દક્ષિણ કોરિયાથી ફૂ બાઓ નામનું બેબી પાંડા ચીન મોકલતા લોકો કેમ રડી પડયા ?
સિઓલ,૪ એપ્રિલ,૨૦૨૪,ગુરુવાર
દક્ષિણ કોરિયામાં ફૂ બાઓ નામનું વિશાળ પાંડા ચીનમાં મોકલવાની તૈયારી થતા લોકો રડી પડયા હતા. લગ્નના માંડવામાં દીકરીની વિદાય થાય તેવું દ્રષ્ય સર્જાયું હતું. ૩ માર્ચના રોજ દક્ષિણ કોરિયાના એમ્યૂઝમેન્ટ પાર્કથી બેબી પાંડા ચીન રવાના કરવામાં આવ્યું ત્યારે લોકો પાંડાને છેલ્લી વાર જોવા માટે એકઠા થયા હતા. ફૂ બાઓના માતા પિતા ચીનથી ૨૦૧૬માં લાવવામાં આવ્યા હતા.
ફૂ બાઓના પિતા ઇબાઓ અને માતા લે બાઓ ચીનને સદ્ભાવના હેઠળ ચીનથી દક્ષિણ કોરિયા મોકલવામાં આવ્યા હતા. જો કે ચીનની એનિમલ પોલિસી મુજબ પ્રાણીઓના બચ્ચા પર માલિકીભાવ ધરાવે છે. વર્ષ ૨૦૧૬માં ફૂ બાઓ પાંડાનો દક્ષિણ કોરિયામાં એવરલેંડ થીમ પાર્કમાં જન્મ થયો હતો. ફૂગ બાઓને જોવા માટે ખૂબ લોકો જોવા આવતા હતા. નાના પાંડાની હરકતો અને વર્તણુકથી પ્રેક્ષકો ખૂબજ ખૂશ થતા હતા. ફૂ બાઓની ભાવભીની વિદાય માટે આરામદાયક ટ્રકમાં સવારી કાઢીને કરવામાં આવી હતી.
ફૂ બાઓની તસ્વીર સાથેના મેસેજમાં લખ્યું હતું કે આ એક ચમત્કાર હતો કે અમે તને મળ્યા,આભાર ફૂ બાઓ. ફૂ બાઓ વિદાય લઇ રહી હતી ત્યારે જાણે કે આકાશ રડી રહયું હોય એમ ભારે વરસાદ શરુ થયો હતો. ધોધમાર વરસાદમાં છત્રીઓ ઓઢીને ચાહકો રોડના બંને કાંઠે ઉભા રહી ગયા હતા. કેટલાક જોરશોરથી રડતા હતા તો કેટલાક આંખમાંથી આંસુ લૂછતા હતા. ફૂ બાઓની ફેરવેલ સ્પીચમાં ઝુના મેનેજર કાંગ ચિઓલ વોર્ને કહયું હતું કે ૧૦ નહી ૧૦૦ વર્ષ પસાર થઇ જશે તો પણ ફૂ બાઓ બેબી પાંડા હંમેશા યાદ રહેશે. ફૂ બાઓને ભૂલશો નહી પરંતુ રડશો પણ નહી.