વેતન થોડું સારુ છે. 


Google NewsGoogle News