ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર વિશાળકાય ડ્રેગને કેમ દેખા દીધી ?
૨૭૦ ફૂટના ડ્રેગનને ૧૦૨ માળની ઇમારતના ટોપ ફલોર પર લગાવવામાં આવ્યા
૧૭૦૦ પેટર્ન પીસ અને ૬૦૦૦૦ ટાંકાઓ લઇને સુરક્ષિત બાંધવામાં આવ્યા
ન્યૂયોર્ક,૨૧ જૂન,૨૦૨૪,શુક્રવાર
ન્યૂયોર્કમાં એક ઉંચી બિલ્ડિંગ પરના ડ્રેગને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ડ્રેગનની તસ્વીર ખૂબ વાયરલ થઇ રહી છે. ન્યૂયોર્કવાસીઓને ઘડીક તો એમ લાગ્યું કે વિશાળકાય ચાઇનીઝ ડ્રેગને પોતાના શહેરમાં કયારથી એન્ટ્રી લીધી છે. ઘડીક તો અફરાતફરી મચી ગઇ પછી જાણવા મળ્યું કે આ અસલી લાગતો ડ્રેગન એક ગુબ્બારામાંથી બન્યો હતો. ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ડ્ેગન વિંટાળવામાં આવ્યો હતો.
અમેરિકાની એક ન્યૂઝ એજન્સી એનબીસીના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર આ ડ્રેગન ટીવી સીરિયલ ગેમ ઓફ થ્રોન્સ પ્રીકવસ હાઉસ ઓફ ધ ડ્રેગનના પ્રચારનો એક ભાગ હતો. એના માટે ૨૭૦ ફૂટના ડ્રેગનને ૧૦૨ માળની ઇમારતના ટોપ ફલોર પર લગાવવામાં આવ્યો હતો. આ ડ્રેગનને માઇક્રોબ્લોગિંગ સાઇટ એકસ પર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના ઓફિશિયલ હેન્ડલ પર તેના પ્રમોશનની તસ્વીરો પણ વિસ્તારિત કરવામાં આવી હતી.
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર આ એમોંડ ટાર્ગેરિયનના ડ્રેગન વ્હાગરનું અસલ વર્ઝન છે જેમાં ગેમ ઓફ થ્રોન્સ પર પ્રથમ વાર દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર તેને ૧૫૪ રિગિંગ પોઇન્ટ, ૧૭૦૦ પેટર્ન પીસ અને ૬૦૦૦૦ ટાંકાઓ લઇને સુરક્ષિત બાંધવામાં આવ્યો હતો. પ્રમોશન દ્વારા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને સારી એવી કમાણી થઇ હતી.
ખૂદના હેન્ડલ પર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગે આ ડ્રેગન સાથેની તસ્વીર કલીક કરવા માટે ૪૬ ડોલર અને બાળકો માટે ૪૦ ડોલરની ફી રાખી છે. આ અનોખું ડ્રેગન પરિદ્વષ્ય ૧૦ થી ૨૦ જુન સુધી રાખવામાં આવ્યું હતું. 'હાઉસ ઓફ ધ ડ્રેગન ' એક અમેરિકી ફેન્ટસી ડ્રામા ટીવી સીરીઝ છે જેને આર આર માર્ટિન અને રયાન કોંડલે બનાવી છે. આ કહાની ટાર્ગેરિયન પરિવારની આસપાસ ફરે છે જેમાં સિંહાસન માટે એક બીજાથી લડતા રહે છે.