‘વિશ્વાસ છે કે મને આ વ્યક્તિએ જ ફસાવ્યો...’ જેલ પહોંચાડવા અંગે ઈમરાન ખાને કર્યો મોટો દાવો!
Imran Khan Attack on Javed Bajwa : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સેનાના પ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) કમર જાવેદ બાજવા (Qamar Javed Bajwa) પર વિશ્વાસ વ્યક્ત કરવો ભારે પડ્યો છે. આ મુદ્દે ડૉન સમાચાર પત્રના જણાવ્યા મુજબ જેલમાં બંધ તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સ્થાપક ઈમરાને સત્તામાં રહી બાજવા પર ભરોસો રાખવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કથિત રીતે બાજવા પર આક્ષેપ કર્યો છે કે, તેમણે જ મને જેલમાં પહોંચાડ્યો છે. તેમણે પાકિસ્તાનના રાજકારણ અને સેનાના નેતૃત્વની પણ આકરા ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, જનરલ બાજવા પર વિશ્વાસ કરવો, તે જ મારું એકમાત્ર દુઃખ છે.
ઈમરાને બાજવા પર અસત્ય ફેલાવવાનો આક્ષેપ કર્યો
ઈમરાને આક્ષેપ કર્યો છે કે, જ્યારે બાજવા સેનાના વડા હતા, ત્યારે તેમણે અસત્ય અને ખોટા નિવેદનો આપ્યા છે. ડૉનના રિપોર્ટ મુજબ ઈમરાને ભારપૂર્વક કહ્યું છે કે, ‘મને વિશ્વાસ છે કે, આ બધુ જનરલ બાજવાએ જ કરાવ્યું છે. બાજવાએ પોતાના પદને સુરક્ષા રાખવા માટે દગાબાજી કરી અને દેશ-વિદેશમાં અરાજકતા ફેલાવવા ખોટા નિવેદનો ઉભા કર્યા.’ ઉલ્લેખનીય છે કે, જ્યારે ઈમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારે તેમના અને બાજવા વચ્ચે સંબંધો સારા હતા, જોકે સમય જતા બંને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ કરી દીધી હતા. ઈમરાને શરૂઆતમાં 2019માં બાજવા માટે વિસ્તારને મંજૂરી આપી દીધી હતી, જોકે 2020માં ઈમરાને સ્વિકાર કર્યો કે, આ એક ભુલ હતી.
બાજવા ચીનની દુકાનના બળદ : ઈમરાન
જ્યારે ઈમરાને પૂછવામાં આવ્યું કે, શું તેમને પદ પરથી હટાવવામાં અમેરિકાનો પણ હાથ હતો, તો તેમણે બાજવા પર દોષ ઠાલવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, એકમાત્ર જનરલ બાજવા જ મારા વિશે અમેરિકામાં ખોટી વાતો ફેલવતા હતા. તેમણે મારી એવી છબી ઉભી કરી હતી કે, હું અમેરિકાનો વિરોધી અથવા મને અમેરિકા સાથે સારા સંબંધોમાં કોઈ રસ નહીં હોવાની દર્શાવતા હતા. ઈમરાને બાજવાને ચીનની દુકાનના બળદ કહ્યા છે. ઈમરાને એવું પણ કહ્યું કે, મને ખોટી રીતે જેલમાં ધકેલી દેવાયો છે. તેમણે દાવો કર્યો કે, તેઓ લોકશાહી અને ન્યાય માટે સતત લડાઈ કરી છે. બાજવાએ રાજકીય બદલો લેવા મને ફસાવી જેલમાં ધકેલ્યો છે.