Get The App

ઇઝરાયેલમાં એક સાથે 42,000 મહિલાઓએ કેમ ગન પરમિટ માંગી?

42000 અરજીઓમાંથી 18000 હજુ સુધી સ્વીકારવામાં આવી છે

હમાસ હુમલા પછી મહિલાઓ શસ્ત્રો ખરીદવા પર ભાર મુકી રહી છે

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
ઇઝરાયેલમાં એક સાથે 42,000 મહિલાઓએ કેમ ગન પરમિટ માંગી? 1 - image


તેલઅવિવ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 8 મહિનાથી લડાઇ ચાલે છે.  હમાસે ઇઝરાયેલ પર ગત ઓકટોબર મહિનામાં જે હિચકારો હુમલો કર્યો તેનાથી ઇઝરાયેલીઓના માનસમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ પણ સાહસિક બનીને ગન પરમિટ આપવાની માંગ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇઝરાયેલની 42000 મહિલાઓએ ગન પરવાનગી માટે અરજી કરી છે. ઇઝરાયેલના સિકયોરિટી મંત્રાલયે પણ પુષ્ઠી કરી છે કે હમાસ હુમલા પછી મહિલાઓ શસ્ત્રો ખરીદવા પર ભાર મુકી રહી છે. કુલ 42000 અરજીઓમાંથી 18000 હજુ સુધી સ્વીકારવામાં આવી છે. 

ઇઝરાયેલમાં એક સાથે 42,000 મહિલાઓએ કેમ ગન પરમિટ માંગી? 2 - image

ગન પરમિટ અને ગન ખરીદવા માટે બેન્જામિન નેતન્યાહુ સરકાર દ્વારા કેટલાક નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. આથી મહિલાઓ માટે પણ ગન ખરીદવી સરળ બની રહી છે.  હાલમાં કુલ 15000 મહિલાઓ પોતાની પાસે ગન ધરાવે છે એમાંથી 10 હજાર મહિલાઓએ તો ટ્રેનિંગ પણ લીધી છે. પહેલાની સરખામણીમાં ઇઝરાયેલની મહિલાઓ પોતાની સુરક્ષા માટે વધુ સજાગ બની છે.

ખાસ કરીને પોતાના પરિવારને સુરક્ષિત રાખવાની જવાબદારી લેવા ઇચ્છે છે. જો કે અમેરિકાની જેમ ઇઝરાયેલમાં પણ ગન કલ્ચરનું દૂષણ કરી જાય એવું ઇઝરાયેલમાં પણ કેટલાક ઇચ્છતા નથી. તેમ છતાં હમાસના બદલાયેલા સંજોગોમાં મહિલાઓની ગન પરમિટ વાજબી માનવામાં આવી રહી છે. 


Google NewsGoogle News