ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે 600 ભારતીય સૈનિકો સરહદે કેમ પહોંચ્યા? કોના તરફથી લડશે?
Image: X
Israel Hizbullah War: હિઝબુલ્લાહ અને ઈઝરાયલમાં ભયાનક રોકેટમારો થઈ રહ્યો છે. મિસાઈલો દાગવામાં આવી રહી છે. બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. હિઝબુલ્લાહનું મુખ્ય મથક દક્ષિણ લેબનાન છે. જે ઈઝરાયેલની સરહદે છે. આ સરહદ પર ભારતીય સેનાના 600 જવાન તૈનાત છે. આને યુનાઈટેડ નેશન્સ ઈન્ટરીમ ફોર્સ ઈન લેબનાન (UNFIL) મિશનમાં તૈનાત કરવામાં આવ્યા છે.
કેવી રીતે બની બ્લૂ લાઈન?
ઈઝરાયલે 2000માં લેબનાન પર એટેક કર્યો હતો. બાદમાં આ મામલે યુએને દખલ કરી અને યુદ્ધ રોકાઈ ગયુ. જે સ્થળેથી ઈઝરાયલની સેનાએ વાપસી કરી હતી. તે સ્થળને યુએને પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. આ વિસ્તાર હજુ પણ સંયુક્ત રાષ્ટ્રના કબ્જામાં છે. પીસ કીપિંગનું કાર્ય જોવા માટે UNIFIL ની નિમણૂક કરવામાં આવી હતી. હાલ UNIFIL જ આ કાર્ય કરી રહી છે. આ લગભગ 120 કિલોમીટર લાંબી છે. ભારતીય જવાન તૈનાત છે.
હજારો પેજર અને વોકી-ટોકીમાં વિસ્ફોટ બાદ ઈઝરાયલ અને લેબનાનની વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. હિઝબુલ્લાહ મોટા હુમલાની ફિરાકમાં છે. વચ્ચે-વચ્ચે પોતાના રોકેટ્સ, મિસાઈલ અને ડ્રોન્સ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરતા રહ્યાં છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સેસ એરસ્ટ્રાઈક કરી રહી છે. તેણે હિઝબુલ્લાહના ઘણા રોકેટ લોન્ચિંગ સ્ટેશન તબાહ કરી દીધા. દાવો છે કે આ એરસ્ટ્રાઈકમાં 100 લોન્ચર્સ બરબાદ કરવામાં આવ્યા જેનાથી 1000 રોકેટ લોન્ચ થતાં.
સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2000માં UNFILની સ્થાપના કરી હતી. જેથી બ્લૂ લાઈન પર બંને દેશોની તરફથી કોઈ પ્રકારના ઉશ્કેરણી અને સંઘર્ષની સ્થિતિ પેદા ન થાય. આ સરહદ પર UNFILની સેના ઊભી રહે છે. જેથી શાંતિ જળવાઈ રહે. આમાં ઘણા અન્ય દેશોના જવાન પણ હોય છે. હકીકતમાં બ્લૂ લાઈન સરહદ નહીં પરંતુ એક બફર ઝોન છે.
આ બફર ઝોનમાં યુએન પીસકીપર્સ પેટ્રોલિંગ કરે છે. દાયકાથી ભારતીય જવાન આ સરહદ પર તૈનાત થતા આવી રહ્યાં છે. બ્લૂ લાઈન હકીકતમાં બંને દેશોની વચ્ચે શાંતિ સ્થાપિત કરવાનો દ્વાર છે. જ્યાં સંયુક્ત રાષ્ટ્રની સેના શાંતિ સ્થાપિત કરવા માટે હંમેશા પ્રયત્ન કરતી રહે છે. ભારતીય જવાન સીધી રીતે બંને દેશોના સંઘર્ષમાં સામેલ નથી.
UNFIL હેઠળ ભારતીય જવાનોનું મુખ્ય કામ એ છે કે આ બફર ઝોનમાં કોઈ પણ પ્રકારની હિંસા ન ભડકે પરંતુ આ બફર ઝોનથી અડેલુ લેબનાનનું ટાયર અને સિડોન સંવેદનશીલ વિસ્તાર છે. અહીં પર મોટાભાગની શિયા વસતી છે. આના સમર્થનમાં ઈરાન હંમેશા ઊભું રહે છે. અહીં પર હજારો પેલેસ્ટાઈન શરણાર્થી પણ છે.
આ વિસ્તાર હિઝબુલ્લાહનો મજબૂત ગઢ છે. અમુક વિસ્તારોમાં હિઝબુલ્લાહની મજબૂતી નથી પરંતુ તેના લોકો ફેલાયેલા છે. આ લોકો UNFIL માટે મુશ્કેલી ઊભી કરે છે. આ શાંતિ ભંગ કરવાનું કાર્ય કરે છે. તેથી બફર ઝોનથી નજીકના વિસ્તારોમાં સંયુક્ત રાષ્ટ્રની સેનામાં સામેલ ભારતીય જવાનોનું કાર્ય વધી જાય છે. જવાબદારી વધી જાય છે.
લેબનાની વસતીમાં ઘણા ધર્મોના લોકો છે. 67 ટકા મુસ્લિમ છે. જે શિયા અને સુન્નીમાં વહેંચાયેલુ છે. આ સિવાય 32 ટકા વસતી ખ્રિસ્તીઓ, ડ્રુઝ અને યહૂદીઓ છે કે અમુક અન્ય લઘુમતી સમુદાય. પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ પણ મહત્વપૂર્ણ સ્થાન છે, જ્યાં મોટાભાગના લોકો હિઝબુલ્લાહના મદદગાર છે. તેમને સમર્થન આપે છે.
UNFIL ની ફોર્સ બે ભાગમાં વહેંચાયેલી છે. પૂર્વ અને પશ્ચિમ. જેમાં બ્રિગેડ્સ છે. એટલે બંને સેક્ટરમાં ત્રણથી ચાર બટાલિયન તૈનાત છે. ભારતીય બટાલિયન પૂર્વ સેક્ટરમાં ગોલન હાઈટ્સની પાસે તૈનાત છે. રોકેટ હુમલા અને એરસ્ટ્રાઈક છતાં ભારતીય જવાન સુરક્ષિત છે. UNFILનું મુખ્ય મથક બ્લૂ લાઈનની પાસે નકોરામાં છે.
UNFIL આ વિસ્તારમાં એ પ્રયત્ન કરે છે કે અહીં કોઈ પણ પ્રકારની હિંસા ન ભડકે. આ કાર્યમાં ભારતીય જવાન માહિર છે. જ્યારે ઈઝરાયલ બફર ઝોનની આસપાસ એરસ્ટ્રાઈક કરવાનું એલાન કરે છે. તે પહેલા જ UNFIL ને સૂચિત કરી દે છે. ત્યાંથી ભારતીય જવાનો સહિત અન્ય સૈનિકોને હટાવી લેવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રના અલગ-અલગ શાંતિ મિશનમાં ભારતથી 6000 જવાન સમગ્ર દુનિયામાં તૈનાત છે. છેલ્લા એક દાયકામાં અત્યાર સુધી 159 ભારતીય જવાન શહીદ થયા છે. ઈઝરાયલમાં ભારતીય જવાનોની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.