Get The App

સામાન્ય લોકોને દુબઈના બૂર્જ ખલીફાના ટોપ ફ્લોર પર જવાની કેમ નથી પરવાનગી અપાતી? જાણો તેનું કારણ

વર્ષ 2009માં બનેલ બૂર્જ ખલીફા વિશ્વની સૌથી ઉંચી ઈમારત તરીકે ઓળખાય છે

હકીકતમાં ઈમારતના ટોપ ફ્લોર પર મોટી કોર્પોરેટ ઓફિસો આવેલી છે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
સામાન્ય લોકોને દુબઈના બૂર્જ ખલીફાના ટોપ ફ્લોર પર જવાની કેમ નથી પરવાનગી અપાતી? જાણો તેનું કારણ 1 - image

Image - Twitter 

Burj Khalifa : દુબઈને વિશ્વના સૌથી સુંદર શહેરોમાં ગણતરી કરવામાં આવે છે. દુબઈમાં દુનિયાની તમામ લક્ઝરી ઉપલબ્ધ છે, અને વિશ્વની સૌથી ઊંચી ઈમારત બૂર્જ ખલીફા દુબઈમાં આવેલી છે. વર્ષ 2009માં બનેલ બૂર્જ  ખલીફા વિશ્વની સૌથી ઉંચી ઈમારત તરીકે ઓળખાય છે. તેની લંબાઈ 820 મીટર છે અને તેમાં 163 માળ આવેલા છે.  આ સાથે તેમા સ્વિમિંગ, જિમ, મોલ, ઓફિસ, સિનેમા આ દરેક વસ્તુ આ બિલ્ડિંગમાં ઉપલબ્ધ છે. તમે વિચારો કે શું કોઈ 820 મીટર ઊંચી ઈમારતના ટોપ ફ્લોર પર જતુ હશે,ત્યારે ઉપરથી નીચે કેવો નજારો દેખાતો હશે. પરંતુ તમને જણાવીએ કે, બૂર્જ ખલીફાના ટોપ ફ્લોર પર જવા માટે સામાન્ય લોકોને મંજૂરી નથી. ચાલો આજે આપણે બૂર્જ ખલીફાના ટોપ ફ્લોર વિશે જાણીએ. કેમ સામાન્ય જનતા ત્યાં નથી જઈ શકતી?

નથી જઈ શકતાં બિલ્ડિંગના ટોપ ફ્લોર પર 

દુબઈની મુલાકાતે જનારો દરેક પ્રવાસી બૂર્જ  ખલીફા ઈમારત જોયા વગર પરત આવતો નથી. નવાઈની વાત તો એ છે કેટલાક લોકો માત્ર આ ઈમારત જોવા માટે જ દુબઈ જાય છે. આ 163 માળની ઈમારતમાં દુનિયાની તમામ શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ છે. જે લોકો અહીં રહે છે અથવા આ ઈમારત જોવા માટે આવે છે તેમને આ ઈમારતના ટોપ ફ્લોર પર જવાની મંજૂરી નથી. હકીકતમાં ઈમારતના ટોપ ફ્લોર પર મોટી કોર્પોરેટ ઓફિસો આવેલી છે. એટલા માટે માત્ર તે ઓફિસ સાથે જોડાયેલા લોકોને જ ત્યાં જવાની મંજૂરી આપવામાં આવે છે. આ સાથે આ ઈમારતના ટોપ ફ્લોર પર સેલિબ્રિટીઝના શૂટ પણ થતા રહેતા હોય છે તેથી સામાન્ય લોકોને ત્યાં જવાની પરવાનગી આપવામાં આવતી નથી. 

મુલાકાત માટે લેવી પડે છે પરવાનગી

બૂર્જ  ખલીફા ફરવા માટે કોઈપણ વ્યક્તિ જઈ શકે છે, પરંતુ તેને ત્યાં ફરવા જવા માટે ટિકિટ લેવી પડે છે. ટિકિટ લીધા પછી તમે બૂર્જ  ખલીફાની મુલાકાત લઈ શકો છો, પરંતુ તે ટિકિટ પર તમે આખા બૂર્જ ખલીફાની મુલાકાત લઈ શકતા નથી. જ્યાં કેટલાક વિસ્તાર એવા છે કે, ત્યા સામાન્ય લોકોને જવાની પરવાનગી નથી તેમજ ઈમારતના ટોપ ફ્લોર પણ તેમાનો એક ભાગ ગણવામાં આવે છે. પરંતુ જો તમારે ત્યાં જવું હોય તો, તેના માટે તમારે સ્પેશિયલ પરવાનગી લેવી પડશે. જો કે, સામાન્ય પ્રવાસીઓને ત્યાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. જો કોઈ સેલિબ્રિટી દ્વારા અરજી કરવામાં આવે તો તેને ત્યાં જવાની પરવાનગી મળી શકે છે.


Google NewsGoogle News