ઇઝરાયેલ લેબનોનના ખ્રિસ્તી વિસ્તાર પર કેમ હુમલો કર્યો ? ગાજામાં પણ કાર્યવાહી ચાલું
આ હુમલો ત્રિપોલીના એક ઇસાઇ વિસ્તારમાં એતોઇમાં થયો હતો
ઇસાઇ વિસ્તારમાં હુમલો થતા સૌને નવાઇ લાગી હતી.
તેલઅવીવ,૧૫ ઓકટોબર,૨૦૨૪,મંગળવાર
ઉત્તરી લેબનોનમાં ઇઝરાયેલના હવાઇ હુમલામાં કમ સે કમ ૨૧ લોકોના મોત થયા હતા. સામાન્ય રીતે ઇઝરાયેલ દક્ષિણ લેબનોનના આતંકી સંગઠન હિજબુલ્લાહના પ્રભાવ હેઠળના વિસ્તારમાં હુમલા કરતું હોય છે પરંતુ હવે ઉત્તર તરફ પર હુમલા કરવામાં આવી રહયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલો ત્રિપોલીના એક ઇસાઇ વિસ્તાર એતોઇમાં થયો હતો. ઇસાઇ વિસ્તારમાં હુમલો થતા સૌને નવાઇ લાગી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હિજબુલ્લાહનો પ્રભાવ ધરાવતા દક્ષિણ વિસ્તારમાંથી સમર્થકો પલાયન કરીને ઉત્તરી લેબનોન તરફ આવ્યા હોવાથી ઇઝરાયેલ હુમલો કરવા પ્રેરાય છે. ઇઝરાયેલ આ હુમલા અંગે કશું જ જણાવ્યું નથી. લેબનોન ઉપરાંત ઇઝરાયેલ ગાઝા પર પણ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી હતી. ઇઝરાયેલી સેનાએ મંગળવારે સવારે દક્ષિણી ગાજામાં સલાહ અલ દીન મસ્જિદ પર બોંબમારો કર્યો હતો. આ હુમલામાં વધુ ૨૯ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર નાગરિકોની વચ્ચે છુપાએલા આતંકવાદીઓને નિશાન બનાવવા માટે હુમલો કરવો જરુરી હોવાનો બચાવ કર્યો હતો.