Get The App

મલયાલમ સ્ટારે ચુંટણી પ્રચારમાં પોતાના ફોટાનો ઉપયોગ નહી કરવા કેમ વિનંતી કરી ?

જો કોઇ તસ્વીરનો ઉપયોગ કરશે તો એના માટે પોતાની સહમતી હશે નહી.

ટોવિનો થોમસ ચુંટણી પંચના એસવીઇઇપીના પ્રોજેકટના એમ્બેસેડર છે

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
મલયાલમ સ્ટારે ચુંટણી પ્રચારમાં પોતાના ફોટાનો ઉપયોગ નહી કરવા કેમ વિનંતી કરી ? 1 - image


તિરુઅનંતપુરમ,૧૮ માર્ચ,૨૦૨૪,સોમવાર 

 લોકસભા ચુંટણીઓની તારીખો જાહેર થતા રાજકિય પક્ષો પ્રચાર પ્રસારમાં જોતરાઇ રહયા છે ત્યારે મલાયાલમ સ્ટાર ટોવિનો થોમસે પોતાની તસ્વીરોનો ચુંટણી પ્રચારમાં ઉપયોગ નહી કરવાની સૂચના આપી છે.એકટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો કોઇ તસ્વીરનો ઉપયોહ કરશે તો એના માટે પોતાની સહમતી હશે નહી. પ્રાપ્ત માહિતી અનુસાર ટોવિનો થોમસ ચુંટણી પંચના સિસ્ટેમેટિક વોટર્સ એજયુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટિશિપેશન) કાર્યક્રમ અંર્તગત કેરલના એમ્બેસેડર છે. 

કેરલમાં ત્રિશુરમાં એલડીએફના ઉમેદવાર એડવોકેટ વીએસ સુનીલકુમારે ત્રિશુર ખાતે એક મૂવી લોકેશન પર ટોવિનો સાથે પોતાની મુલાકાતની તસ્વીર પોસ્ટ કરી હતી. ત્યાર પછી ટોવિનોની પોસ્ટને તરત જ હટાવી લીધી હતી. આ તસ્વીર લેફટ પાર્ટીના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવી હતી. ફોટો શેર કરવા અંગે ઉમેદવાર વીએસ સુનિલકુમારે સ્પષ્ટતા કરી હતી કે આમ તો ફોટો શેર કરવામાં કોઇ ખોટું ન હતું પરંતુ ટોવિનો થોમસ એસવીઇઇપીના કેરલ ખાતેના એમ્બેસેડર હોવાથી તેમની ભૂમિકાને જોતા પોસ્ટ દૂર કરી દીધી છે.



Google NewsGoogle News