ફિચે માલદીવનું રેટિંગ TRIPAL C PLUS ઘટાડીને કેમ માઇનસ કરી નાખ્યું ?
માલદીવ પર ૪૦.૯ કરોડ ડોલરનું કર્જ ચુકવવાનું દબાણ વધતું જાય છે
માલદીવ ૨૫ ટકા દેવું ચીનની એકસપોર્ટ ઇમ્પોર્ટ બેંકનું ધરાવે છે
ન્યૂયોર્ક,૨૭ જૂન,૨૦૨૪,ગુરુવાર
પ્રવાસન ઉપર નભતા માલદીવની આર્થિક સ્થિતિ કથડતી જાય છે. દક્ષિણ એશિયાઇ ટાપુ દેશ પોતાનું કર્જ ચુકાવવામાં નિષ્ફળ જાય એવી ભીંતી હોવાથી રેટિંગ એજન્સી ફિચે ક્રેડિટ રેટિંગ ઘટાડી દીધું છે. ફિચ એક આંતરરાષ્ટ્રીય એજન્સી છે જે વિભિન્ન દેશોની અર્થ વ્યવસ્થાનું આંકલન કરીને તેમનું રેટિંગ કરે છે.
ફિચનું અનુમાન છે કે માલદીવ આંતરરાષ્ટ્રીય દેવાનો હપ્તો ચુકી જાય તેવી શકયતા છે. આથી ફિચે માલદીવનું રેટિંગ ટ્પિલ સી પ્લસ ઘટાડીને માઇનસ કરી નાખ્યું છે. મે માં આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષે પણ ચેતવણી આપી હતી કે માલદીવ પર દેવાની વિપરિત અસર વધતી જાય છે. માલદિવ પર હાલમાં સૌથી દેણુ ચીનનું છે તેમ છતાં તે ચીન પાસેથી કર્જ લેવા ધારે છે.ફિચના એક નિવેદનમાં જણાવાયું હતું કે મે માલદીવનો આંતરરાષ્ટ્રીય મુદ્વા ભંડાર ઘટીને ૪૯.૨ કરોડ પર આવી ગયો હતો.
એજન્સીનું માનવું હતું કે આ વર્ષે માલદીવ પર ૪૦.૯ કરોડ ડોલરનું કર્જ ચુકવવાનું દબાણ વધતું જાય છે. આવા સંજોગોમાં માલદીવ અન્ય દેશો પર મળતી મદદ પર જ આશ્રિત રહેવાનો છે. માલદીવ ડિપ્લોમેટિક અને ડિફેન્સની દ્વષ્ટીએ મહત્વની ભૌગોલિક સ્થિતિ ધરાવતું હોવાથી આનો ફાયદો પણ ઉઠાવતું રહયું છે. ૧૧૯૨ નાના મોટા ટાપુઓમાં વહેંચાયેલો એક દેશ છે જેના ટાપુઓ ૮૦૦ કિમીના ઘેરાવામાં વેરાયેલા છે.
પૂર્વ અને પશ્ચિમના દરિયાઇ વેપાર માર્ગની વચ્ચે આવેલું છે. આથી તેનું મહત્વ આકાર અને વસ્તીની સરખામણીમાં ખૂબજ વધારે છે. ૅઆધિકારિક આંકડા અનુસાર માલદીવ પર ગત વર્ષ ૪૦૩૮ અબજ ડોલરનું દેવું હતું. જે તેની કુલ જીડીપીના ૧૧૮ ટકા થાય છે. ૨૦૦-૨૦૨૩ની વચ્ચે કર્જ લગભગ ૨૫ કરોડ ડોલરની વૃધ્ધિ થઇ હતી. જેમાં સૌથી વધારે કર્જ ચીન પરનું છે. માલદીવ ૨૫ ટકા દેવું ચીનની એકસપોર્ટ ઇમ્પોર્ટ બેંકનું ધરાવે છે.
નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ બનેલા મોહમ્મદ મોઇજૂએ ભારત સાથેના જુના સંબંધોને અવગણીને ચીનની નજીક જવાની કોશિષ કરી હતી. તેમણે ચીનની મુલાકાત લઇને માલદીવને 'બેલ્ટ એન્ડ રોડ પરિયોજના'નો ભાગ બનાવ્યું હતું. બદલામાં માલદીવે વધુ પર્યટકો મોકલવાની ખાતરી આપીને ૧૩ કરોડ અમેરિકી ડોલરની મદદ કરી હતી.