ઈરાન પર જવાબી હુમલામાં ઈઝરાયલે કેમ વિલંબ કર્યો? નેતન્યાહૂ આખરે કેમ હતા ચિંતિત, જાણો
Image: Facebook
US Intelligence Leaks Issue: આ મહિનાની પહેલી તારીખે ઈરાને ઈઝરાયલ પર તાબડતોડ મિસાઈલ હુમલા કર્યા, થોડી જ મિનિટોની અંદર ઈરાને ઈઝરાયલ પર 180 બેલેસ્ટિક મિસાઈલ દાગી. તે બાદ ઈઝરાયલે પણ સોગંધ ખાધા કે તે તહેરાનને તેનો જવાબ જરૂર આપશે પરંતુ આ માટે તેણે 25 દિવસ વિલંબ કર્યો. જોકે, આ દરમિયાન તેની તરફથી ઘણા નિવેદન આવ્યા. તેના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટે ઈઝરાયલના સંભવિત હુમલાને લઈને પાયલટ્સ અને એક ક્રૂ ને કહ્યું હતું કે આ એટેક બાદ દુનિયાને ઈઝરાયલી સેનાની તાકાત અને ટ્રેનિંગ ક્ષમતાનો અંદાજ આવી જશે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આ નિવેદન આ અઠવાડિયે આપ્યુ હતુ. તેના આ નિવેદન બાદ ઈઝરાયલે ઈરાનના 4 શહેરો પર હુમલો કર્યો. તેના સૈન્ય ઠેકાણાને પણ નિશાન બનાવ્યુ. 100થી વધુ ફાઈટર જેટે એકસાથે આ હુમલો કર્યો.
ઈરાન પર જવાબી હુમલામાં શા માટે મોડું થયું?
તેના આ એક્શન પહેલા સવાલ ઉઠી રહ્યા હતા કે શું ઈઝરાયલ માત્ર નિવેદનવીર બનીને રહી જશે? શું ઈઝરાયલ, ઈરાનની ધમકીઓથી ડરી ગયુ છે? કે પછી આ વિલંબનું કોઈ અન્ય કારણ છે? બ્રિટનના એક અખબારે પોતાના રિપોર્ટમાં આ સવાલનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો છે. થોડા દિવસો પહેલા ઈરાન પર સંભવિત હુમલાથી જોડાયેલા પ્લાનની જાણકારી અમેરિકાથી લીક થઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર પ્લાન લીક થયા બાદ ઈઝરાયલે જવાબી એટેક ટાળવો પડ્યો.
પ્લાન લીક થવાથી વધ્યું ઈઝરાયલનું ટેન્શન
ઈઝરાયલી પ્લાનિંગ વિશે જાણકારી રાખનાર એક અજાણ્યા સૂત્રના હવાલાથી અખબારે જણાવ્યું કે, ઈઝરાયલને એ વાતની ચિંતા હતી કે ભલે લીક થયેલા દસ્તાવેજોમાં કોઈ ટાર્ગેટનું નામ નહોતું પરંતુ આ જાણકારી ઈરાનના હુમલાની અમુક પેટર્નની ભવિષ્યવાણી કરવામાં મદદ કરી શકે છે. ઈઝરાયલે હવે ઈરાન પર હુમલા માટે એક વૈકલ્પિક યોજના બનાવી છે, પરંતુ આ પ્લાન પર આગળ વધ્યા પહેલા તેને વોર-ગેમની જરૂર છે.
અમેરિકી દસ્તાવેજોના લીક થવાથી અમુક રણનીતિઓને બદલવાની જરૂરિયાતના કારણે હુમલામાં વિલંબ થયો. જાણકારી અનુસાર ઈરાન પર ઈઝરાયલની જવાબી કાર્યવાહી થશે પરંતુ તેમાં જેટલો સમય લાગવો જોઈતો હતો તેનાથી વધુ સમય લાગ્યો છે.
આ પણ વાંચો: બદલો પૂરો...! ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનું પહેલું નિવેદન, ઈરાને પણ કાર્યવાહી શરૂ કરી
ક્યારે અને કેવી રીતે લીક થયો હુમલાનો પ્લાન?
ઘણા દિવસોથી ઈરાન પર ઈઝરાયલના હુમલાની આશંકાની વચ્ચે ગયા શુક્રવારે તેનો આ પ્લાન ટેલિગ્રામ મેસેજિંગ એપ પર લીક થઈ ગયો. ટેલિગ્રામ પર નેશનલ જિયોસ્પેશિયલ-ઈન્ટેલિજન્સ એજન્સીના ટોપ-સિક્રેટ દસ્તાવેજ જ્યારે ઓનલાઈન સામે આવ્યા તો તેમાં ઈઝરાયલી વાયુ સેના અને નૌસેનાના પ્લાન વિશે અમેરિકી પ્લાનનો ખુલાસો કરવામાં આવ્યો હતો. 15-16 ઓક્ટોબરની તારીખ વાળી આ ખાનગી જાણકારી ખાસ કરીને અમેરિકા અને તેના ફાઈવ આઈઝ સહયોગીઓ માટે હતી, જે લીક થઈ ગઈ.
તેના થોડા દિવસો બાદ જ અમેરિકન તપાસ એજન્સી FBIએ દસ્તાવેજોના લીક થવાની તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતમાં કહેવામાં આવી રહ્યું હતું કે પેન્ટાગોનમાં તહેનાત ઈરાની મૂળના અધિકારી એરિયાના તબતબાઈ પર આ દસ્તાવેજોને લીક કરવાની શંકા છે, પરંતુ રોમમાં પત્રકારો સાથે વાત કરતી વખતે અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું કે એવા કોઈ સંકેત નથી કે પેન્ટાગોનના કોઈ પણ કર્મચારીની લીક માટે તપાસ કરવામાં આવી રહી હોય.
શા માટે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો?
ઈરાને એક ઓક્ટોબરે ઈઝરાયલ પર કરેલા હુમલાને લઈને કહ્યું હતું કે મિસાઈલ હુમલો લેબનોનમાં હુમલાના જવાબમાં કર્યો છે. ઈરાને આને હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહ, હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા અને IRGC કમાન્ડર નિલફોરુશનની હત્યાનો બદલો ગણાવ્યો હતો. ઈરાનને હુમલા બાદથી ઈઝરાયલે સોગંધ ખાધા હતા કે તે તેનો જવાબ જરૂર આપશે.
પહેલા આશંકા હતી કે ઈઝરાયલ, ઈરાનના ન્યૂક્લિયર ફેસિલિટીઝ અને ઓઈલના ભંડારને નિશાન બનાવી શકે છે પરંતુ અમેરિકાએ આને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે ઈઝરાયલ, ઈરાનના સૈન્ય અને રણનૈતિક ઠેકાણાને જ નિશાન બનાવશે, પરંતુ ગયા અઠવાડિયે ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુના સિસેરિયા સ્થિત અંગત આવાસ પર થયેલા હુમલા બાદ માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની જવાબી કાર્યવાહી વધુ આક્રમક થશે.