'હવે મને મા કહીને કોણ પોકારશે...', ઈઝરાયલના હુમલામાં જોડિયા બાળકોને ગુમાવનાર માની વ્યથા
Image Source: Freepik
ગાઝા, તા. 04 માર્ચ 2024 સોમવાર
ઈઝરાયલ-હમાસના યુદ્ધના કારણે ઘણા માસૂમોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવારો પોતાના લોકોથી દૂર થઈ ગયા. આવી જ કહાની રાનિયા અબૂ અંજાની છે. રવિવારે લોકો ગાઝામાં ઈઝરાયલી હવાઈ હુમલાથી તબાહ થયેલા ઘરોની નીચે જીવિત બચેલા લોકોની શોધ કરી રહ્યા હતા. આ દરમિયાન અબૂની નજર પોતાના નવજાત જોડિયા બાળકો પર જે હવે જીવિત નથી.
ખૂબ મુશ્કેલી બાદ તે માતા બની હતી
પેલેસ્ટિનિયન મહિલાએ કહ્યુ કે તે માતા બનવાના પોતાના સપનાને સાકાર કરવા માટે પ્રજનન ટ્રીટમેન્ટના ઘણા પાસાઓમાંથી પસાર થઈ હતી પરંતુ ગાઝા પટ્ટીમાં થયેલા નરસંહારે તેનું બધુ છીનવી લીધુ. રવિવારે આંસુઓની સાથે પોતાના મૃત બાળકોને ખોળામાં લઈને અબૂ ચીસો પાડતી અને રડતી બસ એ જ કહી રહી હતી 'હવે મને મા કહીને કોણ પોકારશે? મને માતા કોણ કહેશે. અબૂના એક બાળકનો ચહેરો આખો લોહીથી લથબથ હતો. હમાસ દ્વારા સંચાલિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે દક્ષિણી ગાઝા શહેર રાફામાં આખી રાત થયેલા હુમલામાં મૃત્યુ પામેલા 14 લોકોમાંથી આ બંને જોડિયા બાળકો હતા. બંનેનું નામ વિસમ અને નઈમ હતુ જે હજુ 6 મહિનાના પણ નહોતા. આ મોત માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. મૃતકોમાં તમામ અબૂ અંજા પરિવારના સભ્ય હતા. તેઓ 30,410 મોતમાં સામેલ થઈ ગયા. જેમાંથી મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. મંત્રાલય દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો કે ઈઝરાયલે ગત ઓક્ટોબરમાં હમાસને ખતમ કરવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.
પોતાના જોડિયા બાળકોના અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલ
જ્યારે રાનિયા અબૂ અંજા પોતાના પુત્ર અને પુત્રીના અંતિમ સંસ્કાર માટે રાહ જોઈ રહી હતી ત્યારે ઘરના કાટમાળ પર લોકો તે લોકોના નામની ચીસો પાડી રહ્યા હતા જેમના વિશે તેમને આશા હતી કે તેઓ બચી ગયા હશે યાસિર! અહેમદ! સજ્જાર!'. ઈઝરાયલનું કહેવુ છે કે તેમના અભિયાનનો હેતુ હમાસ લડવૈયાઓને ખતમ કરવાનો છે. ઈઝરાયલી સેનાએ જે ઘર પર કાર્યવાહી કરી ત્યાં માત્ર નાગરિક રહેતા હતા. લોકોએ દાવો કર્યો કે ઘરમાં કોઈ લશ્કરી હાજરી નહોતી.
રફામાં આશરો માંગવામાં આવી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે લગભગ 15 લાખ પેલેસ્ટિનિયનોએ રફામાં આશરો માંગ્યો છે. મધ્યસ્થી એક યુદ્ધવિરામ પર તાળુ મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે અસ્થાયી રીતે મુસલમાનોનો પવિત્ર મહિનો રમજાન પહેલા યુદ્ધને રોકી દેશે, જે ચંદ્ર કેલેન્ડરના આધારે 10 કે 11 માર્ચે શરૂ થાય છે. હમાસના એક વરિષ્ઠ અધિકારીએ એએફપીને જણાવ્યુ હતુ કે જૂથે કૈરોમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યુ હતુ અને ઈજિપ્તના રાજ્ય સંબંધિત મીડિયાએ જણાવ્યુ હતુ કે અમેરિકા અને કતારના રાજદૂત પણ રવિવારે વાટાઘાટો માટે પહોંચ્યા હતા.