હવાઈ હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઈઝરાયલે શરૂ કરી 'બુલડોઝર'ની કાર્યવાહી, જુઓ VIDEO

ઈઝરાયલના હુમલામાં 7326થી વધુ પેલેસ્ટિનીઓ જીવ ગુમાવી ચૂક્યા છે

અલ જલાજૌન શરણાર્થી કેમ્પમાં કેદ બાજેસ નખલેહના ઘરે બુલડોઝરની (Bulldozer action) કાર્યવાહી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
હવાઈ હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઈઝરાયલે શરૂ કરી 'બુલડોઝર'ની કાર્યવાહી, જુઓ VIDEO 1 - image

Israel vs Hamas War | ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 22 દિવસોથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. બંને તરફથી હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયલના હુમલામાં 7326થી વધુ પેલેસ્ટિનીઓ જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સે (IDF) દાવો કર્યો છે કે હમાસના હુમલામાં 1400થી વધુ લોકો માર્યા ગયા છે અને 5400થી વધુ ઘાયલ થયા છે. ઈઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલી સૈન્યએ આજે વેસ્ટ બેન્કના (West Bank) રામલ્લા ખાતે મંજૂરી વગર બાંધવામાં આવેલા અલ જલાજૌન શરણાર્થી કેમ્પમાં કેદ બાજેસ નખલેહના ઘરે બુલડોઝરની (Bulldozer action) કાર્યવાહી કરી હતી. 

પેલેસ્ટાઇને કર્યો આ દાવો 

બીજી બાજુ પેલેસ્ટાઈને દાવો કર્યો હતો કે અમારા નાગરિકો વિરુદ્ધ કબજાના નામે અપરાધ કરવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગ પરમિટ ન હોવાથી રામલ્લાની ઉત્તરે અલ જલાજૌન કેમ્પમાં બાજીસ નખલાના ઘરને ધ્વસ્ત કરી નખાયું. તેમણે કહ્યું કે વેસ્ટ બેન્કમાં લોકો વિરુદ્ધ સતત અપરાધ કરવામાં આવી રહ્યાં છે.  

ઈઝરાયલે હમાસના એરફોર્સ ચીફને ઢાળી દીધા 

જ્યારે બીજી બાજુ આઈડીએફએ હમાસના એરફોર્સના ચીફ અબુ રકાબાને ઠાર કર્યાનો દાવો કર્યો છે. ઈઝરાયલી સુરક્ષાદળોએ રકાબા હમાસના યુએવી, ડ્રોન, પેરાગ્લાઈડરની સાથે સાથે એરિયલ ડિટેક્શન અને ડિફેન્સ સિસ્ટમની દેખરેખની જવાબદારી સંભાળતો હતો. 

હવાઈ હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઈઝરાયલે શરૂ કરી 'બુલડોઝર'ની કાર્યવાહી, જુઓ VIDEO 2 - image


Google NewsGoogle News